Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભારતીય ટીમે શ્રીલંકાને આપ્યો 374 રનનો ટાર્ગેટ, જોવા મળી વિરાટ-રોહિતની ધમાકેદાર બેટિંગ

04:46 AM Apr 17, 2023 | Vipul Pandya

ગુવાહાટીમાં ચાલી રહેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ક્રિકેટ ટીમે ધમાકેદાર બેંટિગ કરી હતી. ભારતીય ટીમે 50 ઓવરમાં 7 વિકેટના નુકશના સાથે 373 રન બનાવ્યા હતા. ભારતીય ટીમે શ્રીલંકાને 374 રનનો ટાર્ગેટ આપ્યો છે.આજની આ મેચમાં શ્રીલંકાની ટીમે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ તરફથી કેપ્ટન રોહિત શર્મા અને શુભમન ગિલ ઓપનર તરીકે મેદાન પર ઉતરર્યા હતા.હાલમાં જ ઝડપી સદી મારનાર ઈશાન કિશનના સ્થાને શુભમન ગિલને સ્થાન આપવમાં આવ્યું હતું. શુભમન ગિલને મળેલી આ તકનો તેણે લાભ ઉઠાવ્યો હતો અને પોતાની જાતને સાબિત કરી હતી. રોહિત શર્મા 83 રન અને શુભમન ગિલ 70 રન મારીને આઉટ થયા હતા.

ભારતના દિગ્ગજ ક્રિકેટર વિરાટ કોહલીએ આ મેચમાં પોતાની કરિયરની 73મી સદી ફટકારી છે. વનડે ક્રિકેટમાં કોહલીની આ સતત બીજી સદી છે.શ્રીલંકા સામેની 73મી સદી પહેલા વિરાટ કોહલીએ બાંગ્લાદેશ સામેની ત્રીજી વનડેમાં સદી મારી હતી. આ સાથે જ વિરાટ કોહલીએ પોતાની વનડે કરિયરની 45મી સદી ફટકારી છે.ભારતની ધરતી પર વિરાટ કોહલીએ 4 વર્ષ બાદ સદી ફટકારી છે. તેણે ભારતની ધરતી પર છેલ્લી સદી 8 માર્ચ 2019ના રોજ રાંચીમાં ઓસ્ટ્રેલિયા સામે મારી હતી. આજની મેચમાં વિરાટ કોહલીએ 80 બોલમાં સદી ફટકારી હતી.

ઇશાન કિશન અને સૂર્યકુમાર યાદવને નહી મળે સ્થાન

ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રથમ મેચ ગુવાહાટીમાં રમાશે. મેચ પહેલા રોહિત શર્માએ વિકેટકીપર અને યુવા ખેલાડી ઈશાન કિશનને લઈને સ્પષ્ટ કરી દીધું છે કે તે પહેલી મેચ નહીં રમે. શુભમન ગિલ રોહિત સાથે ઓપનર તરીકે મેદાનમાં ઉતરશે. ઈશાને બાંગ્લાદેશ પ્રવાસ પર ત્રીજી વનડેમાં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. વિરાટ કોહલી નંબર-3 પર રમવાનું નિશ્ચિત છે. વર્ષ 2022ની વાત કરીએ તો શ્રેયસ ઐય્યરે સારું પ્રદર્શન કર્યું હતું અને ટીમ ઈન્ડિયા માટે સૌથી વધુ રન બનાવ્યા હતા.

છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકારી હતી

સૂર્યકુમાર યાદવે શ્રીલંકા સામેની ટી20 શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી T20માં ધમાકેદાર સદી ફટકારી હતી. તે 2023માં સદી ફટકારનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો હતો. જોકે, વનડે-માં તેનો રેકોર્ડ કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં શ્રેયસ ઐય્યરનું પ્રથમ વનડેમાં નંબર-4 પર રમવું નિશ્ચિત માનવામાં આવે છે. વન-ડે શ્રેણી માટે કેએલ રાહુલને વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. તે નંબર-5 પર ટીમમાં સ્થાન મેળવી શકે છે. હાર્દિક પંડ્યા અને અક્ષર પટેલે ટી20 શ્રેણીમાં ઓલરાઉન્ડર તરીકે સારો દેખાવ કર્યો હતો. અક્ષર પ્લેયર ઓફ ધ સીરિઝ રહ્યો હતો.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ