Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોરોમંડલ એક્સપ્રેસે ફરી ઝડપ પકડી, અકસ્માત બાદ પ્રથમ વખત ચેન્નાઈ જવા રવાના થઈ

07:19 PM Jun 07, 2023 | Dhruv Parmar

ઓડિશાના બાલાસોરમાં ટ્રિપલ ટ્રેન દુર્ઘટનાના થોડા દિવસો બાદ કોરોમંડલ એક્સપ્રેસ ફરી એકવાર પાટા પર દોડાવવામાં આવી છે. દુર્ઘટનાના થોડા દિવસો બાદ આજે ફરી ટ્રેનનું ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. ટ્રેન બુધવારે તેની સેવાઓ ફરી શરૂ કરી અને પશ્ચિમ બંગાળના શાલીમાર સ્ટેશનથી ચેન્નાઈની મુસાફરી માટે રવાના થઈ છે.

2 જૂનના રોજ ઓડિશામાં ત્રણ-ટ્રેન દુર્ઘટના બાદ આ પહેલીવાર છે જ્યારે ટ્રેને તેની સેવાઓ ફરી શરૂ કરી છે. યશવંતપુર-હાવડા સુપરફાસ્ટ એક્સપ્રેસ, શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ અને માલસામાન ટ્રેનને સંડોવતા દુ:ખદ ટ્રેન અકસ્માત થયો હતો. જેમાં 200 થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે શાલીમાર-ચેન્નઈ કોરોમંડલ એક્સપ્રેસ લૂપ લાઇનમાં ઊભી રહેલી ગુડ્સ ટ્રેન સાથે અથડાઈ હતી. ટ્રેન અથડાતા ઘણા ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. યશવંતપુરથી આવતી હાવડા એક્સપ્રેસને પણ અસર થઈ હતી. જિલ્લામાં પેસેન્જર ટ્રેન સેવાઓ ફરી શરૂ થયા પછી, હાવડા-પુરી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સોમવારે બાલાસોરમાં પુનઃસ્થાપિત રેલવે ટ્રેક પર આગળ વધતી જોવા મળી હતી.

આ પણ વાંચો : UP : વકીલના ડ્રેસમાં આવેલા ગુંડાએ મુખ્તાર અંસારીના નજીકના શખ્સની હત્યા કરી