+

‘અટલ’ એટલે શું? | The man with morals- ‘Atal’

16-08-2023 અટલજી-એક રાજકીય પરિમાણ  2018માં આજના જ દિવસે એ અટલ પંચમહાભૂતમાં ભળી ગયો. એમના હોવા ન હોવાનો ફરક શું? જવાબ છે- એમની અંતિમયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ,દેશવાસીઓની ભીની આંખો,દેશના વડાપ્રધાન ઉઘાડા…

16-08-2023

અટલજી-એક રાજકીય પરિમાણ

 2018માં આજના જ દિવસે એ અટલ પંચમહાભૂતમાં ભળી ગયો. એમના હોવા ન હોવાનો ફરક શું?
જવાબ છે- એમની અંતિમયાત્રામાં ઉમટેલો માનવ મહેરામણ,દેશવાસીઓની ભીની આંખો,દેશના વડાપ્રધાન ઉઘાડા પગે પગપાળા પૂરી અંતિમયાત્રામાં..
આજે પણ એમના સ્મરણમાત્રથી આંખો ભીની થાય.. એવું તો શું હતું અટલજીમાં?
ઉત્તરાખંડ,છાંટીસગઢ અને ઝારખંડના નિર્માતા અટલજી..
Atal Bihari Vajpayee-Pioneer of Transformatation of India to BHarat.
ચંદ્રયાન-1 પરિયોજનાને મંજૂરી આપનાર અટલજી,દેશને જમીનથી ,હવાથી ,નદીઓથી,પાકી સડકોથી અને ખાસ તો દિલથી દિલથી જોડનાર-અટલજી.
રાષ્ટ્રીય રાજમાર્ગ પરિયોજનના જનક-અટલજી.’સાગરમાલા’ પરિયોજનાના ભગીરથ-અટલજી અને હા,’વડાપ્રધાન ગ્રામીણ સડક યોજના’ના પુરસ્કર્તા પણ અટલજી. ગ્રામીણ સડક યોજના પાછળની દૂરદર્શિતા કાબિલે અટલ છે.
અટલજીનું પ્રદાન ગણવા બેસીએ તો અધધધધ થઈ જવાય. આટલા ટૂંક શાસન સમયમાં આટલું બધુ ???
દિલ્હી મેટ્રો પરિયોજના,’ડો. ભૂપેન હજારીકા’ જેવો ઈજનેરીવિદ્યાનો ઉત્તમ નમૂનો,બારામુલા રેલ લિન્ક,ચિનાબ બ્રિજ આ દરેક સ્વપ્નસૃષ્ટિ જેવાં પ્રદાન અટલજીનાં.
Defense Intelligence Unit,રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની નિમણૂક,ઈન્ફર્મેશન ટેકનોલોજીનો બખૂબી ઉપયોગ કર્યો માત્ર-અટલજીએ.
પ્રદેશવાદ,જાતિવાદ અને ખાસ તો કોમી વૈમનસ્ય પર નિર્ભર રાજકીય પક્ષોને જોઈએ તો અટલજીનું આક્રમક વલણ યાદ આવે.
હલકટતાની પરકાષ્ટામાં નશો અનુભવતા વિપક્ષ જોવા મળે તો અટલજીનાં સદનમાં આપેલ વ્યક્તવ્યો યાદ આવે.
ભારતને નસીબથી જ અટલજી જેવા નેતા મળ્યા કે રાજકારણમાં નિરંતર ઝઝૂમતા હોવા છતાં ય જેમનું સાહિત્યસર્જન અવિરત ચાલુ રહ્યું. એ કાલજયી કવિ હતા. અટલજીની વકતૃત્વશૈલી અદભૂત હતી.એમની વાણી દંભી,શબ્દાડંબર વાળી નહોતી.. એમનો શબ્દ હૈયેથી નીકળતા હતા અને એટલેજ શ્રોતા અભિભૂત થતો,
અટલજી બહુઆયામી વ્યક્તિ હતા.
શું હતા અટલજી? એક પત્રકારે એમને પૂછેલું:અટલજી,આપની વાણીમાં શબ્દ આવે કી રીતે?કોઈ દિવ્ય પ્રેરણા? જવાબ આપતાં નાના બાળકની જેમ અટલજી શરમાઈ ગયા અને ખૂબીથી વિષય જ બદલી નાખ્યો.
અટલજી સાવ સરળ વ્યક્તિ હતા… પણ રાજકારણમાં પડેલ વ્યક્તિમાં હોવી જોઈએ એવી ખંધાઈ એમનામાં નહોતી.અલબત્ત,એ ચાણક્ય હતા.માત્ર દેશના આંતરિક રાજકારણ પર જ નહીં વિદેશી સંબંધો બાબતે ય એમની સૂઝ ગજબની હતી. યાદ કરો એમનો વિદેશમંત્રી તરીકેનો કાર્યકાળ. અમેરિકન પ્રેસિડેન્ટ જીમી કાર્ટરની ભારતની મુલાકાત યાદ છે? યાદ છે ઇસરાઇયલના વડા મોશે દાયનની ભારત મુલાકાત? ઈરાન સાથે મિત્રતા રાખવી અને ઇસરાયેલ સાથે ય મિત્રતા રાકહવી એમાં કૂટનીતિ જોઈએ.એ સમયે ય ચીનની હેકડી આવી જ હતી.આ જ અટલજી હતા જેમણે વિયેતનામ પર ચીની હુમલાના વિરોધમાં ચીનની યાત્રા અધવચ્ચે ટૂંકાવી દેશ પરત ફર્યા હતા.
અટલજીના વ્યક્તિત્વનો વ્યાપ અમાપ હતો. અટલજી કાલજયી કવિ હતા. એમના આ પાસાને અવગણીએ તો અટલ અધૂરો ગણાય. એમની કલમ રાષ્ટ્રવાદથી રંગાયેલી હતી.
‘खड़े देहली पर हो किसने पौरुष को ललकारा
किसने पापी हाथ बढ़ाकर मां का मुकुट उतारा ?’
બીજી એક કવિતામાં એ કહે છે-
‘उस स्वर्ण दिवस के लिए आज से कमर कसें बलिदान करें।
जो पाया उसमें खो न जायें, जो खोया उसका ध्यान करें।.
અટલજીના સંસ્કાર હિન્દુ હતા,જીવન હિન્દુ હતું,એમનો શ્વાસોશ્વાસ હિન્દુ હતો.
हिन्दू तन मन, हिन्दू जीवन, रग-रग हिन्दू मेरा परिचय।
અટલજી શાશ્વત છે.સાક્ષાત શબ્દ હતા.કવિનો શબ્દ,હુંકારનો શબ્દ,રાષ્ટ્રનો શબ્દ,આશાનો શબ્દ,ભરતીયતાનો શબ્દ,વિશ્વાસનો શબ્દ,પ્રેમનો શબ્દ.. કહેવાય છે કે શબ્દ બ્રહ્મ છે,
2018 માં આજે શબ્દ બ્રહ્મલીન થયો… પણ આજે ય એ અટલ-અમિટ છબી દેશવાસીઓના હૈયે ઇદમ છે.

Whatsapp share
facebook twitter