Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

પ્રેમિકાએ પ્રેમીની બહેન સાથે એવો કાંડ કર્યો કે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ

08:56 AM Apr 25, 2023 | Vipul Pandya

સુરતમાં પુણાગામ ખાતે રહેતી યુવતીએ લોકરક્ષકની ભરતી પરીક્ષા પાસ કરી હતી. ત્યારબાદ તેના ડોક્યુમેન્ટ પણ વેરિફાઈ થઈ ગયા હતા. પરંતુ કોઈ અજાણ્યાએ યુવતીના કન્ફર્મેશન નંબર અને રજિસ્ટર મોબાઈલ નંબરના ઓટીપીનો ઉપયોગ કરીને બારોબાર તેનું ફોર્મ રદ્દ કરી પરત ખેંચી લેતા તેણીએ સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ કરતા યુવતીના ભાઈની ગર્લફ્રેન્ડ જ આરોપી નીકળતા પરિવાર ચોંકી ગયો હતો. સાયબર પોલીસે તેણીની ધરપકડ કરી હતી.
ઉમેદવારની ખોટી સહી કરીને અરજી અપલોડ કરી હતી
લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ભરતીના આગળના તબક્કાઓમાં ઉમેદવારી રદ કરવા અને પસંદગીનો હક જતો કરવા માટે અજાણ્યાએ ઉમેદવારની ખોટી સહી કરીને અરજી અપલોડ કરી હતી. આ મામલે ઉમેદવાર દ્વારા સુરત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. 
સુરત સાયબર ક્રાઇમ પોલીસે સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ હતી જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વર્ષ 2021-22ની લોક રક્ષકની ભરતીમાં ફરિયાદીએ લેખિત અને પ્રેક્ટીકલ પરીક્ષા પાસ કરી હતી અને ફરિયાદી દ્વારા તેના ભાઈનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવવામાં આવ્યો હતો. ત્યારે લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારની ઉમેદવારી રદ કરવા માટે કોઈ અજાણ્યાએ 8-10-2022ના રોજ ઉમેદવારની જન્મ તારીખે એન્ટર કરીને ઓનલાઈન ફોર્મમાં રજીસ્ટ્રેશન નંબર ઉપર આવેલા ઓટીપીનો ઉપયોગ કરીને ઉમેદવાર ભરતી પ્રક્રિયામાં આગળના તબક્કાઓમાં પોતાની ઉમેદવારી રદ કરવા માંગે છે અને તે પોતાની ઉમેદવારી પરત ખેંચી લેવા માગે છે તે બાબતેની એક અરજી અપલોડ કરી હતી. 
સાયબર ક્રાઇમ આરોપીની  કરી  ધરપકડ  
ત્યારે આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસે દ્વારા ટેકનિકલ સર્વે લેન્સના આધારે તપાસ કરતા સામે આવ્યું હતું કે લોકરક્ષકની પરીક્ષા પાસ કરનાર ઉમેદવારના ફોર્મમાં ખોટી સહી કરીને તેની ઉમેદવારી પરત ખેંચવા બાબતેની ખોટી અરજી સુરતના પુણાગામ ખાતે રહેતી જાગૃતિ પાંડવ નામની યુવતી દ્વારા કરવામાં આવી છે. તેથી સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા જાગૃતિ પાંડવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.