Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

મેકર્સને થઈ શકે છે મોટું નુકસાન, રિલીઝ થતા જ આ સાઈટ્સ પર લીક થઈ શહજાદા

09:32 AM Apr 19, 2023 | Vipul Pandya

કાર્તિક આર્યન, કૃતિ સેનન, પરેશ રાવલ, રોનિત રોય સ્ટારર ફિલ્મ શહજાદા આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. કાર્તિકના ફેન્સ આ ફિલ્મની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા. રિલીઝ પછી તેને લોકો તરફથી મિક્સ રિવ્યૂ મળી રહ્યો છે. આ દરમિયાન એવા સમાચાર છે કે શહજાદા ઘણી સાઈટ્સ પર લીક થઈ ગઈ છે. વર્ષ 2022માં ભૂલ ભુલૈયા 2 જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપ્યા બાદ શહજાદા કાર્તિકની વર્ષ 2023ની પહેલી ફિલ્મ છે. પહેલા આ ફિલ્મ 10 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની હતી, પરંતુ પછી તેની રિલીઝ ડેટને 17 ફેબ્રુઆરી કરવામાં આવી. હવે જ્યારે આ ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે, ત્યારે આ ફિલ્મના ઓનલાઈન લીક થવાના સમાચાર આવી રહ્યા છે.



આ સાઈટ્સ પર લીક થઈ શહજાદા

જ્યારે પણ કોઈ ફિલ્મ થિયેટરોમાં રિલીઝ થાય છે, તેના થોડા કલાકો પછી ઘણી સાઈટ્સ તેને ઓનલાઈન લીક કરે છે. ફિલ્મ શહજાદા સાથે પણ એવું જ થયું છે. રિલીઝના પહેલા જ દિવસે આ ફિલ્મ પણ લીક થઈ ગઈ છે, જેના કારણે મેકર્સને મોટું નુકસાન થઈ શકે છે. જે સાઈટ પર આ ફિલ્મ લીક થઈ છે તેમાં મૂવીરૂલ્ઝ અને તમિલરોકર્સ જેવી સાઈટ્સ છે.

શાહરુખ ખાનની પઠાણ સાથે છે ટક્કર

શહજાદા એવા સમયે રિલીઝ થઈ જ્યારે શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ થિયેટરોમાં ધમાકેદાર કમાણી કરી રહી છે. 25 જાન્યુઆરીએ રિલીઝ થયેલી કિંગ ખાનની ફિલ્મે રિલીઝના માત્ર 23 દિવસમાં 976 કરોડની કમાણી કરી લીધી છે. પઠાણની સફળતાની ઉજવણી કરવા માટે મેકર્સ આ 17 ફેબ્રુઆરી માટે ફિલ્મની ટિકિટ ઘટાડીને માત્ર 110 રૂપિયા કરી દીધી છે. હવે જોવાનું એ રહેશે કે આવી પરિસ્થિતિમાં કાર્તિકની ફિલ્મ શહજાદા કમાલ કરી શકે છે નહીં.

ભૂલ ભુલૈયા પછીની આ ફિલ્મ લોકોને આવી હતી પસંદ

ગયા વર્ષે કાર્તિક આર્યન ફિલ્મ ભુલ ભુલૈયા દ્વારા રુહ બાબા બનીને પડદા પર ધમાલ મચાવી હતી. લોકોને તેની ફિલ્મ ખૂબ પસંદ આવી અને તેણે બોક્સ ઓફિસ પર 250 કરોડનું કલેક્શન કર્યું. ભૂલ ભુલૈયા 2 પછી ડિસેમ્બર 2022માં ડિઝની પ્લસ હોટસ્ટાર પર કાર્તિકની ફ્રેડી રિલીઝ થઈ હતી અને તેના દ્વારા કાર્તિકે તેના શાનદાર પ્રદર્શનથી લોકો પર ઊંડી છાપ છોડી હતી.

આપણ  વાંચો-સૈફ અલી ખાન બનશે નિર્માતા, આ વિદેશી સિરીઝની રિમેક સાથે OTT માં ફરશે પરત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ