+

ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદમાં આ રૂટ પર કરશે રોડ શો

પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જે રીતે રમી છે તે ખરેખર વખાણના લાયક છે. IPL ટૂર્નામેન્ટમાં એક નવી ટીમ તરીકે આવવું અને એક એવી ટીમો કે જેઓ આ ટૂર્નામેન્ટમાં પોતાનો એક અલગ જ દબદબો ધરાવે છે તે ટીમોને પછાડી ફાઈનલમાં પહોંચવું અને ત્યારબાદ આ ટાઈટલ પોતાના નામે કરવું એ ખરેખર દર્શાવે છે કે ગુજરાતની ટીમ કેટલું સારું રમી છે. આ જીતને ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદીઓ સાથે શેર કરવા રોડ શà
પોતાની ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઈટન્સની ટીમ જે રીતે રમી છે તે ખરેખર વખાણના લાયક છે. IPL ટૂર્નામેન્ટમાં એક નવી ટીમ તરીકે આવવું અને એક એવી ટીમો કે જેઓ આ ટૂર્નામેન્ટમાં પોતાનો એક અલગ જ દબદબો ધરાવે છે તે ટીમોને પછાડી ફાઈનલમાં પહોંચવું અને ત્યારબાદ આ ટાઈટલ પોતાના નામે કરવું એ ખરેખર દર્શાવે છે કે ગુજરાતની ટીમ કેટલું સારું રમી છે. આ જીતને ગુજરાત ટાઈટન્સની ટીમ અમદાવાદીઓ સાથે શેર કરવા રોડ શો યોજવાની છે. 
ગુજરાત ટાઈટન્સની ટીમ તેના પહેલા જ ડેબ્યૂ સિઝનમાં વિજેતા બની છે. વિજેતા ટીમ ગુજરાત ટાઈટન્સ ખુશીને હવે અમદાવાદીઓ સાથે શેર કરતા શહેરના સિન્ધુભવન રોડ પર ડબલડેકર બસમાં રોડ શો કરી જીતની ભવ્ય ઉજવણી કરશે. આ રોડ શોનું આયોજન ટીમના ખેલાડીઓની મંજૂરી બાદ કરવામાં આવ્યું છે. ગૃહવિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ રોડ શો નો સમય અને સ્થળ નક્કી થઈ ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે ઉજવણી થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. મળી રહેલી  માહિતી અનુસાર, રાજસ્થાન રોયલ્સને હરાવી ચેમ્પિયન બનેલી ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદના ઉસ્માનપુર રિવરફ્રન્ટથી એલિસબ્રિજ રિવરફ્રન્ટ સુધી રોડ શો યોજશે.
હાર્દિક પંડ્યા ગુજરાત ટાઈટન્સ ટીમનો કેપ્ટન, IPL 2022નો હવે હીરો બની ગયો છે. હાર્દિક ઈજાથી આવ્યા બાદ વધુ જવાબદાર અને ટીમ ઈન્ડિયા માટે એક પરફેક્ટ ખેલાડી તરીકે ઉભરી આવ્યો છે. આવા જ પ્રદર્શનની આશા ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપમાં જોવા માંગશે. આ ટૂર્નામેન્ટને જીતી હાર્દિકે ધોની જેવી સિદ્ધિ હાંસલ કરવાની દિશામાં પ્રથમ પગલું ભર્યું છે. તેની ટીમ GTએ 29 મેના રોજ પ્રથમ સિઝનમાં IPL ટાઇટલ જીતી ઈતિહાસ પણ રચ્યો છે. 
આ IPL ટાઇટલ જેને RCB જેવી ખૂબ જ હાઇ પ્રોફાઇલ ટીમ ક્યારેય જીતી શકી નથી, વિરાટ કોહલીએ જેણે પોતાની પૂરી તાકાત સાથે આ ટાઈટલને જીતવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે પણ આ હાંસલ ન કરી શક્યો, જેને હાર્દિકે પહેલી જ સિઝનમાં ખૂબ જ સરળતાથી હાંસલ કરી છે. આજે આ જીતની ખુશી અમદાવાદ શહેર પણ માંણશે. જીહા, આ શાનદાર જીત બાદ ગુજરાત ટાઈટન્સની ટીમ આજે અમદાવાદ શહેરમાં રોડ શો કરશે. આ રોડ શોની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી કરાવશે. 
Whatsapp share
facebook twitter