Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

યુદ્ધની ભીષણ પરિસ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ ઠાલવી વેદના, સરકાર કરે જલ્દી મદદ

05:52 AM Apr 29, 2023 | Vipul Pandya

યુક્રેન-રશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સૈન્ય કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ સાથે પુતિને યુક્રેનની સેનાને આત્મસમર્પણ કરવાનું કહ્યું છે. રશિયન સેના યુક્રેનના ઘણા શહેરોમાં ઘૂસી ગઈ છે અને સતત વિસ્ફોટ કરી રહી છે. રશિયન રાષ્ટ્રપતિ ધમકી આપી હતી કે, જો કોઈ યુક્રેન અને તેની વચ્ચે આવશે તો તેના પરિણામ ભયાનક હશે. આ વચ્ચે યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાયા હોવાનુ સામે આવ્યું છે. 

આપને જણાવી દઇએ કે, રશિયા-યુક્રેન જંગ વચ્ચે યુક્રેનમાં ઘણા ભારતીયો ફસાઇ ગયા છે. જેમા એક વિદ્યાર્થીનીએ વિડીયો શેર કરતા ભારત સરકાર પાસે મદદ માગી છે. આ વિદ્યાર્થીની ગુજરાતના ભરૂચની છે, જેનું નામ આઇશા શેખ છે. ભારતથી યુક્રેન અભ્યાસ માટે ગયેલી આઇશાએ તાજેતરમાં રશિયા દ્વારા યુક્રેનમાં થઇ રહેલા હુમલાને લઇને એક વિડીયો શેર કર્યો છે. 
તેણે આ વિડીયોમાં કહ્યુ કે, “હુ અહી યુક્રેનમાં ફસાઇ ગયઇ છું. અમે અહી ટર્નોપીલમાં રહીએ છીએ, વિડીયોમાં આઇશાએ પોતે યુક્રેનમાં ક્યા રહે છે તે પણ જણાવ્યું છે. તાજેતરમાં જે સ્થિતિ જોવા મળી રહી છે, તે પહેલા અમે અમારી ઈન્ડિયન એમ્બેસી અને યુનિવર્સિટી પાસેથી મદદ માગી પરંતુ અમારી યુનિવર્સિટીએ કે એમ્બેસીએ અમારી કોઇ જ મદદ કરી નહી. હવે પરિસ્થિતિ એવી છે કે અહી માર્શલ લો લાગું થવાનો છે. અહી ઈમરજન્સીની સ્થિતિ થઇ ગઇ છે, અહી ચારેબાજુએ યુદ્ધનું સાયરન વાગી રહ્યું છે. અહી માત્ર હુ જ નહી પણ મારી બે રૂમમેટ આશિતા અને દિવ્યા પણ ફસાઇ ગઇ છે. જેમા આશિતા રાજસ્થાનની વતની છે, જ્યારે દિવ્યા મધ્ય પ્રદેશની છે. અમે તમામ બાળકો અહી ફસાઇ ગયા છીએ. ત્યારે ભારત સરકારે અમને અહીથી જલ્દી નીકાળવા માટે પ્રયત્ન કરવો જોઇએ. પ્લીઝ અમારી મદદ કરો. અમારી તમામ ફ્લાઇટ્સ કેન્સલ થઇ ચુકી છે. અને અમને કોઇ જ ખ્યાલ નથી કે અમે ઈન્ડિયા કેવી રીતે જઇશું. જેટલા પણ બાળકો આજે એર ઈન્ડિયાથી જવાના હતા તે પણ હવે વતન જઇ શક્યા નથી કારણ કે, એર ઈન્ડિયા અહી આવી જ નહી. કેમ તે ન આવી ખબર નથી. અહી બધા ફસાઇ ગયા છે. અમે અમારી સરકારને અપીલ કરી રહ્યા છીએ કે, જલ્દીથી અમને અહીથી બહાર નિકાળો, મહારબાની કરીને પૈસા સામે ન જુએ. અમારું જીવન કિંમતી છે, અહી પરિસ્થિતિ જરા પણ સારી નથી. “
યુક્રેન પર રશિયાના હુમલામાં યુક્રેન હવે અન્ય દેશોની મદદ માગી રહ્યું છે. યુક્રેનની રાજધાની કિવમાં રશિયન સેનાએ એક-બે નહીં પરંતુ 12 હુમલા કર્યા છે. આ દરમિયાન ભારતમાં યુક્રેનના રાજદૂતે PM મોદીને મદદની અપીલ કરી છે. યુક્રેનના રાજદૂતે કહ્યું કે, ‘ઘણા દેશો તેમના સમર્થનમાં આગળ આવ્યા છે. ભારતના રશિયા સાથે સારા સંબંધો છે, તેઓ આ તણાવને ઘટાડવામાં મદદ કરી શકે છે, તેથી PM મોદીને વિનંતી છે કે તેઓ રશિયા સાથે વાત કરે અને આ તબાહીનો અંત લાવે. વળી, વિદેશ મંત્રાલય રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને એક બેઠક યોજવા જઈ રહ્યું છે. હાલમાં ભારત યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને બચાવવા માટે કોઈપણ રીતે પ્રયાસ કરી રહ્યું છે.