Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

 વાત્રકના કિનારે આવેલું પ્રખ્યાત સિદ્ધિ વિનાયક મંદિર

12:07 PM Apr 29, 2023 | Vipul Pandya
પોડકાસ્ટ—કુશાગ્ર ભટ્ટ, અમદાવાદ 
મહેમદાવાદ પાસે વાત્રક નદીના કિનારે સિદ્ધિ વિનાયક મંદિર આવેલું છે. મંદિરની ઉંચાઈ 73 ફૂટ છે. મુંબઈના જાણીતા સિદ્ધિવિનાયક મંદિરની મૂર્તિ જેવી જ મૂર્તિ અહીં સ્થાપિત કરવામાં આવી છે. દેશના આ સૌથી મોટા ગણેશ મંદિરમાં મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાંથી અખંડ જ્યોત લાવીને અહીં સ્થાપિત કરવામાં આવી છે. આ મંદિર અમદાવાદ શહેરથી લગભગ 25 કિલોમીટર દૂર આવેલું છે. મંદિર ખુલ્લુ મુકાયા બાદ વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા માટે આવે છે. દર મંગળવારે અહીં મોટા પ્રમાણમાં ભક્તોની ભીડ રહે છે. ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે સિદ્ધિ વિનાયક મંદિર. વાત્રક નદીના કાંઠે મહેમદાવાદ ખાતે 9મી માર્ચ, 2011 અને ફાગણ સુદ ચોથ, સંવત 2067ના રોજ મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ મંદિરનું નિર્માણ આશરે રૂ. 14 કરોડના ખર્ચે કરવામાં આવ્યું હોવાનું મનાય છે.