Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

દુલ્હને કારના બોનેટ પર બેસી Reel બનાવી, ટ્રાફિક પોલીસે 16 હજારથી વધુનો ફટકાર્યો દંડ

03:37 PM May 22, 2023 | Hardik Shah

આજકાલ પ્રી વેડિંગ શૂટનો ક્રેઝ બની ગયો છે. લગ્ન પહેલા દુલ્હન હોય કે વરરાજા કઇંક એવું કરી જતા હોય છે કે તે પછી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. આવો જ એક વીડિયો તાજેતરમાં વાયરલ થઇ રહ્યો છે જેમા એક દુલ્હન કારના બોનેટ પર બેઠેલી જોવા મળી રહી છે. મળતી માહિતી અનુસાર, એક દુલ્હન તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે રીલ બનાવવા માટે ચાલતી કારના બોનેટ પર બેઠી. આ વીડિયો અપલોડ થયાના થોડા કલાકો બાદ વાયરલ થવા લાગ્યો હતો.

કન્યાને 16,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો

સોશિયલ મીડિયામાં લાઈક્સ વધારવા માટે આજના યંગસ્ટર કઇ પણ કરવા તૈયાર થઇ જાય છે. પ્રયાગરાજની સિવિલ લાઇન્સમાં દુલ્હનના ડ્રેસમાં એક યુવતીએ પહેલા હેલ્મેટ વગર સ્કૂટી ચલાવી અને પછી કારના બોનેટ પર બેસીને રીલ બનાવી. આ વીડિયો અપલોડ થયાના થોડા કલાકો બાદ વાયરલ થયો હતો. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કન્યાને 16,500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઘટના રવિવારે પ્રયાગરાજથી સામે આવી હતી, જ્યાં દુલ્હનના વેશમાં સજ્જ એક યુવતી ચાલતી કારના બોનેટ પર બેસીને રીલ બનાવી રહી હતી. આ વીડિયો સિવિલ લાઈન્સ વિસ્તારમાં શૂટ કરવામાં આવ્યો છે. જ્યારે આ વીડિયો વાયરલ થયો ત્યારે તે પોલીસ ચોકીના ઈન્ચાર્જ અમિત સિંહના ધ્યાન પર આવ્યો.

વર્ણિકા નામની યુવતીએ દુલ્હન બનીને એસયુવીના બોનેટ પર બેસી વીડિયો બનાવ્યો

કેસની તપાસમાં એ વાત સામે આવી છે કે થોડા દિવસો પહેલા અલ્લાપુર વિસ્તારની વર્ણિકા નામની યુવતીએ દુલ્હન બનીને એસયુવીના બોનેટ પર બેસીને વીડિયો બનાવ્યો હતો અને ફોટો પડાવ્યો હતો. એવું પણ જાણવા મળ્યું છે કે, વર્ણિકાએ થોડા મહિનાઓ પહેલાં હેલ્મેટ પહેર્યા વિના બ્રાઇડલ આઉટફિટમાં સ્કૂટર ચલાવ્યું હતું. ચાલતી SUVના બોનેટ પર બેસવા માટે રૂ. 15,000નું ચલણ કાપવામાં આવ્યું છે, જ્યારે હેલ્મેટ પહેર્યા વિના સ્કૂટર ચલાવવા માટે રૂ. 1,500નું ચલણ કાપવામાં આવ્યું છે. સબ-ઇન્સ્પેક્ટર અમિત સિંહે જણાવ્યું હતું કે કાર પરનો વીડિયો 16 મેના રોજ ઓલ સેન્ટ્સ કેથેડ્રલ નજીક શૂટ કરવામાં આવ્યો હતો, જ્યારે સ્કૂટર પરનો વીડિયો લગભગ બે મહિના પહેલા ચંદ્રશેખર આઝાદ પાર્ક નજીક બનાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો – આ COUPLE રસ્તા વચ્ચે ચાલુ વાહને નહાવા લાગ્યું, VIDEO

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.