+

26 માર્ચે આઈપીએલની પ્રથમ મેચ ચેન્નાઈ અને કોલકત્તા વચ્ચે રમાશે

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ 26 માર્ચે પ્રથમ મેચમાં ટકરાશે. પ્રથમ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળશે, જે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.   IPL 2022 લીગની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં 22 મેના રોજ સાંજે 7.30 કલાકે રમાશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમો આમને-સામને થશે. આ વખતે આઈપીએલ 2022 26 માàª

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022નું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. ચેન્નાઈ સુપર કિંગ્સ અને
કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ
26 માર્ચે પ્રથમ મેચમાં ટકરાશે. પ્રથમ
મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં જોવા મળશે
, જે સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

 

IPL 2022 લીગની છેલ્લી મેચ વાનખેડે સ્ટેડિયમમાં
22 મેના રોજ સાંજે 7.30 કલાકે રમાશે. જેમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સની ટીમો
આમને-સામને થશે. 
આ વખતે આઈપીએલ 2022 26 માર્ચથી શરૂ થશે જ્યારે ફાઈનલ 29 મેના રોજ રમાશે. આ વખતે યોજાનારી લીગની તમામ 70 મેચો મુંબઈ અને પુણેમાં રમાશે. મુંબઈમાં કુલ 55 મેચો રમાવાની છે જ્યારે 15 મેચ પુણેમાં
રમાશે. આ વખતે મુંબઈના વાનખેડેમાં
20, સીસીઆઈમાં 15,
ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 20 મેચ રમાશે. જ્યારે પુણે તરફથી એમસીએ સ્ટેડિયમમાં 15 મેચો યોજાશે.


પ્રથમ મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)
અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે છે. એમએસ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગયા વર્ષે 2021નો ખિતાબ જીત્યો હતો.

Whatsapp share
facebook twitter