+

COVID-19 Cases In India: કેન્દ્ર સરકાર દ્વારા ભારતમાં કોરોનાના નવા વેરિયેન્ટ માટે જાહેર થયું રેડ એલર્ટ

કોવિડ સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે વિનંતી કરવામાં આવી કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઈરસના વધતા કેસ અને ભારતમાં JN.1 વેરિએન્ટને ધ્યાનમાં રાખતાં દેશના તમામ ક્ષેત્રોમાં એડવાઈજરી જાહેર કરવામાં આવી…

કોવિડ સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે વિનંતી કરવામાં આવી

કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વાઈરસના વધતા કેસ અને ભારતમાં JN.1 વેરિએન્ટને ધ્યાનમાં રાખતાં દેશના તમામ ક્ષેત્રોમાં એડવાઈજરી જાહેર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે તમામ રાજ્યોમાં કોવિડ સ્થિતિ પર સતત દેખરેખ રાખવા માટે વિનંતી કરવામાં આવી છે.

તમામ રાજ્યમાં નિયમિતપણે જિલ્લા ક્ષેત્રે એસએઆઈ અને આઈએલઆઈ કેસની રિપોર્ટ અને દેખરેખ કાળજીપૂર્વક રાખવી પડશે. તમામ રાજ્યમાં સમયસર આરટી-પીસીઆર પરીક્ષણો સહિતની ખાતરી કરવાની સલાહ આપી. સાથે જ જીનોમ સીક્વેન્સિંગ માટે પૉજિટિવ નમૂને INSACOG નો ઉપયોગ કરવાની ભલામણ કરી છે.

કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેરળમાં નોંધાયો

એક અહેવાલો અનુસાર, કોવિડ-19 સબ-વેરિઅન્ટ JN.1 નો પહેલો કેસ 8 ડિસેમ્બરે કેરળમાં નોંધાયો હતો. એક 79 વર્ષીય મહિલાને તેનાથી ચેપ લાગ્યો હતો. થોડા દિવસો પહેલા સિંગાપોરમાં એક ભારતીય મુસાફર પણ JN.1 સબ-વેરિઅન્ટથી સંક્રમિત જોવા મળ્યો હતો. તે તમિલનાડુના તિરુચિરાપલ્લીનો રહેવાસી હતો. આ વ્યક્તિ ઓક્ટોબરમાં સિંગાપોર ગયો હતો. ત્યારે 18 ડિસેમ્બરના રોજ અપડેટ કરાયેલા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના ડેટા અનુસાર, ભારતમાં કોરોના વાયરસના ચેપના 260 નવા કેસ નોંધાયા છે, જ્યારે સક્રિય કેસ વધીને 1,828 થઈ ગયા છે. તે ઉપરાંત ડેટા અનુસાર, કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા 5,33,317 નોંધાઈ છે.

જો કે દેશમાં કોવિડ કેસની સંખ્યા 4.50 કરોડ છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વેબસાઈટ અનુસાર, કોરોના કેસમાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 4,44,69,931 થઈ ગઈ છે અને રાષ્ટ્રીય સાજા થવાનો દર 98.81 ટકા છે. કોરોનામાં મૃત્યુ દર 1.19 ટકા છે. મંત્રાલયની વેબસાઇટ અનુસાર, દેશમાં કોવિડ રસીના 220.67 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: પ્રેમિકા પર હુમલો કરનારા IASના પુત્ર સહિત 3 ને જામીન, ગઈકાલે જ થઈ હતી ધરપકડ

 

 

 

Whatsapp share
facebook twitter