+

મોદી સરકારના શાસનકાળમાં દેશ રામમય બન્યો છે : પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્વે ગુજરાતમાં ભાજપ (BJP) ની સાથે જોડાવવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે. પછી તે કોંગ્રેસ (Congress) પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટી…

લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પૂર્વે ગુજરાતમાં ભાજપ (BJP) ની સાથે જોડાવવા માટે અલગ અલગ પાર્ટીના નેતાઓ આવી રહ્યા છે. પછી તે કોંગ્રેસ (Congress) પાર્ટીના હોય કે આમ આદમી પાર્ટી (AAP) ના. ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો છે, તે તમામ બેઠકો ભાજપને મળે તે માટે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ (BJP state president CR Patil) સતત પ્રયત્નો કરી રહ્યા છે. આજે કમલમ (Kamalam) ખાતે તેમણે મોદી સરકાર (Modi Govt) ના શાસનકાળના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, આ સરકારમાં દેશની કાયાપલટ થઇ છે.

મોદી સરકારે ગરીબો માટે અનેક પરિણામ લક્ષી કામો કર્યા : પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ

ગાંધીનગરમાં કમલમ (Kamalam) ખાતેથી પોતાના નિવેદનમાં પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે (BJP state president CR Patil) કહ્યું કે, આજે મોદી સરકારે ગરીબો માટે અનેક પરિણામલક્ષી કામો કર્યા છે. તેટલું જ નહીં મોદી સરકારે જગતના તાત માટે પણ અનેક વિધ કામો કર્યા છે. તેમણે ભાજપ (BJP) માં જોડાવા બદલ નેતાઓનો આભાર માન્યો હતો. આ સાથે તેમણે કોંગ્રેસ પાર્ટી (Congress Party) પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીના શાસનકાળમાં જે દેશની પરિસ્થિતિ હતી અને આજે છેલ્લા 10 વર્ષમાં મોદી સરકાર (Modi GOVT) ના શાસનમાં દેશની સ્થિતિ છે તે તદ્દન જુદી છે. આજે તેમણે દેશની કાયાપલટ કરી દીધી છે. જ્યારથી મોદી સાહેબ વડાપ્રધાન બન્યા ત્યારથી દેશમાં ધરખમ સુધારા થયા છે. તે બધા જ સુધારા સારી દિશામાં થયા છે. આજે વિદેશમાં રહેતા પણ લોકો વડાપ્રધાન મોદીથી પ્રભાવિત છે. એક સમય એવો હતો કે વિદેશમાં રહેતા લોકો એવું વિચારતા હતા કે ભારત એટલે ગરીબ દેશ, ભીખ્સુક દેશ, મદારીઓનો દેશ એવું કહેતા હતા. જોકે, આવું કહેનારા વિદેશીઓ આજે ભારતમાં આવવા માટે તલપાપડ છે. આજે તેમને ભારત સાથે જોડાવવું છે, ભારત સાથે બિઝનેસ (Business) કરવો છે. તેમણે કહ્યું કે, આ વિદેશીઓ સહજતાથી પ્રભાવિત થાય તેવા નથી, પણ હવે તેમને લાગે છે કે આટલા વિશાળ દેશમાં સૌથી ખરીદ શક્તિવાળા લોકો અહીંયા છે. 140 કરોડો લોકો જે દેશમાં વસતા હોય તે દેશની ખરીદશક્તિ સૌથી વધારે હોય તેેવા દેશ સાથે બિઝનેસ કરવાની સૌની સ્વાભાવિક ઇચ્છા હોય.

મોદી સરકારે મહિલાઓ માટે અનેક કામો કર્યા : પ્રદેશ પ્રમુખ CR Patil

પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે (CR Patil) કહ્યું કે, વડાપ્રધાન મોદી (PM Modi) દેશના યુવાઓની ઈચ્છાઓને અને તેમની અંદર રહેલા ટેલેન્ટનો ઉપયોગ કરીને તેમને કોઇને કોઇ દિશામાં આગળ વધવામાં સપોર્ટ કરવા માટે યોજનાઓ બનાવીને આગળ વધારી રહ્યા છે. વડાપ્રધાન મોદી (PM Modi) એ દેશના 65 ટકા યુવાઓને અને અન્ય 35 ટકા લોકો કે જેઓ આ યુવાઓ પર નિર્ભર હોય ત્યારે તે યુવાઓ નિરાશ ન થાય તે માટે મોદી સરકાર સંકલ્પબંદ્ધ છે. વડાપ્રધાન મોદીએ મહિલાઓ માટે પણ અનેક કામો કર્યા છે. અગાઉ કોઇ પાર્ટીઓએ મહિલા માટે આરક્ષણ નથી આપ્યું તેટલું આરક્ષણ આપી મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડ્યું. તેમણે આગળ કહ્યું કે, વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયમાં કોઇ પણ ભાઈ કોઇ જમીન લે છે કે મકાન લે છે તો તેનો દસ્તાવેજ પોતાના નામે કરાવે પણ તે સમયે મોદી સાહેબે એવી યોજના કરી કે જો તમે બહેનોના નામે દસ્તાવેજ કરાવો તો તમને રજિસ્ટ્રેશનની ફી ઓછી થઇ જાય. અને આ કારણોસર અનેક બહેનોના નામ પર જમીનો અને મકાનો થયા છે. તેમણે કહ્યું કે, 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પરેડમાં 11 માંથી 10 પ્લાટૂન મહિલાઓ હતી.

જગતના તાત માટે મોદી સરકારે અનેક વિધ કામો કર્યા છે : પ્રદેશ પ્રમુખ CR Patil

તેમણે આગળ કહ્યું કે, મોદી સાહેબનો ત્રીજો સંકલ્પ જગતના તાત વિશે કર્યો છે. દેશનો ખેડૂત કે જેને નાની મોટી મદદ જોઇતી હોય તો તેણે નાયબ કલેક્ટર જેવા સામાન્ય અધિકારી પાસે અરજી કરવી પડે છે કે મહેરબાન સાહેબશ્રી મને આ મદદ કરો પણ તેને મદદ મળતી નથી, કારણ કે કોઇ સરકારે તેમના માટે આવી યોજના બનાવી નહોતી. મોદી સાહેબનું માનવું છે કે, જેને આપણે જગતનો તાત કહીએ છીએ તે લાચાર ન હોઇ શકે, તેણે અરજી કરવાની ન હોય, મામલતદાર પાસે જવાની જરૂર નથી. મોદી સરકારે જે લોકોના 7/12 નામ છે તેવા તમામ લોકોને દરવર્ષે 2-2 હજાર કરીને 6 હજાર રૂપિયા તેના ખાતામાં જમા થાય છે. જેમા કોઇ વચેટીયો નહીં, કોઇ દલાલ નહીં, કોઇ અરજી કરવાની નહીં. આ રીતે તેમણે ખેડૂતોનું સન્માન વધાર્યું છે.

સમાચારની વીડિયો લિંક માટે અહીં કરો ક્લિક

આ પણ વાંચો – રેલ્વે ડીઝલ ચોરી કૌભાંડમાં RPF પોલીસે કુલ 12 આરોપીઓને ઝડપી પાડ્યા

આ પણ વાંચો – Gujarat First Impact : રાજકોટમાં ગુજરાત ફર્સ્ટના અહેવાલની મોટી અસર, કોન્ટ્રાક્ટરોને અપાઈ કડક સૂચના

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Whatsapp share
facebook twitter