+

ગુજરાતી ન ભણાવતી શાળા સામે કોર્ટની લાલ આંખ, સરકારને કહ્યું, ભય વિના પ્રીત નહિ

રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માગ સાથે થયેલી અરજી પર હાઈકોર્ટમાં (Gujarat High Court)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા હાઈકોર્ટે ટકોર કરી છે કે જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી છે કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર à
રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી વિષય ફરજિયાત ભણાવવાની માગ સાથે થયેલી અરજી પર હાઈકોર્ટમાં (Gujarat High Court)સુનાવણી હાથ ધરાઈ હતી. જેમા હાઈકોર્ટે ટકોર કરી છે કે જે શિક્ષણ બોર્ડ ગુજરાતમાં કાર્યરત રહેવા માગતા હોય તેમણે સરકારની નીતિનું ચુસ્તપણે પાલન કરવુ પડશે. હાઈકોર્ટે રાજ્ય સરકારને પણ ટકોર કરી છે કે ગુજરાતી ભાષા ફરજિયાત ભણાવવાનો સરકારનો નિર્ણય છે તો તેની અમલવારી કરાવવામાં સરકાર લાચારી ન બતાવે. રાજ્ય સરકાર લાચાર હોઈ શકે નહી પરંતુ તેમ છતા જો સરકારને અમલવાદી કરાવવામાં લાચારી લાગતી હોય તો કોર્ટ જરૂરી હુકમ કરશે. હાઈકોર્ટે ઉમેર્યુ કે ગુજરાત બોર્ડ સિવાયના બોર્ડને પણ રાજ્ય સરકારની નીતિ લાગુ પડે છે. જે બોર્ડ ગુજરાતી ભાષા પોતાના અભ્યાસક્રમમાં સામેલ ન કરતા હોય તેમની સામે સરકારે કાર્યવાહી કરવી જોઈએ. હાઈકોર્ટે જણાવ્યુ છે કે માતૃભાષાનું ભણતર એ બાળકનો અધિકાર છે.
14 શાળાઓ પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી
ગુજરાતી ભાષાની ફરજિયાત અમલવારી મુદ્દે રાજ્ય સરકારના વકીલે કોર્ટમાં રજૂઆત કરી હતી કે રાજ્યની તમામ શાળાઓએ પોતે ગુજરાતી ભાષા ભણાવે છે તેનુ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. તેમજ સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારીઓ પાસેથી માહિતી એકત્રિત કરીને ટૂંક સમયમાં કોર્ટમાં રજૂ કરાશે તેવી સરકારની રજૂઆત છે. અરજદારે કોર્ટનું ધ્યાન દોર્યુ કે અરજદારની જાણકારી પ્રમાણે 14 એવી શાળાઓ છે જે પોતાના અભ્યાસક્રમમાં ગુજરાતી ભાષા ભણાવતી નથી. આ સિવાય અન્ય શાળાઓમાં પણ આવી સ્થિતિ હોવાની અરજદારે રજૂઆત કરી હતી.

હાઈકોર્ટમાં માતૃભાષા અભિયાન સંસ્થાએ જાહેર હિતની અરજી કરી 
ઉલ્લેખનીય છે કે હાઈકોર્ટમાં માતૃભાષા અભિયાન સંસ્થાએ જાહેર હિતની અરજી કરી છે. સરકારના તારીખ 13.04.2018ના પરિપત્રનો સાચા અર્થમાં શબ્દશ: અને સત્વશીલ અમલ કરાવવામાં આવે એવી માગ કરી છે. રાજ્યમાં દરેક પ્રાથમિક શાળામાં ગુજરાતી વિષય ફરજિયાતપણે તબક્કાવાર જૂદાજૂદા ધોરણોમાં ભણાવવામાં આવશે એવો સરકારનો પરિપત્ર છે. આ પરિપત્રની અમલવારી નહીં થઈ રહી હોવાની અરજદારની રજૂઆત છે. આ અંગે વધુ સુનાવણી 22 ડિસેમ્બરે થશે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter