Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગરમાં જોવા મળ્યા અનોખા દ્રષ્યો, મુખ્યમંત્રીશ્રી સામે ચાલીને મળવા પહોંચ્યા પોતાના મંત્રીઓને

06:08 AM Apr 26, 2023 | Vipul Pandya

ગુજરાત (Gujarat)ના 18માં મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) શપથ લઇ લીધા છે અને મંગળવારે તેમણે મુખ્યમંત્રી કાર્યાલય ખાતે જઇને ચાર્જ સંભાળી લીધો હતો. મુખ્યમંત્રીનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રીનો સરળ અને આત્મિયતાભર્યો સ્વભાવ જોવા મળ્યો હતો. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ સામે ચાલીને પોતાના મંત્રીઓને મળવા પહોંચ્યા હતા. 

મુખ્યમંત્રી તમામ મંત્રીઓને મળ્યા 
સામાન્ય રીતે મંત્રીઓ મુખ્યમંત્રીને મળવા જતાં હોય છે પણ સરળ સ્વભાવના ગણાતા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો સાલસ સ્વભાવ અને આત્મિયતાભર્યો સ્વભાવ મંગળવારે મંત્રીઓ અને તેમના સમર્થકોને જોવા મળ્યો હતો. મુખ્યમંત્રી સામે ચાલીને તમામ મંત્રીઓને મળવા પહોંચ્યા હતા અને તમામ મંત્રીને મળ્યા હતા. પોતાનો પદભાર સંભાળ્યા બાદ  ખુદ મુખ્યમંત્રી મંત્રીઓની ચેંબરમાં મંત્રીઓને મળવા ગયા હતા. 
મુખ્યમંત્રીને જોઇને સૌ અચરજમાં 
મુખ્યમંત્રી સામે ચાલીને મળવા આવતાં મંત્રીઓ અને સમર્થકો પણ દાદાને જોઈ અચરજ પામ્યા હતા.  મુખ્યમંત્રી કેબિનેટ મંત્રીઓને મળ્યા બાદ સ્વર્ણિમ 2માં રાજ્યકક્ષાના મંત્રીઓને પણ  મળવા માટે ગયા હતા. 
વ્યક્તિગત મળીને આપી શુભેચ્છા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા મંત્રીમંડળ સાથે રુબરુ મળીને મુલાકાત કરી હતી. ગાંધીનગરમાં સ્વર્ણિમ સંકુલમાં નવા મંત્રીઓ સાથે મુલાકાત કરીને તેઓ દરેક મંત્રીઓને વ્યક્તિગત મળીને  શુભકામના પાઠવી હતી. મંત્રીઓએ પણ પોતાની ચેંબરમાં આવેલા મુખ્યમંત્રીને આવકાર આપીને સન્માન કર્યું હતું. 
16 મંત્રીઓએ કાર્યભાર સંભાળ્યો 
ઉલ્લેખનિય છે કે  ભૂપેન્દ્રભાઇ સરકારના 16 મંત્રીઓને જવાબદારી સોંપાઇ છે જેમાં  8 કેબિનેટ, 2 રાજ્યકક્ષા સ્વતંત્ર,6 રાજ્યકક્ષાના મંત્રીનો સમાવેશ થાય છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.