+

એક સમયે જામનગરનાં રાજવીએ પોલેન્ડના 1000 અનાથ બાળકોને દત્તક લીધા હતા : જાણો સમગ્ર ઇતિહાસ

રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા છે. અને પોલેન્ડ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આશરો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ તો ખબર પડે કે, પોલેન્ડ અત્યારે ભારતીયોનું ઋણ ચૂકવી રહ્યું છે. જે તે સમયે જામનગરનાં રાજવીએ પોલેન્ડના 1000 જેટલા બાળકો સહિત મહિલાઓને આશરો આપ્યો હતો. શું છે સમગ્ર ઇતિહાસ આવો à
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે ભારતના હજારો વિદ્યાર્થીઓ યુક્રેનમાં અભ્યાસ કરવા ગયા છે. અને પોલેન્ડ દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આશરો આપવામાં આવી રહ્યો છે. પરંતુ ઇતિહાસના પાના ઉથલાવીને જોઈએ તો ખબર પડે કે, પોલેન્ડ અત્યારે ભારતીયોનું ઋણ ચૂકવી રહ્યું છે. જે તે સમયે જામનગરનાં રાજવીએ પોલેન્ડના 1000 જેટલા બાળકો સહિત મહિલાઓને આશરો આપ્યો હતો. શું છે સમગ્ર ઇતિહાસ આવો જાણીએ.
વાત છે દ્વિતીય વિશ્વ યુદ્ધના સમયની, જયારે રશિયા-યુએસએસઆર સંગઠિત દેશોએ પોલેન્ડ પર ચડાઈ કરી હતી એ સમયે ભારત આવેલ એક હજારથી વધુ બાળકો અને મહિલાઓને જામનગરના જે તે સમયના મહારાજા દિગ્વિજય સિંહે શરણ આપી, પોલેન્ડનો વારસો જીવિત રાખ્યો હતો. આજે જયારે ભારતીય વિદ્યાર્થીઓ પર યુક્રેનમાં આફત આવી છે ત્યારે પોલેન્ડ પાસે ઋણ ચુકવવાનો અવસર આવ્યો છે.
દિગ્વિજયસિંહજીએ 1000 બાળકોને દત્તક લઇ બાલાચડીમાં રાખ્યા 
વર્ષ 1939માં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો, જર્મન તાનાશાહ હિટલર અને સોવિયત રશિયાના તાનાશાહ સ્ટાલિનની વચ્ચે ગઠબંધન થયું. જર્મન અટેકના 16 દિવસ બાદ સોવિયત સેનાએ પોલેન્ડ પર હુમલો કર્યો હતો. પોલેન્ડ પોતાની શરણમાં ન આવ્યું ત્યાં સુધી તાબાવી વર્તાવી હતી. આ યુધ્ધમાં પોલેન્ડના સેંકડો સૈનિક માર્યા ગયા હતા. અને ઘણા બાળકોને કેમ્પમાં આશરો આપવામાં આવ્યો હતો પરંતુ બાદમાં 1941માં રશિયાએ કેમ્પ ખાલી કરવાનો ઓર્ડર આપી દીધો હતો. પરંતુ હવે આ બાળકોનું કોણ?
ત્યારપછી બ્રિટનની વોર કેબિનેટની બેઠક મળી અને તે વિકલ્પો પર વિચારણા કરવામાં આવી કે કેમ્પમાં રહેતા પોલેન્ડના બાળકો માટે શું કરી શકાય. બ્રિટિશ વોર કેબિનેટની બેઠકમાં નવાનગરના રાજા દિગ્વિજયસિંહજી જાડેજા પણ હાજર રહ્યા હતા અને તેઓએ કહ્યું કે, આ બાળકોની સંભાળ હું રાખીશ લગભગ 1000 લાચાર પોલેન્ડ બાળકોને મહારાજા દિગ્વિજિય સિંહજીએ જામનગરથી 25 કિમી દૂર બાલાચડી ગામમાં આશ્રય આપ્યો હતો અને કહ્યું હતું કે, હવે તેઓ તેમના પિતા છે. બાદમાં દરેક બાળકો માટે મહારાજાએ રહેવાની, જમવાની વસ્ત્રોની વ્યવસ્થા કરી અને પોલેન્ડની ભાષા શીખવાડી એક પુસ્તકાલય બનાવ્યું. અને બાળકોનો તમામ ખર્ચ મહારાજા દિગ્વિજય સિંહજીએ ઉઠાવ્યો.
પોલેન્ડમાં આજે પણ જામનગરના રાજવીના નામે વિસ્તારોના નામ
વર્ષ 1945માં વિશ્વયુદ્ધ ખતમ થવા પર પોલેન્ડના સોવિયત યુનિયનેમાં ભળી ગયું. પોલેન્ડની સરકારે ભારતમાં રહેતા બાળકોને પાછા લાવવાનું વિચાર્યું. તેમણે મહારાજા સાથે વાત કરી. મહારાજાએ પોલિશ સરકારને કહ્યું કે, આપના બાળકો તમારી અમાનત છે, આપ જ્યારે પણ ઈચ્છો, લઈ જાવ. અને બાદમાં બાળકો પરત ફર્યા. બાદમાં 43 વર્ષ બાદ સન 1989માં સોવિયત સંઘથી અલગ થઈ ગયું. સ્વતંત્ર પોલેન્ડની સરકારે રાજધાની વોરસોના એક ચોકનું નામ દિગ્વિજય સિંહના નામ પર રાખ્યું . જો કે મહારાજાનું નિધન 1966માં થઈ ચૂક્યું હતું. 2012માં વોરસોના એક પાર્કનું નામ પણ આપવામાં આવ્યું, વર્ષ 2013માં વોરસોમાં ફરીથી એક ચોકનું નામ ગુડ મહારાજ સ્ક્વેયર નામ આપવામા આવ્યું, એટલું જ નહી મહારાજાને પોતાના સર્વોચ્ચ નાગરિક સન્માન કમાંડર્સ ક્રોસ ઓફ દિ ઓર્ડર ઓફ મેરિટ પણ આપ્યું છે. 
2013માં નવ વૃદ્ધ જામનગર આવ્યા અને રડી પડ્યા 
2013માં પોલેન્ડથી નવ વૃદ્ધ જામનગરનાં બાલાચડી આવ્યા હતાં. આ એ જ બાળકો હતા જેને દિગ્વિજયસિંહ મહારાજે સાચવ્યા હતા અને તેનો ઉછેર કર્યો હતો. આ વૃદ્ધો પોતાનું બાળપણ અહી વીત્યું હતું તે જોઈને રડી પડ્યા હતાં. જે લાઈબ્રેરીમાં એક સમયે તેઓ વાંચતા હતા, તે આજે સૈનિક સ્કૂલમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને બાલાચડીમાં તેમની યાદમાં  સ્મારક પણ બનાવવામાં આવ્યું છે.
અનુરાધા ભટ્ટાચાર્ય નામના પ્રાધ્યાપક મહિલાએ વિશ્વયુદ્ધ દરિમયાન પોલેન્ડવાસીઓનો ભારતમાં આશરો એ વિષય પર સંશોધન કરી ‘સેકન્ડ હોમલેન્ડઃ પોલિસ રેફ્યુજી ઈન ઈન્ડિયા’ પુસ્તક લખ્યુ છે.તેમાં નવાનગર (હાલનું જામનગર)નાં મહારાજાની ઉદારતાનાં અનેક પ્રસંગો વર્ણવ્યા છે.
Whatsapp share
facebook twitter