Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દેશનો સૌથી મોટો IPO 4 મેના રોજ ખુલશે, જાણો શું છે પ્રાઇસ બેન્ડ

02:50 PM Apr 19, 2023 | Vipul Pandya

દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની વીમા કંપની લાઈફ ઈન્સ્યોરન્સ કોર્પોરેશન અથવા જીવન વીમા નિગમે  આખરે IPO  અંગે જાહેરાત કરી છે. દેશનો સૌથી મોટો IPO 4 મેના રોજ આવી રહ્યો છે. તે 2 મેના રોજ એન્કર રોકાણકારો માટે ખોલવામાં આવશે. આ IPO 4 મે થી 9 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ખુલ્લો રહેશે. તે 17 મેના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. 
LIC એ રૂ. 21,000 કરોડના પ્રારંભિક પબ્લિક ઓફરિંગ (IPO) માટે શેર દીઠ રૂ. 902 થી રૂ. 949ની કિંમતની શ્રેણી નક્કી કરી છે. સરકારે ગયા અઠવાડિયે જ IPOનું કદ ઘટાડી દીધું છે. સરકારનો 5 ટકાનો હિસ્સો હવે ઘટીને 3.5 ટકા થઈ ગયો છે. એટલે કે સરકાર LICમાં તેનો 3.5 ટકા હિસ્સો  22.13 કરોડ શેર વેચશે.
IPOનું કદ ઘટાડ્યું હોવા છતાં, તે 21,000 કરોડ રૂપિયા સાથે દેશનો સૌથી મોટો IPO હશે. જણાવી દઈએ કે સરકારે ચાલુ નાણાકીય વર્ષમાં ડિસઇન્વેસ્ટમેન્ટથી રૂ. 65,000 કરોડ એકત્ર કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આમાં LICનો IPO સૌથી મોટો ફાળો આપશે.
15,81,249 શેર કર્મચારીઓ માટે અનામત રાખવામાં આવ્યા છે.  2,21,37,492 શેર પોલિસીધારકો માટે અનામત રાખવામાં આવ્યા છે. 9.88 કરોડથી વધુ શેર ક્વોલિફાઈડ ઈન્સ્ટિટ્યુશનલ બાયર્સ (QIBs) માટે અને 2.96 કરોડથી વધુ શેર બિન-સંસ્થાકીય ખરીદદારો માટે અનામત છે.
દેશના સૌથી મોટા પબ્લિક ઇશ્યુની પ્રાઇસ બેન્ડ રૂ. 902 થી રૂ. 949 ની વચ્ચે હશે, અને LIC પોલિસીધારકોને શેર દીઠ રૂ. 60 અને છૂટક રોકાણકારો અને LIC કર્મચારીઓને રૂ. 40 પ્રતિ શેરનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.
LICના ચેરમેન એમ.આર. કુમારે જણાવ્યું હતું કે, “LIC 3.0 શરૂ થઈ રહ્યું છે. DIPAM સેક્રેટરી તુહિન કાંતા પાંડેએ જણાવ્યું હતું કે, LICનો IPO એ એક મોટી તક છે, જેને અકલ્પનીય ગણવામાં આવી છે.