+

અંજારમાં હત્યા કરાયેલી મહિલાની લાશ મળી આવ્યાની ઘટનાનો ભેદ ઉકેલાયો, આ કારણે થઈ હતી હત્યા

કચ્છના અંજાર શહેરમાંથી ગત 30 ડિસેમ્બરના રોજ અજાણી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવવાના કેસમાં પોલીસે  હતભાગી મહિલાના પુરૂષ મિત્ર એવા આરોપીને પકડી પાડી આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ કિસ્સામાં આરોપીએ મહિલાના હત્યા નિપજાવી તેણીએ પહેરાલા સોનાના દાગીનાની લુંટ ચલાવી હતી અને પછી ખાનગી ફાયનાન્સ કંપનીમાં ગાદીના ગરીવે મુકીને રોકડી કરી લીધી હતી.મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતોસમગ્ર મામàª
કચ્છના અંજાર શહેરમાંથી ગત 30 ડિસેમ્બરના રોજ અજાણી મહિલાની હત્યા કરાયેલ લાશ મળી આવવાના કેસમાં પોલીસે  હતભાગી મહિલાના પુરૂષ મિત્ર એવા આરોપીને પકડી પાડી આ ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. આ કિસ્સામાં આરોપીએ મહિલાના હત્યા નિપજાવી તેણીએ પહેરાલા સોનાના દાગીનાની લુંટ ચલાવી હતી અને પછી ખાનગી ફાયનાન્સ કંપનીમાં ગાદીના ગરીવે મુકીને રોકડી કરી લીધી હતી.
મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો
સમગ્ર મામલાની હકીકત મુજબ ગત તારીખ 30 ડિસેમ્બરના અંજારના કે.જી. માણેક સ્કુલ નજીકથી એક મહિલાના લાશ મળી આવી હતી. પ્રાથમિક તબકકે જ આ મહિલાની હત્યાના શંકા જોવામાં આવી હતી. પોલીસની તપાસમાં આ મહિલા આદિપુરની રેશ્મા ભરતભાઈ ભંભાણી હોવાનુ સ્પષ્ટ થયું હતું. વણ ઉકેલ્યા ગુનાની તપાસમાં પોલીસે  હત્યાનો ભોગ બનનાર  મહિલાના પુરૂષ મિત્ર આરોપી  નિતીન અજય શર્માને ઝડપી લેવાયો છે.
આરોપી રાજસ્થાનનો હતો
પોલીસે વિગતો આપતા જણાવ્યુ હતું કે આરોપી નિતીન અને રેશ્મા વચ્ચે સંબંધો હોવાની વિગતો મળ્યા પછી પોલીસે વિવિધ ટીમો બનાવીને તપાસ આદરી હતી. જેમાં આરોપી નિતીન રાજસ્થાન હોવાનું જાણવા મળતા પોલીસની ટીમ રાજસ્થાન પહોંચી હતી અને આરોપીને ઝડપી લાવી છે.  આરોપીની પુછપરછમાં સ્પષ્ટ થયું છે કે મહિલા સાથેના તેના સંબંધો દરમિયાન આરોપીએ રેશ્મા પાસેથી સોના ના દાગીના મેળવ્યા હતા.
હત્યા કરી લાશ ફેંકી દીધી હતી
આ સોનાના દાગીના રેશ્મા સતત પરત માંગતી હતી. બનાવની રાત્રિએ આરોપી કાર વડે રેશ્માને મળવા પહોંચ્યા હતો અને કારમાં બેસાડીને અંજાર તરફ લઈ ગયો હતો રસ્તામાં દાગીના માટે ફરી બન્ને વચ્ચે બોલાચાલી થતાં આરોપીએ ગળું દબાવીને રેશ્માની હત્યા કરી નાંખી હતી. હ્ત્યા બાદ રેશ્માએ પહરેલા સોનાના દાગીનાની લુંટ કરી હતી. આ પછી રેશ્માની લાશને  અંજાર સ્કુલ પાસેના મેદાનમાં ફેંકી દીધી હતી.
રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરી
પોલીસે જણાવ્યુ હતું કે આરોપીના કબ્જામાથી રેશ્માનો મોબાઈલ મળી આવ્યો હતો. પણ તેના દાગીના અંગેની તપાસમાં ખુલ્યું હતું કે આરોપીએ હત્યા પછી રેશ્મના દાગીના મુથડ ફાયનાન્સ નામની પેઢીમાં ગીરવે મેુકીને રોકડી કરી લીધી હતી.  હાલ આરોપીને રિમાન્ડ પર લઈ વધુ તપાસ ચાલી રહી છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter