+

PM સ્વનિધિ યોજના 2024 સુધી લંબાવાઇ, ગેરેંટી વગર મળે છે 50 હજાર સુધીની લોન

PM સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે અગાઉ આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ 2022 સુધી હતી. આ યોજના હેઠળ કોઈપણ કામ શરૂ કરવા માટે વ્યાજ સબસિડી સાથે રૂ. 10,000 સુધીની લોન મેળવી શકે છે. પ્રથમ વખત લેવામાં આવેલી લોનની સમયસર ચુકવણી પર PM સ્વનિધિના લાભાર્થીઓ બીજી વખત 20 હજાર રૂપિયા અને ત્રીજી વખત 50 હજાર રૂપિà

PM
સ્વનિધિ યોજના
હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ માહિતી
આપી છે. તેમણે કહ્યું કે અગાઉ આ યોજના હેઠળ અરજી કરવાની છેલ્લી તારીખ માર્ચ
2022 સુધી હતી. આ યોજના હેઠળ કોઈપણ કામ શરૂ કરવા માટે વ્યાજ સબસિડી સાથે રૂ. 10,000 સુધીની લોન મેળવી શકે છે. પ્રથમ વખત લેવામાં આવેલી લોનની સમયસર
ચુકવણી પર
PM સ્વનિધિના લાભાર્થીઓ બીજી વખત 20 હજાર રૂપિયા અને ત્રીજી વખત 50 હજાર રૂપિયા સુધીની લોન માટે પાત્ર બને છે.

The Union Cabinet has approved the continuation of Prime Minister Street Vendor’s AtmaNirbhar Nidhi (PM SVANidhi) till December 2024: Union Minister Anurag Thakur pic.twitter.com/gxAB3N3iIX

— ANI (@ANI) April 27, 2022 ” title=”” target=””>javascript:nicTemp();

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહિત કરવા માટે લારી
ગલ્લા વાળાને
QR કોડ, તાલીમ અને કેશબેક સુવિધા આપવામાં આવે છે. સારી ચુકવણી પદ્ધતિઓ અને
ડિજિટલ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટે અનુક્રમે વ્યાજ સબસિડી (
7 ટકા p.a.) અને કેશબેક (રૂ. 1,200 સુધી)ના રૂપમાં પ્રોત્સાહનો આપવામાં આવી રહ્યા છે.


યોજનાનો લાભ કોને મળે છે?

આ યોજનાનો લાભ વાળંદની દુકાન, મોચી, પંવારી, ધોબી, શાકભાજી વેચનાર, ફળ વેચનાર, સ્ટ્રીટ ફૂડ, ટી સ્ટોલ અથવા કિઓસ્ક, બ્રેડ પકોડા
અથવા ઇંડા વેચનાર
, હોકર, સ્ટેશનરી વેચનાર આ યોજનાનો લાભ લઈ શકે છે.

 

લોન એક વર્ષમાં ચૂકવી શકાય છે

આ યોજના હેઠળ પ્રાપ્ત લોનના વ્યાજ દર પર છૂટ છે. લોનની રકમ ત્રણ
મહિનામાં હપ્તાના આધારે ટ્રાન્સફર કરવામાં આવે છે. આ કોલેટરલ ફ્રી લોન છે એટલે કે
ગેરંટી વિના મફત બિઝનેસ લોન. આ લોન તમે દર મહિને ચૂકવી શકો છો. આ લોન ચૂકવવા માટે
સરકાર તમને એક વર્ષનો સમય આપે છે.

Whatsapp share
facebook twitter