Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

૬ માર્ચે હિંમતનગર પાલિકાની સામાન્ય સભામાં બજેટ રજૂ થશે

06:22 PM Mar 02, 2024 | Harsh Bhatt

સાબરકાંઠા જિલ્લામાં આવેલી મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નાણાંકીય વર્ષ ર૦ર૩ માર્ચ મહિનામાં સમાપ્ત થાય છે. ત્યારે અને તા. ૦૧ એપ્રિલથી વર્ષ ર૦ર૪નું નવું નાણાંકીય વર્ષ શરૂ થાય છે. ત્યારે આખા વર્ષમાં સંસ્થાઓની આવક અને ખર્ચ તથા અપેક્ષિત ગ્રાન્ટને ધ્યાનમાં રાખી નવા વર્ષમાં જોગવાઈ કરવાની હોય છે. ત્યારે આગામ તા. ૬ એપ્રિલના રોજ હિંમતનગર નગરપાલિકાની ગાંધી ટાઉનહોલમાં યોજાનાર ખાસ સામાન્ય સભામાં વર્ષ ર૦ર૪ નું બજેટ ચીફ ઓફીસર અને પ્રમુખના અધ્યક્ષ સ્થાને રજૂ કરવામાં આવશે.

આ અંગે પાલિકા પ્રમુખ વિમલભાઈ ઉપાધ્યાય તથા ચીફ ઓફિસર ઉપેન્દ્રભાઈ ગઢવીએ શુક્રવારે પાલિકાના તમામ સદસ્યોને પાઠવેલા એજન્ડામાં જણાવાયા મુજબ તા. ૬ માર્ચના રોજ બપોરે ૧૧ વાગ્યે યોજાનાર ખાસ સામાન્ય સભામાં એજન્ડાના પાંચ કામો અંગે ચર્ચા થશે. જે અંતર્ગત ગત મિટીંગની કાર્યનોંધ વંચાણે લઈ બહાલી અપાશે. તે ઉપરાંત ગત મિટીંગની કાર્યનોંધ ઉપર લીધેલા પગલાની જાણ ઉપસ્થિત સભ્યોને કરાશે.

સાથોસાથ વર્ષ ર૦ર૩-ર૪નું પુરવણી અને પુરક બજેટ રજૂ કરવામાં આવશે. ત્યારબાદ વર્ષ ર૦ર૪-રપ ના વર્ષ માટે કારોબારી સમિતીના ઠરાવ નં. ૭૭ અન્વયે રજૂ કરવામાં આવેલ આવક જાવકનું અંદાજપત્ર સામાન્ય સભામાં મંજૂરી અર્થે રજૂ કરાશે જેમાં સત્તાધારી અને વિપક્ષના સભ્યોની હાજરીમાં ચર્ચા કરાયા બાદ મંજૂરી અપાશે.

અહેવાલ  – યશ ઉપાધ્યાય 

આ પણ વાંચો — ગુજરાતમાં સૌ પ્રથમવાર હિંમતનગરમાં ૮ હજાર બાળકોને ગીતા ગ્રંથ અપાયો

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ