Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગોવામાં ભાજપ વધુ મજબૂત, મમતા બેનર્જી અને કેજરીવાલ આવવાથી ભાજપને આડકતરો ફાયદો

12:35 PM Apr 26, 2023 | Vipul Pandya

ગોવામાં અત્યારે કુલ 40 બેઠકોના પરિણામો જાહેર થઇ રહ્યાં છે. ત્યારે ગોવામાં સરકાર બનાવવા માટે  21 સીટોની  બહુમતની જરુર હોય છે. જો ગોવાના રાજકારણની વાત કરવામાં આવો તો આ ચૂંટણીમાં મુખ્ય મુદ્દાઓ ભષ્ટાચાર, કસીનો, માઇનીંગ, લોકલ સંસ્કૃતિનું જતન અને સ્પેશિયલ સ્ટેટની માંગ મુખ્ય મુદ્દાઓ હતાં. જેના પર ગોવામા આ ચૂંટણી લડાઇ હતી. ગોવામા કુલ 11.56 લાખ મતદાતાઓ હતાં જેમાં 5.62 લાખ પુરુષો અને 5.93 લાખ સ્ત્રી મતદાતાઓનો સમાવેશ થાય છે. કુલ 301 ઉમેદવારો માંથી માત્ર 26 મહિલા ઉમેદવારો સામેલ હતાં. દેશના સૌથી નાના રાજ્ય એવા ગોવાની સાંકેલિમમાં CM પ્રમોદ સાવંત સતત ત્રીજી વખત જીત્યા છે. ત્યારે ગોવામાં ફરીથી ભાજપની સરકાર બનશે તે નક્કી છે. જ્યારે રાજધાની પણજી બેઠક પરથી પૂર્વ CM મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ ચૂંટણી હારી ગયા તેઓ  ભાજપનાં અતાનાસિયો મોનસેરાટે સામે 710 મતથી હાર્યા છે. પાર્ટીના નેતા આજે જ રાજ્યપાલ પીએસ શ્રીધરન પિલ્લઈને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કરશે. ગોવામાં આ વખતે પણજી બેઠકની પણ ઘણી ચર્ચા હતી, કારણ કે અહીંથી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ મેદાનમાં હતા, પરંતુ તેઓ હારી ગયા છે.
ગોવા વડાપ્રધાન મોદીના દિલ સાથે જોડાયેલું છે
ગોવા વડાપ્રધાન મોદીના દિલ સાથે ખાસ અંગત રીતે જોડાયેલું છે. 2002માં ગોધરાકાંડ બાદ જ્યારે તેમને સીએમ પદેથી હટાવવાની વાત ચાલી હતી ત્યારે ગોવામાં જ તેમણે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીને પોતાના પક્ષમાં કરી હતી. તેવી જ રીતે, 2014માં લોકસભાની ચૂંટણી પહેલા, 2013માં ગોવામાં એક બેઠક યોજાઈ હતી, જેમાં પીએમ મોદીને ભાજપના મુખ્ય ચૂંટણી પ્રચારક તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા. આજે ભાજપ ગોવામાં ત્રીજી વખત રેકોર્ડ બનાવશે. ગોવાના ઈતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં આવી છે. મનોહર પર્રિકરના નેતૃત્વમાં ભાજપે 2000માં પહેલીવાર ગોવામાં સરકાર બનાવી અને 4 વર્ષ 101 દિવસ સુધી સત્તામાં રહી. આ પછી ભાજપે 2012 અને 2017માં પણ પર્રિકરના નેતૃત્વમાં સરકાર બનાવી હતી. દેશના સૌથી નાના રાજ્ય ગોવામાં ભાજપની સરકારની રચના લગભગ નિશ્ચિત છે. ટ્રેન્ડ મુજબ ભાજપ 40માંથી 18 સીટો પર આગળ છે. ગોવામાં બહુમતીનો આંકડો 21 છે. ભાજપ સ્વતંત્ર ઉમેદવારોને પાર્ટીમાં સામેલ કરીને સરળતાથી સરકાર બનાવવાની સ્થિતિમાં છે.
ગોવામાં આ પહેલીવાર બનશે જ્યારે ભાજપ જીતની હેટ્રિક લગાવશે 
2012 અને 2017માં ભાજપે મનોહર પર્રિકરના નેતૃત્વમાં ગોવામાં સરકાર બનાવી હતી. આ વખતે એવું કહેવામાં આવી રહ્યું હતું કે પાર્રિકર વિના ભાજપ માટે સરકાર બનાવવી મુશ્કેલ હશે, પરંતુ પાર્ટીએ 2017થી પણ સારું પ્રદર્શન કર્યું. આ પહેલીવાર હતું જ્યારે ભાજપ પાર્રિકર વિના મેદાનમાં હતી. જોકે, તેમના પુત્રનો બળવો ભાજપ માટે ખતરો બની ગયો હતો. પરંતુ આ ચૂંટણીમાં તેમેણે હારનો સામનો કરવો પડ્યો હતો. વિરોધ પક્ષોના મતોના વિભાજનનો ભાજપને સીધો ફાયદો મળ્યો છે. આ વખતે મમતા બેનર્જીની ટીએમસી અને અરવિંદ કેજરીવાલની AAPએ ગોવામાં પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી હતી. આ સિવાય કોંગ્રેસની સાથે ગોવા ફોરવર્ડ પાર્ટી અને મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી પહેલેથી જ મેદાનમાં હતી. પરિણામો જોઈને સ્પષ્ટ થાય છે કે જે મત ભાજપની વિરુદ્ધ હતા તે વિપક્ષી પાર્ટીઓમાં વહેંચાઈ ગયા હતા. તેનો સીધો ફાયદો ભાજપને મળ્યો અને પાર્ટી 19 સીટો જીતવામાં આગળ છે. 

સીએમ સાવંત પહેલા કરતા વધુ મજબૂત બનશે
ભાજપના દિવંગત નેતા મનોહર પર્રિકર પછી ગોવામાં પાર્ટીની આ પહેલી ચૂંટણી હતી. સીએમ પ્રમોદ સાવંત સામે ભાજપના ઘણા નેતાઓએ બળવો કર્યો હતો.  હવે સીએમ સાવંતને પાર્ટીની આ જીતથી તાકાત મળવાની ખાતરી છે.  
છેલ્લા 2 વખતથી ગોવાની સત્તા BJP પાસે છે. જો ગત ટર્મની ચૂંટણીની વાત કરીએ તો કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ ભાજપે નાની-નાની પાર્ટીને પોતાની સાથે જોડી અહીં સરકાર બનાવી દીધી હતી. તેવામાં આ ચૂંટણીમાં કોંગ્રેસે ગોવા ફોરવર્ડ પાર્ટી (GFP) સાથે મળીને ચૂંટણી લડી છે. મમતા બેનર્જીની TMC,મહારાષ્ટ્રવાદી ગોમાંતક પાર્ટી (MGP) સાથે ચૂંટણીના મેદાનમાં છે. અરવિંદ કેજરીવાલની AAPને 39 બેઠકો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. વળી પણજી બેઠકથી BJPના દિવંગત નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલ પર્રિકરે અપક્ષ ચૂંટણી લડી BJPને મુશ્કેલીમાં મુકી દીધું છે. ગોવામાં ભાજપ અત્યારસુધી 4 વાર સરકાર બનાવી ચૂકી છે. કૈલેંગુટથી કોંગ્રેસના માઈકલ લોબો અને ડબોલિમથી ભાજપના મોવિન એચ ગોડિન્હો જીત્યા.
 
ગોવ ઇલેક્શન અપડેટ 
ભાજપનાં અતાનાસિયો મોનસેરાટે ઉર્ફે બાબુશે પુર્વ સીએમ મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલને 710 મતથી હરાવ્યા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગંબર કામત મારગાંવ બેઠક પરથી 5,849 મતોથી આગળ ચાલી રહ્યા છે.
TMC અને MGP ગઠબંધન 4 બેઠક પર કાંટાની ટક્કર આપી રહ્યું છે. વર્તમાન રુઝાનોંમાં તેમને 10 બેઠકો મળવાની ધારણા છે.પોંડાથી BJPના રવિ નાઈક પાછળ ચાલી રહ્યા છે.
ગોવા ફોરવર્ડ પાર્ટીના વડા વિજય સરદેસાઈ ફાટોરડા બેઠક પરથી 1500થી વધુ મતોથી આગળ છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગંબર કામત મારગાંવ સીટથી આગળ ચાલી રહ્યા છે.
રાજધાની પણજીમાં ભાજપના અતાનાસિયો મોન્સેરાટે અપક્ષ ઉમેદવાર અને પૂર્વ CM મનોહર પર્રિકરના પુત્ર ઉત્પલથી લગભગ 400 મતોથી આગળ છે. પ્રથમ રાઉન્ડના મતગણતરી બાદ મોન્સેરાટેને 1167 અને ઉત્પલને 764 વોટ મળ્યા હતા.
વિશ્વજીત રાણે વાલપોઈથી 1300 મતોથી આગળ છે અને તેમની પત્ની દેવિયા વિશ્વજીત રાણે પોરિયમ બેઠક પરથી 2600 મતોથી આગળ છે.
ગોવાના આંકડાઓ ફરી એકવાર બદલાવા લાગ્યા છે, હવે ભાજપ 21 સીટો પર આગળ છે અને કોંગ્રેસ 11 સીટો પર આગળ છે.
ગોવામાં બીજેપીએ વર્ષ 1999માં પહેલીવાર સરકાર બનાવી હતી, ત્યારે મનોહર પર્રિકર સીએમ બન્યા હતા. પછી પાર્ટી 2002, 2012 અને 2017માં ફરીથી સત્તામાં આવી. જો આ ટર્મમાં ભાજપ જીતશે તો હેટ્રિક થઈ જશે. તેના સિવાય કોંગ્રેસ જ એવી પાર્ટી છે જેને ગોવામાં લાંબા સમય સુધી રાજ કર્યું છે.