Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગીર સોમનાથ પોલીસે ઝડપેલ ડ્રગ્સ રાજકોટમાં કરવાનું હતું સપ્લાય, પોલીસ માટે બાબત ચિંતાનો વિષય

10:16 AM Feb 24, 2024 | Harsh Bhatt

રાજકોટમાં કોણ ચલાવી રહ્યું છે નશાનો કારોબાર? : ગુજરાતના દરિયાકિનારેથી ફરી એકવાર કરોડાના ડ્રગ્સનો પકડાઈ જવાની મોટી ઘટના સામે આવી છે.  ગઇકાલે ગુજરાત પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધના અભિયાનમાં ગુજરાત પોલીસના હાથે વધુ એક મોટી સફળતા હાથ લાગી હતી. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂ.૩૫૦ કરોડના ૫૦ કિલો સિલ બંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. SOG એ NDPS દ્વારા રેડ કરતા હેરોઈન ડ્રગ્સના કુલ 50 કિલો સીલ બંધ પેકેટ(2 પ્લાસ્ટિક બાચકા) મળી આવ્યા હતા. જેની બજાર કિંમત આશરે 350 કરોડ મળી આવેલ હતી.

રાજકોટમાં કોણ ચલાવી રહ્યું છે નશાનો કારોબાર?

હવે પ્રાપ્ત અહેવાલ અનુસાર વિગત સામે આવી છે કે, જે ડ્રગ્સ ઝડપાયો હતો તેને રાજકોટ ખાતે સપ્લાય કરવાનો હતો. પરંતુ તેમના આ મનસૂબા કામયાબ થાય એ પહેલા તો તે પોલીસની પકડમાં આવી ગયા. હવે અહી સૌથી મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે, રાજકોટમાં આખરે આ ડ્રગ્સ આપવાનો કોને હતો ? રાજકોટ શહેરમાં ડ્રગ્સનો આ કાળો વ્યાપાર કરી કોણ રહ્યું છે ? અને શું આ ઝડપાઈ ગયું તે પહેલું જ કનસાઈમેન્ટ હતું ? શક્યતાઓ તો છે કે આ પહેલા પણ રાજકોટમાં કોઈ અન્ય માર્ગથી ડ્રગ્સની હેરાફેરી કરવામાં આવી હોય. આ બાબત રાજકોટ પોલીસ માટે ખૂબ જ ગંભીર અને ચિંતાજનક છે.

જો રાજકોટમાં પહેલા પણ આ ડ્રગ્સની હેરફેર કરવામાં આવી હોય તો તેનો ઉપયોગ રાજકોટના યુવા વર્ગના લોકોને ડ્રગ્સના રવાડે ચડાવી તેમને તેની લત લગાડવી એ જ મનસૂબો આ ડ્રગ્સની હેરાફેરી કરતાં નરાધમોનો રહ્યો હશે. હવે આગળ રાજકોટ પોલીસ આ બાબત અંગે કેવા પગલાં લે છે તે બાબત તો જોવી રહી.

આ પણ વાંચો — અમદાવાદ મ્યુ. કોર્પોરેશન દ્વારા શહેરમાં ટેક્સ કલેક્શનની કામગીરી શરૂ કરવામાં આવી