Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

કોંગ્રેસ પાર્ટીનું પ્રતિનિધિ મંડળ મળ્યું રાજ્યપાલને, ગુજરાતની પરિસ્થિતિ અંગે કરી ચર્ચા

03:12 AM Apr 20, 2023 | Vipul Pandya

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુ શર્મા, વિપક્ષના નેતા સુખરામ રાઠવા, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, પૂર્વ પ્રદેશ અધ્યક્ષ સિધ્‍ધાર્થ પટેલ, ઉપનેતા શૈલેષ પરમાર, દંડક શૈલેષ પરમાર, ડો. સી. જે. ચાવડા સહીતના ધારાસભ્યો અને આગેવાનો  રાજભવન ખાતે રાજ્યપાલને મળી અને રાજ્યમાં શાંતિ જળવાઈ રહે અને સાંપ્રદાયિક ધ્રુવીકરણની પરિસ્‍થિતિ ઉભી ન થાય તે અંગે ચર્ચા કરી હતી. 
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની મુલાકાત બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડૉ. રઘુ શર્માએ ભાજપ પર શાબ્દિક પ્રહાર કરતા જણાવ્યું કે, ભાજપના ઈશારે જે થયું તેને અમે વખોડી કાઢીએ છીએ.  આ બનાવો પૂર્વ આયોજિત હોય તેમ લાગી રહ્યું છે. હિંમતનગર અને ખંભાતની ઘટના સખત શબ્દોમાં વખોડવા જેવી ઘટના છે. જીગ્નેશ મેવાણીની ટ્વીટના આધારે ગુજરાતમાં ફરિયાદ કરી શકાય તેમ હતી. પરંતુ તેમને હેરાન કરવા કાવતરા સાથે જ આસામમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર ઘટના સરકાર જાણતી હોવા છતાં અજાણ બને છે. બંધારણ પ્રમાણે સરકાર ચાલતી નથી એ બાબત સ્પષ્ટ છે.
 વિધાનસભાનું સત્ર બે દિવસમાં બોલાવવા રઘુ શર્માએ માગ કરી છે. સમગ્ર ઘટના અંગે ચર્ચા કરવા સત્ર બોલાવવા  માગ કરી છે. જીગ્નેશ મેવાણી સાથે શું થઇ રહ્યું છે તેની અમને ખબર નથી. ચૂંટણી આવી રહી છે ત્યારે સરકાર ગુજરાતની શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપ પર પ્રહારો કરતા રઘુ શર્માએ કહ્યુકે  લોકોનું ધ્યાન મોંઘવારી અને  પેપર લીંક પરથી હટાવવા આ ઘટનાઓ થઈ રહી છે. DYSP મહિલાઓ પર પથ્થર ફેંકે તેવો વિડીયો પણ અમે રાજ્યપાલને આપ્યો છે. જ્યારે પણ કોઈ પ્રદેશમાં ચૂંટણી આવે તો સાંપ્રદાયિક ઘટનાઓ બને છે. હવે ગુજરાતમાં આગ લગાવી આ લોકો ચૂંટણી જીતવા માંગે છે.
જીગ્નેશ મેવાણી એ તો માત્ર એક જ ટ્વીટ કર્યું હતું જેમાં વડાપ્રધાન મોદીને ભાઈચારાનો સંદેશ આપવાની અપીલ કરી હતી. આસામમાં બીજેપીની સરકાર છે ત્યાં જઈને જાણીજોઈને ફરિયાદ કરવામાં આવી છે. વધુમાં કહ્યું કે વિધાનસભાના અધ્યક્ષને જાણ કર્યા બાદ જ ધારાસભ્ય સામે કાર્યવાહી થવી જોઈએ. દરેક વ્યક્તિને લોકતંત્રમાં જીવવાનો અધિકાર છે.
નરેશ પટેલ અંગે આપ્યું નિવેદન 
પરેશ ધાનાણી અમારી પાર્ટીના નેતા છે જે દિલ્હી જઈને મળી શકે છે. નરેશ પટેલ કોંગ્રેસના નેતૃત્વની દિલ્હી મળવા ગયા તો તે ખુશીની વાત છે. કોંગ્રેસમાં નરેશ પટેલ જેવા લોકોનું સ્વાગત છે. નરેશ પટેલના આવવાથી કોંગ્રેસ પક્ષ મજબૂત થશે.
હાર્દિક પટેલ અને લલિત વસોયાએ  ભાજપના કરેલ વખાણ બાબતે કહ્યું કે, કયા સંદર્ભમાં તેમણે વખાણ કર્યા તે જાણવાની બાબત છે. હું પણ તેમને મળીને પૂછીશ કે શા માટે વખાણ કર્યા. અમારી પાર્ટીનો મામલો છે અમે તેમની સાથે વાતચીત કરીશું.