+

રાજ્યમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ

ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોના કેસ જોવા મળ્યા છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક સાથે બે કોરોના કેસના દર્દીઓની વિગત સામે આવી રહી છે. જેમના બંનેના સેમ્પલ જીનોમ સિંકવન્સ માટે…

ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોના કેસ જોવા મળ્યા છે. જેમાં રાજ્યના પાટનગર ગાંધીનગરમાં એક સાથે બે કોરોના કેસના દર્દીઓની વિગત સામે આવી રહી છે. જેમના બંનેના સેમ્પલ જીનોમ સિંકવન્સ માટે મોકલવામાં આવ્યા છે. જેમાં દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે.

 

રાજ્યમાં ફરી એકવાર કોરોનાની એન્ટ્રીથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. ગાંધીનગરમાં કોરોનાના બે કેસ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં પ્રવાસ કરીને આવેલી ગાંધીનગરની 2 મહિલાઓ કોરોના સંક્રમિત મળી આવી છે. બન્ને મહિલાઓએ વેક્સીનના બે ડોઝ પણ લીધા છે. જેમાં એક મહિલાની ઉંમર 57 વર્ષ અને બીજી મહિલાની ઉંમર 59 વર્ષ છે. હાલ બંન્ને મહિલાઓને હોમ આઈસોલેટ કરવામાં આવી છે.

 

 

દેશમાં 24 કલાકમાં 335 કેસ
ઉલ્લેખનીય છે કે છેલ્લા 24 કલાકમાં 335 નવા કેસ સામે આવ્યા છે. આ સિવાય કોરોનાથી યુપી અને કેરલમાં પાંચ લોકોના મોત થયા છે. કેરલમાં વધતા કેસને જોતા કર્ણાટકમાં એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. અહીં સ્વાસ્થ્ય મંત્રીએ બધા વરિષ્ઠ નાગરિકો અને બીજી બીમારીથી પીડિત લોકોને માસ્ક લગાવવાની સલાહ આપી છે. પરંતુ તેમણે તે પણ કહ્યું કે લોકોએ ડરવાની જરૂર નથી. પરંતુ કોઈ પ્રકારની બેદરકારી દાખવવી જોઈએ નહીં.

કેન્દ્ર સરકારે દરેક રાજ્યોને જાહેર કરી એડવાઇઝરી
કેન્દ્રએ વિવિધ રાજ્યો માટે ગાઇડલાઇન્સ જાહેર કરી છે. તે હેઠળ કેન્દ્ર તરફથી કહેવામાં આવ્યું છે કે કોવિડને લઈ ઉભી થયેલી સ્થિતિ પર રાજ્ય સતત નજર બનાવી રાખે. આ સિવાય જિલ્લા સ્તર પર આવનાર એસએઆરઆઈ અને આઈએલઆઈ કેસના રિપોર્ટના સર્વેલન્સનો નિર્દેશ આપવામાં આવ્યો છે. રાજ્યોને આરટી-પીસીઆર ટેસ્ટ કરવાનું પણ કહેવામાં આવ્યું છે. અહીં મળનાર પોઝિટિવ સેમ્પલને જીનોમ સીક્વેન્સિંગ માટે આઈએનએસએસીઓજી લેબમાં મોકલવાની સલાહ આપવામાં આવી છે.

આ પણ વાંચો-રાજ્યમાં માવઠાની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લાઓમાં પડશે વરસાદ

 

Whatsapp share
facebook twitter