+

ડોલર સામે ભારતીય રૂપિયો ફરી તૂટયો, આજે 2 પૈસાના ઘટાડા સાથે ખૂલ્યો

ભારતીય રૂપિયો ડોલર સામે સતત ઘટી રહ્યો છે. આજે ફરી એક વાર ભારતીય માટે આર્થિક ચિંતામાં વધારો થયો છે.  ભારતીય રૂપિયામાં ઘટાડો ચાલુ છે અને તે ફરીથી આજે ઘટાડા સાથે ખૂલ્યો છે. આજે ડોલર રૂપિયાની સામે 2 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો છે. ગઈ કાલે રૂપિયો 77.53ની સપાટી પર બંધ થયો હતો અને આજે રૂપિયો 77.55ની સપાટી પર ખૂલ્યો છે.  એટલે કે ડૉલરના મુકાબલે રૂપિયામાં 2 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ફોરેક્સ ટ્રેડર્સનું ક

ભારતીય રૂપિયો ડોલર સામે સતત ઘટી રહ્યો છે. આજે ફરી એક વાર ભારતીય માટે આર્થિક ચિંતામાં વધારો થયો છે.  ભારતીય રૂપિયામાં ઘટાડો ચાલુ છે અને તે ફરીથી આજે ઘટાડા સાથે ખૂલ્યો છે. આજે ડોલર રૂપિયાની સામે 2 પૈસાના ઘટાડા સાથે ખુલ્યો છે. 

ગઈ કાલે રૂપિયો 77.53ની સપાટી પર બંધ થયો હતો અને આજે રૂપિયો 77.55ની સપાટી પર ખૂલ્યો છે.  એટલે કે ડૉલરના મુકાબલે રૂપિયામાં 2 પૈસાનો ઘટાડો નોંધાયો છે. ફોરેક્સ ટ્રેડર્સનું કહેવું છે કે ક્રૂડ ઓઈલની વધતી કિંમતોને કારણે ઈન્ટરનેશનલ માર્કેટનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું છે.  જેની અસર ભારતીય રૂપિયા પર પડી રહી છે. 
ભારતીય શેરબજારમાંથી વિદેશી ભંડોળ પાછા ખેંચવાના કારણે રૂપિયામાં નબળાઈ પણ વધી છે. સ્થાનિક ચલણ બજારમાંથી એવો કોઈ ફેરફાર નથી જે રૂપિયાને મજબૂત કરી શકે. ડૉલર ઇન્ડેક્સ આજે તેજીમાં છે અને તે વિશ્વની છ મુખ્ય કરન્સી સામે 0.04 ટકા વધીને 102.01ની સપાટી પર છે.
Whatsapp share
facebook twitter