+

Academic Work : ભયંકર ગરમીના પગલે લેવાયો મોટો નિર્ણય…

Academic Work : ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હજું આગામી 5 દિવસ હીટવેવની સંભાવના છે ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે.…

Academic Work : ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને હજું આગામી 5 દિવસ હીટવેવની સંભાવના છે ત્યારે ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં મોટો નિર્ણય લેવાયો છે. ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા આવનારા પાંચ દિવસો દરમિયાન સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓમાં બપોરે 12 થી 4 દરમિયાન શૈક્ષણિક કાર્ય (Academic Work ) બંધ રાખવાનો નિર્ણય કરાયો છે.

મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી

ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન ગુજરાત દ્વારા જણાવાયું છે કે ગુજરાતમાં ઉનાળાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીએ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. આકાશમાંથી આગની જ્વાળાઓ વરસી રહી છે. ત્યારે અસહ્ય ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. ગુજરાતમાં ગરમી 45 ડિગ્રીએ પહોંચી ગઈ છે. આગામી પાંચ દિવસો માટે હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે કામ વગર બહાર ન નીકળવાની સલાહ પણ આવી છે.હવામાન વિભાગ પ્રમાણે આગામી પાંચ દિવસ માટે ગુજરાતમાં ભારે ગરમી પડવાની છે. મોટાભાગના વિસ્તારોમાં હીટવેવની આગાહી પણ કરવામાં આવી છે.

હવામાન વિભાગનું એલર્ટ જાહેર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતના કચ્છ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, રાજકોટ, અમરેલી અને કચ્છ વિસ્તારોમાં હીટવેવની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, આણંદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સુરત અને વલસાડમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આ વિસ્તારોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કરવાની સાથે બપોરના સમયે કામવગર ઘરમાંથી બહાર નીકળવાનું ટાળવાનું સૂચન પણ કર્યું છે.

ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આગામી 5 દિવસ બપોરે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો

સમાજ પ્રત્યેની નૈતિક જવાબદારી સમજીને ફેડરેશન ઓફ એકેડમીક એસોસિએશન ગુજરાતે ઘટકસંઘો અને કોર કમિટી સાથે ઘનિષ્ટ ચર્ચા કરીને સમગ્ર ગુજરાતની કોચિંગ સંસ્થાઓએ આવનારા ૫ દિવસો દરમિયાન બપોરે ૧૨ થી ૪ શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો વિધાર્થીઓના હિતમાં નિર્ણય કરેલ છે તેમ ફેડરેશનના પ્રમુખ હેમાંગ મહિપતરામ રાવલે જણાવ્યું છે.

આ પણ વાંચો— Red Alert: હીટવેવના લીધે અગનભઠ્ઠીમાં શેકાયું ગુજરાત, અમદાવાદ અને ગાંધીનગરમાં બે દિવસ રેડ એલર્ટ

આ પણ વાંચો—- Astrology : સૂર્યનો રોહિણી નક્ષત્રમાં પ્રવેશ થતાં જ આગના ગોળા વરસશે…

Whatsapp share
facebook twitter