Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં લાલ ચટાક મરચાની આવક નોંધાઈ, સિઝનની સૌથી વધુ આવક થઇ

03:10 PM Dec 18, 2023 | Hardik Shah

અહેવાલ – વિશ્વાસ ભોજાણી

સૌરાષ્ટ્ર ગુજરાતનું નંબર વન ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં રોજીંદા વિવિધ જણસીઓની આવક થતી હોય છે. ત્યારે આજરોજ માર્કેટિંગ યાર્ડમાં ગોંડલ નું પ્રખ્યાત લાલ ચટાક મરચાની આવક નોંધાઈ હતી. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી જાહેરાત ના કરવામાં આવે ત્યાં સુધી આવક બંધ કરવામાં આવી.

500 ખેડૂતોને રજીસ્ટ્રેશન મુજબ બોલાવવામાં આવ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની આવક ની જાહેરાત કરાતા યાર્ડની બહાર બન્ને બાજુ ખેડૂતો પોતાની જણસી ભરેલ 1300 થી 1400 વાહનો ની 3 થી 4 કિલોમીટર લાંબી કતાર લાગી જવા પામી હતી. ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ દૈનિક 100 ખેડૂતોને બોલાવવામાં આવતા હતા પરંતુ ઓનલાઈન રજીસ્ટ્રેશન વધુ હોય તેમજ યાર્ડના મરચાના ગ્રાઉન્ડમાં જગ્યા ખાલી હોય ત્યારે 500 જેટલા ખેડૂતોને ઓનલાઈન રજીસ્ટ્રેશન મુજબ બોલાવવામાં આવ્યા હતા.

સિઝનની સૌથી વધુ આવક નોંધાઈ હતી

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં સૌરાષ્ટ્રભર માંથી જેમકે જૂનાગઢ , જામનગર, પોરબંદર, અમરેલી, રાજકોટ, મોરબી સહિતના જીલ્લા ઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે. સમગ્ર ભારતભરમાં ગોંડલના તીખા અને લાલ ચટાક મરચાને લઈને જાણીતું છે. અહીંનું મરચા ની તીખાશને લઈને ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોના લોકોને આકર્ષી રહ્યું છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મરચાની સિઝનની સૌથી વધુ આવક જોવા મળી હતી. યાર્ડમાં અંદાજે 50 થી 60 હજાર ભારી મરચાની આવક થવા પામી હતી.

મરચાની આવક બંધ કરવામાં આવી

ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા એ જણાવ્યું હતું કે ગોંડલનું મરચું સમગ્ર ભારતભરમાં પ્રખ્યાત છે. ગોંડલનું મરચું અન્ય રાજ્યોમાં વધુ એક્સપોર્ટ થતું હોય છે. ગોંડલ પંથકમાં અલગ અલગ મરચાનું ઉત્પાદન થાય છે. જેમાં રેશમ પટ્ટો, ઘોલર મરચું, સાનિયા મરચું, રેવા, સિજેન્ટા, ઓજસ,702, તેજા, ગરૂડા, 1355, તેજસ્વી સહિત વિવિધ મરચનું ઉત્પાદન ખેડૂતો કરતા હોય છે. ત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજરોજ મરચાની 50 થી 60 હજાર મરચાની ભારી ની આવક થવા પામી હતી. મરચાની હરાજીમાં ખેડૂતોને 20 કિલોના રૂ. 2500 થી 4700 સુધીનો ભાવ બોલાયો હતો. યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકને લઈને બીજી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ખેડૂતોએ મરચાની જણસી લઈને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવવું નહીં તેવું અંતમાં જણાવ્યું હતું.

અન્ય રાજ્યો માંથી વેપારીઓ માલ ખરીદવા ગોંડલ યાર્ડમાં આવે છે

ગોંડલનું મરચું સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં પણ પ્રખ્યાત છે જેને લઈને અન્ય રાજ્યો માંથી જેવા કે રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુ.પી, કેરલ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યો માંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચા ની ખરીદી કરવા માટે આવતા હોય છે.

આ પણ વાંચો – GONDAL : પ્રેમનો આવ્યો કરૂણ અંત, જસદણના ભંડારીયા ગામના પ્રેમીપંખીડાઓએ ઝેર પી કર્યો આપઘાત

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ