Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય મહિલા ટીમે ટી20 સિરીઝ પર કર્યો કબ્જો, બીજી ટી-20માં શ્રીલંકાને 5 વિકેટથી હરાવ્યું

10:44 AM May 03, 2023 | Vipul Pandya

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે શનિવારે દામ્બુલામાં રમાયેલી બીજી T20 રોમાંચક મેચમાં શ્રીલંકાને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય મહિલા ટીમે ત્રણ મેચની શ્રેણી જીતી લીધી છે. ભારતે શ્રેણીની પ્રથમ મેચ 34 રને જીતી હતી જ્યારે ત્રીજી અને અંતિમ મેચ 27 જૂને આ જ સ્ટેડિયમમાં રમાશે. બીજી મેચમાં ભારતે શ્રીલંકાને 20 ઓવરમાં 7 વિકેટે 125 રન પર રોકી દીધું હતું અને ત્યારબાદ 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કરી લીધો હતો.
ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાએ 34 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 39, શેફાલી વર્મા અને એસ મેઘનાએ 17-17 જ્યારે કેપ્ટન હરમનપ્રીત કૌરે અણનમ 31 રન બનાવ્યા હતા. હરમનપ્રીતે પોતાના અનુભવનો પૂરો લાભ ઉઠાવતા બીજા છેડેથી સતત વિકેટો પડતી હોવા છતાં સંયમિત અને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી. તેણે 32 બોલમાં બે ચોગ્ગા ફટકાર્યા હતા. હરમનપ્રીતને તેની શાનદાર બેટિંગ માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
આ પહેલા પ્રથમ બેટિંગ કરતા યજમાન શ્રીલંકાએ સારી શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટ માટે 87 રન જોડ્યા હતા. જો કે, તે પછી ટીમ પત્તાના પોટલાની જેમ પડી ભાંગી હતી. યજમાન ટીમ તરફથી વિશ્મી ગુણારત્ને 50 બોલમાં 45 અને કેપ્ટન ચમારી અટાપટ્ટુએ 43 રન બનાવ્યા હતા. તેના સિવાય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યો નહોતો. ભારત તરફથી દીપ્તિ શર્માએ સૌથી વધુ બે વિકેટ લીધી હતી.