Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

બંધારણમાં 125 વાર સુધારા થયા છે, એક વાર હિન્દુ રાષ્ટ્ર માટે પણ થાય: પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી

06:09 PM Jun 03, 2023 | Vipul Pandya
બાબા બાગેશ્વર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 10 દિવસથી ગુજરાતના પ્રવાસે છે. રાજકોટની સભા પૂર્ણ કર્યા બાદ શનિવારે સવારે તેઓ વડોદરા પહોંચ્યા હતા. સાંજે પત્રકારો સાથે વાત કરતાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ ભારત હિન્દુ રાષ્ટ્ર બને તેવી પોતાની માગનો પુરોચ્ચાર કર્યો હતો અને કહ્યું હતું કે બંધારણમાં 125 વાર સુધારા થયા છે તો હિન્દુ રાષ્ટ્ર માટે પણ સુધારો થાય
ભારત અખંડ બનશે
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ શનિવારે સાંજે વડોદરાના પત્રકારોના જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું કે સનાતન ધર્મના મુળ નબળા નથી પણ તેના પાંદડા સુકાઇ રહ્યા છે પણ હવે આ પાંદડા હર્યાભર્યા થશે તથા દરેક હિન્દુ તેના હ્રદય ભાવથી સીંચશે અને ભારત અખંડ બનશે.
હિન્દુ રાષ્ટ્રનો મતલબ
પત્રકારોના સવાલનો જવાબ આપતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે હિન્દુ રાષ્ટ્રનો મતલબ સામાજીક સમરસતા છે. હિન્દુ રાષ્ટ્રનો મતલબ વૈચારીક મતભેદ હોવા છતાં તમામ પંથ એક સાથે રાષ્ટ્રના ઉત્થાન માટે સંકલ્પ લે તે છે. હિન્દુ રાષ્ટ્રનો મતલબ જાતીવાદ કુરીતી પર રાજકીય રોટી શેકાઇ રહી છે તે શૂન્ય થાય. ભારતના મંદિરોનું ધન સનાતનના પ્રચાર માટે વપરાય…રામની યાત્રા ઉપર પથ્થર ફેંકનારાને ભારતમાં રહેવા ના મળે અને  રામચરીત માનસને સળગાવનાર અને તેવું વિચારનારાને રહેવોનો અધિકાર ના હોય…હિન્દુ રાષ્ટ્રનો મતલબ  દરેક વ્યક્તિને રહેવાનો અધિકાર અને  સંતોનું  રક્ષણ થાય તથા આરાધ્ય દેવ રામના પ્રચારમાં બાધા ના ઉભી થાય…
હિન્દુ ડરેલો નથી પણ બુઝદીલ હતો
તેમણે એક સવાલના જવાબમાં કહ્યું કે હિન્દુ ડરેલો નથી પણ બુઝદીલ હતો પણ હવે જાગૃત થઇ રહ્યો છે.
સસ્તી લોકપ્રીય લેવાનો પ્રયાસ
રાજકોટમાં એક વ્યક્તિએ તેમના પર રુપિયા પડાવી લીધા હોવાની કરેલી પોલીસ અરજીના સવાલના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે તે સસ્તી લોકપ્રીય લેવાનો પ્રયાસ કરાયો છે અને જો પૈસા જ લેવાના હોત તો કરોડો રુપિયા ના લઇ લીધા હોત…તેમણે સામો સવાલ કરતાં કહ્યું કે શું તમે હિપ્નોટાઇસ થયા.?
દરેક હિન્દુ જાગશે
પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ  હિન્દુ રાષ્ટ્ર કઇ રીતે બનશે તેવા સવાલનો જવાબ આપતાં કહ્યું કે દરેક હિન્દુ જાગશે તથા બે તૃતીયાંશ લોકો અવાજ ઉઠાવશે, પ્રત્યેક હિન્દુ લવ જેહાદથી બચાવવા માગ કરશે નહીંતર સાક્ષી જેવા હાલ થશે.
કરોડોના અધ્યાત્મ છોડી 10 રુપીયાના રાજકારણમાં કોણ આવે
તમે રાજકારણમાં જોડાશો તેવા સવાલનો જવાબ આપતાં બાગેશ્વર સરકારે કહ્યું કે કરોડોના અધ્યાત્મ છોડી10 રુપીયાના રાજકારણમાં કોણ આવે…તેમણે એમ પણ કહ્યું કે રાજનીતીથી ધર્મ ચાલતો નથી પણ ધર્મથી રાજનીતી ચાલે છે અને જ્યારે પણ રાજપીઠ પર ખતરો છે ત્યારે ધર્મદંડે બચાવ્યો છે. હિન્દુ રાષ્ટ્રની કલ્પના જન સત્તાથી પૂર્ણ થશે….ધર્મ સત્તા અને રાજ્ય સત્તાથી નહી થાય..
લોલીપોપ બતાવી સનાતનીઓને લલચાવવામાં આવી રહ્યા છે
લવ જેહાદ અંગે વાત કરતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે લોલીપોપ બતાવી સનાતનીઓને લલચાવવામાં આવી રહ્યા છે.  લવ જેહાદ પૂર્વ નિયોજીત કાવતરું છે અને ફંડ આપીને પ્રાયોજીત ઢંગથી શિકાર બનાવે છે. દીકરીઓએ હવે લક્ષ્મીબાઇ બનવું પડશે.
બંધારણમાં 125 વાર સુધારા થયા છે ત્યારે એક વાર હિન્દુ રાષ્ટ્ર માટે પણ થાય
ભારતમાં બંધારણ છે ત્યારે હિન્દુ રાષ્ટ્ર કઇ રીતે બનશે તેવા સવાલના જવાબમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે બંધારણમાં 125 વાર સુધારા થયા છે ત્યારે એક વાર હિન્દુ રાષ્ટ્ર માટે પણ થાય. તેમણે એમ પણ કહ્યું કે જાતિવાદ દુર કરવાનો પ્રયાસ કરાશે અને આ માટે તમામ સંતોને એક મંચ પર લાવીશું.