+

EC : સાંજે 4 વાગે ચૂંટણી પંચ તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરશે

EC : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections)ના પડઘમ વાગી રહ્યા છે. આવતીકાલે 16 માર્ચે શનિવારના રોજ ચૂંટણી પંચ (EC ) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર,…

EC : લોકસભાની ચૂંટણી (Lok Sabha Elections)ના પડઘમ વાગી રહ્યા છે. આવતીકાલે 16 માર્ચે શનિવારના રોજ ચૂંટણી પંચ (EC ) દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવનાર છે. મળતી માહિતી અનુસાર, ચૂંટણી પંચ (EC ) દ્વારા બપોરે 3 વાગ્યે સામાન્ય ચૂંટણી 2024 અને કેટલીક રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે. ગુજરાતમાં પણ ચૂંટણી યોજવા માટે રાજ્ય ચૂંટણી પંચે (EC ) તૈયારીઓ કરી લીધી છે.

આજે સાંજે 4 વાગે ચૂંટણી પંચ તમામ જિલ્લા કલેક્ટરો સાથે બેઠક કરશે

રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આજે સાંજે તમામ જિલ્લાના કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સાંજે 4 વાગે ચૂંટણી પંચ તમામ જિલ્લા કલેક્ટરો એટલે કે જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી સાથે વિડીયો કોનેફરન્સ કરીને તૈયારીઓની માહિતી મેળવશે અને સમિક્ષા કરશે.

ચૂંટણી કમિશનર પી.ભારતી તમામ જિલ્લા કલેક્ટરો સાથે માહિતી મેળવશે

રાજ્યના ચૂંટણી કમિશનર પી.ભારતી તમામ જિલ્લા કલેક્ટરો સાથે માહિતી મેળવશે. ગુજરાતમાં ચૂંટણીને લઈ તંત્રની તૈયારી તઇ ગઇ છે અને તેની આ કોન્ફરન્સમાં માહિતી મેળવાશે. ખાસકરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી ઉપરાંત ઇવીએમ સંબંધિત માહિતી મેળવવામાં આવશે.

દરેક જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમણૂક

ચૂંટણી માટે દરેક જિલ્લામાં નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે. આ નો઼ડલ ઓફિસરો આચાર સંહિતાનો અમલ કરાશે. ઉપરાંત ચૂંટણી પહેલાં રાજ્યમાં કુલ 460 અધિકારીની બદલી કરવામાં આવી. અને 1.32 લાખ બિનજામીનપાત્ર વોરંટ ઈશ્યુ કરાયા છે. હથિયાર જમા કરાવવા માટેની પણ પ્રક્રિયા શરૂ કરી દેવાઇ છે તથા સોશિયલ મીડિયાના દૂરૂપયોગ પર પણ નજર રાખવામાં આવી રહી છે. નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા સૂચના અપાઇ છે અને ચૂંટણીલક્ષી ગુનાઓ સામે બાજ નજર રખાઇ છે.

આચારસંહિતા લાગુ થશે

આવતીકાલે બપોરે ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ દ્વારા લોકસભા ચૂંટણી અને ઘણા રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ કાર્યક્રમ શેર કરશે. એવું માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણી 6 થી 7 તબક્કામાં યોજવામાં આવી શકે છે. તમને જણાવી દઈએ કે ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ આખા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ જશે.

નવા ચૂંટણી કમિશનરોએ ચાર્જ સંભાળ્યો

હાલમાં ચૂંટણી પંચનું નેતૃત્વ રાજીવ કુમાર કરી રહ્યા છે. આ સિવાય બે નવા ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર અને સુખબીર સિંહ સંધુએ પણ ચાર્જ સંભાળ્યો છે. દેશભરમાં લોકસભા ચૂંટણી 2024ની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

આ પણ વાંચો—– Lok Sabha Election Date : આવતીકાલે લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થશે, ચૂંટણી પંચ બપોરે 3 વાગ્યે કરશે જાહેરાત…

આ પણ વાંચો—– Amit Shah in Gujarat : કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે, અહીંથી કરશે પ્રચારના ‘શ્રી ગણેશ’

આ પણ વાંચો—- Ahmedabad East Lok Sabha seat : ભાજપનો દબદબો કોંગ્રેસ તોડી શકશે ?

Whatsapp share
facebook twitter