Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Alcohol : રાજ્યમાં દારૂની છૂટ અંગે સરકારનો ઇરાદો જાહેર, વાંચો અહેવાલ

12:20 PM Dec 28, 2023 | Vipul Pandya

રાજ્યમાં દારૂની છૂટ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન
‘ગિફ્ટ સીટીમાં દારૂ અંગે એડવાઈઝરી બની રહી છે’
ધોરડો, કેવડિયા જેવા સ્થળોએ દારૂની છૂટ અંગે પ્રતિક્રિયા
જરૂરિયાતોના આધારે સરકાર યોગ્ય નિર્ણય કરશેઃ ઋષિકેશ પટેલ
જનતાના હિતને ધ્યાને રાખી નિર્ણય કરીશુંઃ ઋષિકેશ પટેલ

ગાંધીનગર (gandhinagar) સ્થિત ગિફ્ટ સિટીમાં દારુ ( Liquor )ની છૂટ આપ્યા બાદ હવે વિવિધ શહેરોમાં પણ દારુ( Liquor ) ની છૂટ આપવાની માગ ઉઠી રહી છે. આજે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે જરૂરિયાતોના આધારે સરકાર યોગ્ય નિર્ણય કરશે

ધોરડો, કેવડિયા જેવા સ્થળોએ જરૂરિયાતોના આધારે સરકાર યોગ્ય નિર્ણય કરશે

ગિફ્ટ સિટીમાં દારુની છૂટનો મુદ્દો હાલ ચર્ચાની એરણે રહ્યો છે. સરકારના આ નિર્ણય અંગે જનતામાંથી મિશ્ર પ્રતિભાવ આવી રહ્યા છે. સરકારે વિવિધ સ્થળોએ દારુની છૂટ આપવી જોઇએ તેવી ચર્ચા પણ ઉઠી રહી છે. જો કે આજે આ બાબતે રાજ્ય સરકારે પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. સરકારે ગિફ્ટ સિટીમાં દારુ અંગે એડવાઇઝરી જાહેર કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા ઋષિકેશ પટેલે કહ્યું કે ધોરડો, કેવડિયા જેવા સ્થળોએ જરૂરિયાતોના આધારે સરકાર યોગ્ય નિર્ણય કરશે તથા જનતાના હિતને ધ્યાને રાખી નિર્ણય કરીશું.

29 ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે

ઉપરાંત ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર અંગે પણ મોટા સમાચાર આવી રહી છે. 1 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરું થશે. લોકસભા ચૂંટણીના કારણે સત્ર વહેલું શરૂ થશે . 29 ફેબ્રુઆરી સુધી વિધાનસભાનું બજેટ સત્ર ચાલશે. કોંગ્રેસને બોલતા કોઈ રોકતું નથી તેમ પ્રવક્તા મંત્રીએ કહ્યું હતું.

ગુજરાતમાં કોરોનાથી સ્થિતિ ચિંતાજનક નથી

કોરોના અંગે સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે ગુજરાતમાં કોરોનાથી સ્થિતિ ચિંતાજનક નથી અને JN.1 સંક્રમિત 36 પૈકી 22 દર્દી રિકવર થયા છે. તાજેતરમાં બહાર આવેલા કબુતરબાજીના કેસ અંગે તેમણે કહ્યું કે કબૂતરબાજીમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ઝીણવટભરી તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો—RBI બાદ હવે અમદાવાદ એરપોર્ટને ઉડાવી દેવાની ધમકીભર્યો ઇ-મેઇલ મળ્યો, પોલીસ દોડતી થઈ