+

UPA સરકારની આર્થિક કુનીતિઓ પર Modi government લાવશે શ્વેત પત્ર, ખુલશે કેટલાય રાજ

UPA government: સંસદનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, મળતી વિગતો પ્રમાણે અત્યારે ચાલું સંસદ સત્રનો એક દિવસ વધી શકે છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે સંસદના ચાલું સત્રમાં એક…

UPA government: સંસદનું અત્યારે બજેટ સત્ર ચાલી રહ્યું છે, મળતી વિગતો પ્રમાણે અત્યારે ચાલું સંસદ સત્રનો એક દિવસ વધી શકે છે. સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે સંસદના ચાલું સત્રમાં એક દિવસ વધારવાની ચર્ચા ચાલી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્ર સરકાર અગાઉની સંયુક્ત પ્રગતિશીલ ગઠબંધન (યુપીએ) સરકારની આર્થિક નીતિઓ વિરુદ્ધ શ્વેતપત્ર લાવશે.

યુપીએ સરકારની આર્થિક નીતિઓની થશે ચર્ચા

સુત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે શુક્રવારે અથવા તો શનિવારે કેન્દ્ર સરકાર 2004-2014ના અમૂલ્ય 10 વર્ષોમાં યુપીએ સરકારના આર્થિક ગેરવહીવટ પર શ્વેતપત્ર લાવવાની તૈયારી કરી રહી છે. શ્વેતપત્ર યુપીએ શાસન દરમિયાન અર્થતંત્રના ગેરવહીવટ પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ કારણોસર સંસદનું સત્ર પણ એક દિવસ માટે લંબાવવામાં આવ્યું છે. શ્વેત પત્રમાં યુપીએ સરકાર દરમિયાનના ભારતની આર્થિક દુર્દશા અને આર્થિક ગેરવહીવટ દ્વારા અર્થતંત્ર પર તેની નકારાત્મક અસરોની વિગતવાર માહિતી આપવામાં આવશે. આ સાથે સાથે તે સમયમાં લઈ શકાતા હકારાત્મક કાર્યોની અસર બાબતે પણ વિગતે ચર્ચા કરવામાં આવશે.

પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યા હતા આકરા પ્રહાર

ગઈ કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે, ‘હું વિપક્ષના સંકલ્પોની સરાહના કરું છું.તેમના ભાષણની દરેક વાતે મારો અને દેશનો વિશ્વાસ એકદમ પાક્કો થઈ ગયો છે જેમણે લાંબા સમય સુધી વિપક્ષમાં રહેવાનો સંકલ્પ કર્યો છે. તમે લોકો જે રીતે અત્યારે મહેનત કરી રહ્યા છો, મારો પૂરો વિશ્વાસ છે કે, જનતા જનાર્દન તમારે આશિર્વાદ આપશે અને અત્યારે તમે જે સ્થાને છો તેનાથી પણ વધારે ઉપર લઈ જશે.આગામી ચૂંટણીમાં ઓડિયન્સ ગેલેરીમાં જોવા મળશે.’

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો: સંસદમાં ધર્મનિંદા માટે કાનૂન બનાવવાની માંગ, દેશમાં 125 કરોડ હિંદુ હોવા છતાં…

Whatsapp share
facebook twitter