Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

MI અને KKR વચ્ચે આજે થશે મુકાબલો, જાણો શું છે પોઇન્ટ્સ ટેબલનું સમીકરણ

07:53 AM Apr 22, 2023 | Vipul Pandya

IPL 2022 ની ટૂર્નામેન્ટ મુંબઈ ઈન્ડિયન્સ માટે કોઇ ખરાબ સપનાથી ઓછું નથી. ટીમનું આ વર્ષે જે પ્રદર્શન રહ્યું છે તેવું આ પહેલા ક્યારે જોવા મળ્યું નથી. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ અત્યાર સુધી 10 મેચ રમી ચુકી છે, જેમાંથી તેને માત્ર 2 મેચમાં જ જીત મળી છે. વળી આજે મુંબઈની ટીમ કોલકતા સામે ટૂર્નામેન્ટની 56મી મેચ રમવા ડૉ.ડી.વાય.પાટીલ સ્ટોડિયમમાં ઉતરશે. વળી જો આપણે પોઈન્ટ્સ ટેબલની વાત કરીએ તો તેમાં સ્પષ્ટપણે જોઇ શકાય છે કે, આ બંને ટીમો હવે બોટમ પર આવી ગઇ છે. 
રવિવારે ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમે દિલ્હી કેપિટલ્સને 91 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં 8મું સ્થાન મેળવી લીધું છે. ટીમના 11 મેચમાં 4 જીત અને 7 હાર સાથે 8 પોઇ્ટ્સ છે. દિલ્હીની ટીમ ટેબલમાં પાંચમાં ક્રમે પહોંચી ગઇ છે. જોકે, અહીં હારથી તેનો રસ્તો વધુ મુશ્કેલ બની ગયો છે. રાજસ્થાન અને બેંગ્લોર હવે 14 પોઈન્ટ સાથે આગળ છે જ્યારે લખનૌ અને ગુજરાત 16 પોઈન્ટ સાથે આગળ છે. રવિવારની જીત બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના 14 પોઈન્ટ છે. RCB એ અત્યાર સુધી 12 મેચ રમી છે. RCB પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર છે, પરંતુ તેમના નેટ રન રેટમાં સુધારો થયો છે. શનિવારે લખનૌ સુપર જાયન્ટ્સે પણ અદભૂત વિજય નોંધાવ્યો હતો અને ગુજરાત ટાઇટન્સને હરાવીને પોઈન્ટ ટેબલમાં ટોચ પર પહોંચી હતી. કેએલ રાહુલની ટીમ અત્યાર સુધી 11 મેચ રમી છે અને 16 પોઈન્ટ સાથે ટોપ પર બેઠી છે. બીજા નંબર પર હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઇટન્સ છે. ગુજરાતે પણ 11માંથી 8 મેચ જીતીને 16 પોઈન્ટ મેળવ્યા છે.

પોઈન્ટ ટેબલમાં રાજસ્થાન રોયલ્સ ત્રીજા નંબર પર છે. રાજસ્થાને 11માંથી સાત મેચ જીતીને 14 પોઈન્ટ મેળવ્યા છે. RCB પણ 14 પોઈન્ટ સાથે ચોથા નંબર પર છે. દિલ્હી કેપિટલ્સની ટીમ રવિવારે હાર બાદ 10 પોઈન્ટ સાથે પાંચમાં નંબર પર છે. વળી, સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ અત્યાર સુધી 11 મેચ રમી છે અને પાંચ જીત સાથે છઠ્ઠા નંબર પર છે. મયંક અગ્રવાલની પંજાબ કિંગ્સે પણ અત્યાર સુધીમાં 11 મેચમાં પાંચ જીત નોંધાવી છે. 10 પોઈન્ટ સાથે પંજાબની ટીમ સાતમાં નંબર પર છે. CSK આઠમાં નંબર પર પહોંચી ગઈ છે. શ્રેયસ અય્યરની આગેવાની હેઠળની કોલકાતા નાઈટ રાઈડર્સ 11 મેચમાં ચાર જીત બાદ નવમાં ક્રમે છે. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ આ સિઝનમાં તેમના સૌથી ખરાબ પ્રદર્શન સાથે છેલ્લા સ્થાને છે. MIને 10માંથી માત્ર બે જ મેચમાં જીત મળી છે.
ઓરેન્જ કેપ
રાજસ્થાન રોયલ્સના જોસ બટલર સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની યાદીમાં ટોચ પર છે. તેણે 11 મેચમાં 618 રન બનાવ્યા છે. લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન કેએલ રાહુલ 11 મેચમાં 451 રન સાથે ઓરેન્જ કેપની રેસમાં બીજા ક્રમે છે. ફાફ ડુ પ્લેસિસ 12 મેચોમાં 389 રન સાથે ટેબલ પર ત્રીજા સ્થાને છે, જેમાં રવિવારની બપોરની મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની તેની અડધી સદીનો સમાવેશ થાય છે. પંજાબ કિંગ્સના શિખર ધવન 381 અને ડેવિડ વોર્નરે 375 રન બનાવીને ટોપ 5માં સ્થાન મેળવ્યું હતું.
પર્પલ કેપ
યુઝવેન્દ્ર ચહલ 11 મેચમાં 22 વિકેટ લઈને સૌથી વધુ વિકેટ લેનારા બોલરોની યાદીમાં નંબર વન પર યથાવત છે. વાનિન્દુ હસરંગાએ રવિવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે તેની અર્ધશતક સાથે શાનદાર રમત બતાવી હતી અને હવે તે 21 વિકેટ સાથે પર્પલ કેપની રેસમાં બીજા સ્થાને છે. તેણે 12 મેચ રમી છે. કાગીસો રબાડા અને કુલદીપ યાદવ 18-18 વિકેટ સાથે ત્રીજા અને ચોથા સ્થાને છે, જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદના ટી નટરાજન 17 વિકેટ સાથે ટોચના પાંચમાં છે.