+

કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેની સંસ્થામાંથી ફરાર થયેલ બાળક અંતે મળ્યું

કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેની એક સંસ્થામાંથી બાળક ગુમ થઈ જતા હાહાકાર મચી ગયો.એકસાથે બાળકોને મંદિરમાં જમવા લઈ જવાયા બાદ એક બાળક ન મળતા મામલો સામે આવ્યો.સીસીટીવીમાં પણ બાળક ભાગતું જોવા મળ્યું.કાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે વિવાદોનું ઘર.અગાઉ અનેક પ્રકાર ના વિવાદો સામે આવ્યા બાદ હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે.અહીં નજીકમાં જ મંદિરની આંગન નામની સંસ્થા આવેલી છે.આ સંસ્થામાં રાàª
કાલુપુર સ્વામિનારાયણ મંદિર પાસેની એક સંસ્થામાંથી બાળક ગુમ થઈ જતા હાહાકાર મચી ગયો.એકસાથે બાળકોને મંદિરમાં જમવા લઈ જવાયા બાદ એક બાળક ન મળતા મામલો સામે આવ્યો.સીસીટીવીમાં પણ બાળક ભાગતું જોવા મળ્યું.
કાલુપુર સ્વામિનારાયણ મંદિર એટલે વિવાદોનું ઘર.અગાઉ અનેક પ્રકાર ના વિવાદો સામે આવ્યા બાદ હવે ફરી એક વિવાદ સામે આવ્યો છે.અહીં નજીકમાં જ મંદિરની આંગન નામની સંસ્થા આવેલી છે.આ સંસ્થામાં રાખવામાં આવેલ સાત વર્ષીય સાહિલ ગુમ થયો.જેને લઈને પોલીસ ને જાણ કરાઈ.પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી.સીસીટીવી ફૂટેજ મળતા સાહિલ મંદિરમાંથી ભાગીને જતો જોવા મળ્યો.અને બાદમાં ફૂટેજ જોતા જોતા રિલીફ રોડ સુધી એકલો જતા જોવા મળ્યો.જોકે કાગડપીઠ વિસ્તારમાંથી બાળક મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
સ્વામિનારાયણ મંદિર ના કેશિયર ઈશ્વર પટેલ એ આ અંગે ફરિયાદ નોંધાવી છે.તો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે સાત વર્ષનો સાહિલ નામનો બાળક ઘરેથી નીકળ્યો હતો.જેના માતા નુરીબહેન અને પિતા નાસિરભાઈ સરખેજ બસ સ્ટેન્ડ પાસે રહેતા હોવાનું તેણે જણાવ્યું હતું. બાદમાં તે વાસણા પોલીસ ને મળી આવતા તેને ચાઈલ્ડ વેલ્ફેર કમિટીએ 25 મે ના રોજ સાહિલ ને આ સંસ્થા માં મોકલી આપ્યો હતો .ગઈકાલે અહીં રાખવામાં આવેલા બાળકોને કાંકરિયા ફરવા પણ લઈ જવાયા હતા.પણ બાદમાં રાત્રે મંદિર માં જમવા લઈ જવાયા બાદ બધા બાળકોને જ્યારે પરત લવાયા ત્યારે આ સાત વર્ષનો બાળક મળ્યો નહોતો.જેથી તેની શોધખોળ હાથ ધરાઈ પણ ન મળી આવતા પોલીસને જાણ કરાઈ.પોલીસે અપહરણ ની શંકા દાખવી ફૂટેજ જોતા બાળક એકલું જ નીકળે છે અને દોડતા દોડતા મંદિરમાંથી નીકળી ભાગી ગયુ હોય તેમ જણાતા અપહરણ ની થિયરી ને પોલીસે નકારી કાઢી છે.જોકે ગુમ થનાર સાહિલ તોફાની હતું અને અન્ય બાળકો સાથે મારામારી પણ કરતો હતો.
હાલ તો કાલુપુર પોલીસે બાળકને સાથે રાખીને તેની આગવી પૂછપરછ હાથ ધરી છે તેવામાં બાળકનું નિવેદન નોંધાયા બાદ તેમાં ભાગી જવા પાછળના કારણો સામે આવશે.પરંતુ આ બધાની વચ્ચે બાળક હેમખેમ મળી આવતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.
Whatsapp share
facebook twitter