Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Ahmedabad Police : શહેરના તમામ PI બદલાઇ જશે

01:29 PM Feb 16, 2024 | Vipul Pandya

Ahmedabad Police : અમદાવાદ પોલીસ (Ahmedabad Police) સાથે જોડાયેલા સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેર પોલીસ (Ahmedabad Police) તંત્રના તમામ પીઆઇ બદલાઇ જશે. પોલીસ કમિશર જી.એસ.મલિક પાસે પીઆઇની બદલીનું લિસ્ટ તૈયાર છે અને ગાંધીનગરથી લીલી ઝંડી મળ્યા બાદ બદલીના હુકમો થશે તેમ મનાઇ રહ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં પણ મોટા પાયે ફેરફાર

લોકસભાની ચૂંટણી પહેલા સ્વાભાવીક રીતે વહિવટીતંત્ર અને પોલીસ તંત્રમાં બદલીઓ થતી હોય છે. લાંબો સમય એક જગ્યાએ રહેલા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની બદલીઓ થતી હોય છે ત્યારે લોકસભા ચૂંટણી પહેલા આઇએએસની બદલી થઇ ચુકી છે અને આઇપીએસ અધિકારીઓની બદલી પણ ગમે ત્યારે થાય તેવા ભણકારા વાગી રહ્યા છે. હવે લોકસભાની ચૂંટણી પૂર્વે અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં પણ મોટા પાયે ફેરફાર થાય તેવા ભણકારા વાગી રહ્યા છે.

લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસ તંત્રમાં બદલીઓનો મોટો ગંજીપો ચીપાશે

સુત્રોના કહેવા મુજબ લોકસભાની ચૂંટણી પહેલા અમદાવાદ પોલીસ તંત્રમાં બદલીઓનો મોટો ગંજીપો ચીપાશે. અમદાવાદ શહેર પોલીસ તંત્રના તમામ પીઆઇ બદલાઇ જશે. અમદાવાદના પોલીસ કમિશનર જી.એસ.મલિક પાસે પીઆઇની બદલીઓની લિસ્ટ તૈયાર છે અને ગાંધીનગરથી હુકમ મળ્યા બાદ બદલીના હુકમ થશે તેમ મનાઇ રહ્યું છે.

નવા આવેલા પીઆઇને પોલીસ સ્ટેશ ફાળવવામાં આવશે

આગામી 2થી 3 દિવસમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ સ્ટેશન ફાળવાઇ જશે. સુત્રોએ કહ્યું કે અમદાવાદ શહેરના મોટાભાગના પીઆઇની બદલી જિલ્લામાં તથા અન્ય વિભાગમાં કરવામાં આવી છે. અન્ય જિલ્લાના પીઆઇની બદલી અમદાવાદમાં કરાશે અને ત્યારબાદ નવા આવેલા પીઆઇને પોલીસ સ્ટેશ ફાળવવામાં આવશે.

અમદાવાદમાં નવા પીઆઇ આવશે

હાલ અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનમાં પીઆઇ સસ્પેન્ડ હોવાથી પોલીસ સ્ટેશનનો ચાર્જ સેકન્ડ પીઆઇ પાસે છે જેથી ત્યાં પણ નવા પીઆઇ મુકાઇ શકે છે. આ સાથે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇની નવસારી બદલી થતાં વધારાનો ચાર્જ નરોડા પોલીસના પીઆઇને આપવામાં આવ્યો હતો જેથી કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પણ નવા પીઆઇની મુકાઇ જશે.

અમદાવાદમાં ફરજ બજાવતા 12 પીઆઇની બદલી

ઉપરાંત અમદાવાદમાં ફરજ બજાવતા 12 પીઆઇની બદલી થઇ ગઇ હોવાથી તેમની જગ્યાએ નવા પીઆઇની નિમણુંક કરવામાં આવશે. IPS અધિકારીઓની બદલી થયા બાદ તમામ PIને પણ પોલીસ સ્ટેશનની ફાળવણી કરવામાં આવી શકે છે

IPS અધિકારીઓની બદલી અને બઢતી અંગે લિસ્ટ પણ સરકાર પાસે તૈયાર

આ સાથે અમદાવાદમાં સિનિયર અધિકારીઓની પણ બદલી થશે અને IPS અધિકારીઓની બદલી અને બઢતી અંગે લિસ્ટ પણ સરકાર પાસે તૈયાર છે. સુત્રોએ કહ્યું કે અમદાવાદ રેન્જ આઇજી , SP અને ક્રાઈમ બ્રાન્ચના કારણે બદલીઓ અટકી પડીછે. ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલિક પણ 3 વર્ષ કરતાં વધુ સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવી રહ્યા છે. બીજી તરફ અમદાવાદ ગ્રામ્યના એસપીની દિલ્હી ખાતે ડેપ્યુટેશન પર ગયા છે જેથી અમદાવાદના એસપીનો ચાર્જ હાલ ડીવાયએસપી પાસે છે.

આ પણ વાંચો—-GUJARAT ATS : મહા તોડકાંડના સૂત્રધાર PI તરલ ભટ્ટનો ફરી કેમ મેળવ્યો કબજો ?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ