+

બરડામાં ફરી સાવજયુગ : સાવજ ‘સમ્રાટ’ને મળ્યો જીવન સંગીનીનો સાથ

વન વિભાગ દ્વારા દોઢ માસ પૂર્વે જીનપૂલમાંથી મુક્ત કરાયેલી સિંહણ અને સાવજ `સમ્રાટ’નો બરડા અભયારણ્યમાં મુક્ત વિહાર: ટે્રકર ટીમ તથા સેટેલાઈટ દ્વારા સતત થતું ટે્રકિંગ: કાળઝાળ ગરમીમાં સહ યુગલ સહિતના…

વન વિભાગ દ્વારા દોઢ માસ પૂર્વે જીનપૂલમાંથી મુક્ત કરાયેલી સિંહણ અને સાવજ `સમ્રાટ’નો બરડા અભયારણ્યમાં મુક્ત વિહાર: ટે્રકર ટીમ તથા સેટેલાઈટ દ્વારા સતત થતું ટે્રકિંગ: કાળઝાળ ગરમીમાં સહ યુગલ સહિતના પ્રાણીઓ માટે જંગલ ખાતા દ્વારા વોટર પોઈન્ટને કરાયા પાણીથી છલોછલ

દરિયાઇ વિસ્તારમાંથી ફરતો ફરતો સાવજ ૧૮ જાન્યુઆરીએ બરડામાં પહોંચ્યો હતો

માંગરોળ પંથકના દરિયાઈ વિસ્તારમાંથી ફરતાં-ફરતાં ગત વર્ષે દિવાળી સમયે પોરબંદરના સીમાડા સુધી આવી પહોંચેલા ડાલામથ્થાંએ પોરબંદરના છાયા તથા ઓડદર-રતનપર વિસ્તારમાં ત્રણથી ચાર માસ જેટલો સમય ધામા નાંખ્યા બાદ આ સાવજને બરડા ડુંગરમાં વસાવવા જંગલ ખાતા દ્વારા હાથ ધરાયેલા પ્રયાસોને આખરે ગત જાન્યુઆરી માસમાં આસપાસ સફળતા મળી હતી અને આ સાવજ `સમ્રાટ’એ બરડાને પોતાની કાયમું નિવાસસ્થાન બનાવી લીધું હતું.

વન વિભાગે સમ્રાટનું સંગીની સાથે કરાવ્યું મિલન

છેલ્લાં ત્રણ માસ જેટલાં સમયથી બરડામાં મુક્તપણે વિહરી રહેલા `સમ્રાટ’ને સાથ આપવા માટે જંગલ ખાતા દ્વારા અહીં પહેલેથી જ કાર્યરત જીનપુલમાંથી એક સિંહણને બરડાના જંગલમાં મુક્ત કરવામાં આવી છે અને `સમ્રાટ’ને આ સંગિનીનો સાથ મળતાં તેની એકલતા દૂર થવા સાથે જ બાળ સિંહની મસ્તીથી બરડો ડુંગર ફરી એકવાર ખીલી ઉઠશે.પોરબંદરના પાદરમાં આવેલ રતનપરના દરિયાઇ કાંઠે ઓક્ટોબર-૨૦૨૨ ના દિવસે આવી ચડેલા સિહે તે વિસ્તારમાં જ પડાવ નાખ્યો હતો અને ચારેક માસ સુધી તે રતનપર, ઓડદર સહિતના વિસ્તારમાં જ નો મુકામ રાખ્યો હતો અને અહીં અનેક મારણ કર્યા હતા. સિદ્ધે આ વિસ્તારમાં આંટાફેરા હોવાના અનેક વિડીયો પણ વાઈરલ થઇ હતા. સિંહનો આ વિસ્તારમાં જ વસવાટ થાય તે માટે સિંહ પ્રેમીઓ દ્વારા તંત્રને રજૂઆત પણ કરાઈ હતી પરંતુ ત્યાર બાદ સિંહે દિશા બદલી અને દરિયાકાંઠાના જંગલ વીધી હાઇવે ક્રોસ કરી બરડા અઘોરપ તરફ પ્રયાણ કર્યું હતું. લગભગ સાડાત્રણ વર્ષની ઉંમરનો આ નર સિંહ ૧૮મી જાન્યુઆરીના બરડા અભયારણ્યમાં પવેશ્યો હતો. અને પ્રથમ વખત તે રાણાવાવ રેન્જમાં રાણાવાવ રાઉન્ડની મોટા જંગલ બીટમાં દેખાયો હતો.

સિંહ-સિંહણ માટે પુરતા ખોરાકની વ્યવસ્થા

૩૦ માર્ચ, ૨૦૨૩ના રોજ જીન પૂલમાંથી એક સહણને જંગલ ખાતા દ્વારા બરડા અભયારણ્યમાં મુક્ત કરવામાં આવી હતી. આ માહીતી આજે બહાર આવી છે. આ સહ યુગલ માટે બરડા અભયારણ્યમાં શિકારના આહારને વધારવાના ચાલી રહેલા પ્રયાસોના ભાગરૂપે ચિતલ ( નર, માદા) અને સાંબર (નર, માદા)ને પણ છોડવામાં આવ્યા હતા. વળી બરડા અભયારણ્યમાં સારી સંખ્યામાં રોઝ અને જંગલી ભૂંડ છે, જે પણ સિંહના કુદરતી આહારનો ભાગ છે. .આથી ખોરાક અને પાણીની પુરતી વ્યવસ્થા હોવાથી સિંહ- સિંહણ ને પુરતો ખોરાક મળી શકે છે.

 

નિષ્ણાંત ટ્રેેકરો દ્વારા યુગલ પર બાજ નજર

કાળઝાળ ગરમીમાં બરડા અભયારણ્ય ખાતે પ્રાણીઓને ચોવીસ કલાક પાણી મળી રહે તે માટે હાલના કુદરતી પાણીના પોઈન્ટ ઉપરાંત વન વિભાગે અનેક કૃત્રિમ પાણીના પોઈન્ટ બનાવ્યા છે જે નિયમિતપણે સ્ટાફ દ્વારા ભરવામાં આવે છે.

બરડા અભયારણ્યમાં આ સિંહોની હિલચાલ પર નજર રાખવા પોરબંદર વિભાગ દ્વારા એક ટ્રેકિંગ ટીમ તૈનાત કરવામાં આવી છે. ઉપરાંત સિંહને પહેરાવવામાં આવેલા રેડિયો કોલરના આધારે તેમનું સેટેલાઈટ થકી ટ્રેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. પોરબંદરના ડીસીએફ અજ્ઞેશ્વર વ્યાસ, આરએફઓ ભમ્મર ઉપરાંત જંગલ ખાતાના અન્ય અધિકારીઓ પણ આ સિંહ- સિંહણ યુગલ તથા તેમની સુરક્ષા માટે ચાંપતી નજર રાખી રહ્યા છે.

૧૪૩ વર્ષ બાદ બરડામાં સિંહનું આગમન

પોરબંદરમાં વર્ષો અગાઉ બરડામાં પણ સિંહોનો વસવાટ હોવાના પુરાવા મળે છે અને છેલ્લે તે ૧૮૭૯ માં અહી હોવાનું જાણવા મળે છે ત્યાર બાદ સિંહ ફક્ત ગીરમાં જ જોવા મળતા હતા પરંતુ ૧૪૩ વર્ષ બાદ સિંહે તેનું મૂળ ઘર બરડા જંગલ શોધી જાતે જ ત્યાં પહોંચી ચાર માસથી વસવાટ કરતા સિંહ પ્રેમીઓમાં પણ રોમાય જોવા મળે છે. સિંહોનું તેમના બીજા ઘર તરફ આ કુદરતી સ્થળાતર એક ઐતિહાસિક ઘટના છે. ઘણા નિષ્ણાતો માને છે કે બરડા વન્યજીવ અભયારણ્ય સિંહો માટે એક આદર્શ ઘર બનાવે છે કારણ કે તે પર્યાવરણીય આબોહવાની સુવિધાઓ અને માનવ વસ્તીની દ્રષ્ટિએ ગીરના જંગલ જેવું લાગે છે.

Whatsapp share
facebook twitter