+

સુરતમાં કોરોના સંક્રમણ સામે લડવા મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું

કોરોના કેસોમાં વધારો થતાં તંત્ર એલર્ટ થયુંપાલિકા તંત્ર સહિત હોસ્પિટલ તંત્ર પણ એક્શનમાં આવ્યુંસ્મીમેર હૉસ્પિટલ દ્વારા મોકડ્રીલ હાથ ધરાયુંજ્યારે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયોતબીબ અધિકારીઓ દ્વારા ઓક્સિજન વેન્ટિલેટર સહિતની ચકાસણી કરાઇસુરત શહેરમાં સતત બીજા દિવસે બે ડીજીટમાં કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થતાં કોવિડ બિલ્ડિંગમાં ફરી કોરોના વોર્à
  • કોરોના કેસોમાં વધારો થતાં તંત્ર એલર્ટ થયું
  • પાલિકા તંત્ર સહિત હોસ્પિટલ તંત્ર પણ એક્શનમાં આવ્યું
  • સ્મીમેર હૉસ્પિટલ દ્વારા મોકડ્રીલ હાથ ધરાયું
  • જ્યારે સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ તૈયાર કરાયો
  • તબીબ અધિકારીઓ દ્વારા ઓક્સિજન વેન્ટિલેટર સહિતની ચકાસણી કરાઇ
સુરત શહેરમાં સતત બીજા દિવસે બે ડીજીટમાં કોરોનાના કેસ નોંધાયા છે. કોરોનાના કેસમાં વધારો થતાં કોવિડ બિલ્ડિંગમાં ફરી કોરોના વોર્ડ તૈયાર કરાયો છે. જ્યારે બીજી બાજુ પાલિકા દ્વારા ઑક્સિજન પ્લાન્ટ સહિત વેન્ટિલેટરનું મોકડ્રીલ કરાયું છે. 
શહેર-ગ્રામ્યમાં ફરી કોરોનાના કેસમાં વધારો થયો છે. સુરત શહેર અને જિલ્લા મળીને અહીં કુલ 14 કેસો સામે આવ્યા છે. સતત કેસ વધતા સુરત મહાનગર પાલિકાનું આરોગ્ય તંત્ર એક્શનમાં આવ્યું છે. પાલિકા દ્વારા સ્મીમેર હોસ્પિટલ ખાતે ઑક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટરનું મોકડ્રીલ કરાયું છે. આ અંગે પાલિકા ડે.આરોગ્ય કમિશનર આશિષ નાયક અને જે એન વાગેલા ડે.કમિશનરે જણાવ્યું હતું કે, હાલ કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેથી સાવચેતીના ભાગરૂપે પાલિકા દ્વારા આગોતરું આયોજનના ભાગરૂપે ઑક્સિજન પ્લાન્ટની ચકાસણી કરવામાં આવી છે. સાથે જ સ્મીમેરના હોસ્પિટલમાં પણ કોરોના વોર્ડ તૈયાર કરાયો છે અને અહીં કોરોના માટે રાખેલા વેન્ટિલેટરની પણ ચકાસણી કરાઇ છે.
કોરોના સક્રમણ વધતા પાલિકા તંત્ર સાથે સુરતની નવી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ એલર્ટ થઇ ગયું છે. આ અંગે સિવિલ સુપ્રિટેન્ડેન્ટ ગણેશ ગોએકરે જણાવ્યું હતું કે, હાલ રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. સાથે જ સુરતમાં પણ હવે કોરોનાએ દસ્તક દીધી છે. જેથી સિવિલ તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં આવેલી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં આવેલી કોવિડ બિલ્ડિંગમાં ફરી કોરોનાનો વોર્ડ તૈયાર કરાયો છે. સુરત શહેર સહિત હાલ ગ્રામ્યમાં પણ કોરોનાના કેસો દેખાયા છે. શહેર અને ગ્રામ્ય મળીને કુલ 14 કેસો સામે આવ્યા છે જેને તબીબોની ચિંતા વધારો છે. હાલમાં શહેરમાં કોરોનાના નવા 12 અને ગ્રામ્યમાં નવા 02 કેસો નોંધાયા છે. શહેર સાથે ગ્રામ્યમાં પણ કોરોનાના એક્ટિવ કેસ નોંધાઇ રહ્યા છે અને એ દર્દીઓ પણ સિવિલમાં જ એડમિટ થવાના ભુતકાળમાં દાખલા નોંધાયા છે, જેથી આગોતરું આયોજન કરી કોવિડ વોર્ડ તૈયાર કરાયો છે.
હાલ વરાછા-બીમાં 03, લિંબાયતમાં 03, અઠવામાં 02, રાંદેરમાં 02, વરાછા-એ અને સેન્ટ્રલમાં 01-01 કેસો જાહેર થયા હતા. જ્યારે શહેરમાં 2 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થયા છે. શહેરમાં હાલ 49 કોરોનાના એક્ટિવ કેસો છે. છેલ્લા અઠવાડિયાથી સુરત શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. શહેર-ગ્રામ્યમાં કોરોનાના કેસે તંત્રની ચિંતા વધારી દીધી છે. કોવિડ કેસો વધતા સરકારની પણ ચિંતા વધી છે. હાલ સુરત શહેરમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. શુક્રવારે કોરોનામાં સતત બીજા દિવસે બે આંકડામાં કેસો નોંધાયા છે. કોરોનાની પહેલી અને બીજી લહેરમાં પડેલી મુશ્કેલીઓ ફરી એક વખત ન પડે તે માટે હાલ સરકારના આપેલા સૂચનો પ્રમાણે તબીબોની ટીમ પણ તૈયાર કરાઇ છે. જ્યારે દવાથી લઇને બેડ સહિત તમામ સાધનોની ચકાસણી કરાઇ રહી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ
Whatsapp share
facebook twitter