Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Media : ગુજરાત ફર્સ્ટના નિર્ણયની પ્રિન્ટ મીડિયાએ કરી પ્રશંસા

07:30 PM Apr 04, 2024 | Vipul Pandya

Media : જાણીતી ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલના મેનેજમેન્ટના એક નિર્ણયથી પત્રકારત્વના ઇતિહાસમાં નવો આયામ લખાયો છે. ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઇ પટેલ અને એમ.ડી જસ્મીનભાઇ પટેલે પોતાના કર્મચારીને પરિવાર તરીકે ગણીને લીધેલા નિર્ણયની ચારે બાજુ પ્રશંસા થઇ રહી છે. રાજ્યભરના મીડિયા (Media) માં આ નિર્ણયની નોંધ લેવાઇ છે. પ્રિન્ટ મીડિયાએ તો આ અંગેના સમાચારો પણ પ્રસિદ્ધ કર્યા છે. ઉલ્લેખનિય છે કે ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી છે.

લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત

ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારીઓને પરિવારનું બિરૂદ આપ્યું છે. ગુજરાત ફર્સ્ટે પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી છે. ગુજરાત ફર્સ્ટના ચેરમેન મુકેશભાઇ પટેલ અને એમ.ડી જસ્મીનભાઇ પટેલે કર્મચારીઓના હિતમાં આ અભૂતપૂર્વ કહી શકાય તેવી યોજના જાહેર કરી છે.

મીડિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ગુજરાત ફર્સ્ટ મેનેજમેન્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે

ગુજરાત ફર્સ્ટ મેનેજમેન્ટના આ નિર્ણયની ચારેબાજુ પ્રશંસા થઇ રહી છે કારણ કે દેશના પ્રિન્ટ હોય કે ઇલેકટ્રોનિકસ કે પછી ડિજીટલ મીડિયા હોય…પોતાના કર્મચારી માટે ક્યારેય આ પ્રકારના નિર્ણય લેવાયા નથી. અને તેથી મીડિયા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ ગુજરાત ફર્સ્ટ મેનેજમેન્ટના આ નિર્ણયને આવકારી રહ્યા છે. પત્રકારો તો સાચા દિલથી આ નિર્ણયની પ્રશંસા કરી રહ્યા છે.

ગુજરાત ફર્સ્ટ મેનેજમેન્ટના આ નિર્ણયની પ્રિન્ટ મીડિયાએ પણ નોંધ લીધી

ગુજરાત ફર્સ્ટ મેનેજમેન્ટના આ નિર્ણયની પ્રિન્ટ મીડિયાએ પણ નોંધ લીધી છે અને આ નિર્ણયને આવકાર્યો છે. જાણીતા અખબારોએ તો પોતાના અખબારમાં આ અંગેના સમાચાર પણ પ્રસિદ્ધ કર્યા છે. અખબારો લખે છે કે ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર ગુજરાત ફર્સ્ટનું અભૂતપૂર્વ કદમ..

સ્ટાફ માટે લોયલ્ટી યોજનામાં મીડિયા જગતમાં ગુજરાત ફર્સ્ટ

અખબારોએ નોંધ લીધી છે કે સ્ટાફ માટે લોયલ્ટી યોજનામાં મીડિયા જગતમાં ગુજરાત ફર્સ્ટ…ઉપરાંત અખબારોમાં લખાયું છે કે ગુજરાત ફર્સ્ટનું અભૂતપૂર્વ પગલું..ગુજરાતી મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર કર્મચારીઓ માટે જાહેર કરાઇ અનોખી લોયલ્ટી યોજના. રાજ્યભરના અખબારો આ નિર્ણયને વધાવી રહ્યા છે.

50 હજારની ઈન્સ્ટન્ટ લોન કોઈપણ વ્યાજ વિના આપવામાં આવશે

ઉલ્લેખનિય છે કે આ યોજના અંતર્ગત કર્મચારીઓને દર વર્ષે નિશ્ચિત ઈન્ક્રીમેન્ટ તો અપાશે જ તે ઉપરાંત કાર્ડધારક કર્મચારીને વર્ષે સેલરીના 100 ટકા સુધીનું બોનસ આપવામાં આવશે. આ ઉપરાંત ઈમરજન્સી સંજોગોમાં કર્મચારીઓને વ્યાજે નાણાં ન લેવા પડે તે માટે 50 હજારની ઈન્સ્ટન્ટ લોન કોઈપણ વ્યાજ વિના આપવામાં આવશે. ઇમરજન્સીમાં કર્મચારીઓને જો નાણાંની જરુર પડે તો બેંક કે ફાઇનાન્સીઅલ કંપનીઓમાંથી વધુ વ્યાજે લોન લેવી પડતી હતી અને તેને આર્થિક બોજો પડતો હતો પણ કંપનીના આ નિર્ણયથી કર્મચારીને વગર વ્યાજે 50 હજારની લોન મળશે.

કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના ખાતામાં સીધા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર

કોઈપણ કર્મચારીનું ચાલુ ફરજ દરમિયાન મૃત્યુ થાય તો પરિવારના ખાતામાં સીધા 5 લાખ રૂપિયા ટ્રાન્સફર કરવાની જોગવાઇ પણ આ યોજના અંતર્ગત કરાઇ છે. આ યોજનાના આકર્ષણનું વધુ એક પાસું એ છે કે વિશેષ કાર્ય કરનારા કર્મચારીઓને ક્રેડિટ પોઈન્ટ્સના આધારે 1 લાખ રૂપિયાના કેશ રિવૉર્ડ્ઝ પણ આપવામાં આવશે.

દરેક કર્મચારીને અને તેના પરિવારને 2 લાખ સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ કોઈપણ શુલ્ક વિના

સામાન્યતઃ કર્મચારીઓને અપાતા હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રિમિયમ તેમની સેલેરીમાંથી કપાતું હોય છે પરંતુ ગુજરાત ફર્સ્ટના દરેક કર્મચારીને અને તેના પરિવારને 2 લાખ સુધીનો હેલ્થ ઈન્સ્યોરન્સ કોઈપણ શુલ્ક વિના આપવામાં આવશે. ઉપરાંત અનિવાર્ય સંજોગોમાં કાર્ડધારક કર્મચારીને 15 દિવસની વધારાની એડવાન્સ લીવનો લાભ પણ આપવામાં આવશે. ઉપરાંત ઓફિસમાં દર 6 મહિને દરેક કર્મચારીના હેલ્થ ચેકઅપ માટે મેડિકલ કેમ્પ પણ યોજાશે.

આ પણ વાંચો—--GUJARAT FIRST એ પોતાના તમામ કર્મચારી માટે લોયલ્ટી ગોલ્ડન કાર્ડ યોજનાની જાહેરાત કરી