Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ભુજમાં બનાવાયેલ બાયો ડાયવર્સીટી પાર્ક આજે ખંડેર બન્યો 

06:20 PM May 31, 2023 | Vipul Pandya
અહેવાલ–કૌશિક છાયા, ભુજ
2001 ના વિનાશક ભુકંપ બાદ કચ્છના મુખ્યમથક ભુજમાં લોકો કચ્છની વન્ય સંપદાઓ અને કચ્છના જંગલમાં વિચરતા પ્રાણીઓ વિષે માહિતી મેળવી શકે તે મોડ્યુલથી આખુ વન ઉભુ કરાયુ હતુ.પણ યોગ્ય જાળવણીના અભાવે આ વન ઉજ્જડ ભાસી રહ્યું હોવાનો આક્ષેપ લોકો કરી રહ્યા છે
બાયો ડાયવર્સીટી પાર્ક આજે ખંડેર  હાલતમાં
વિવિધ ઉદ્દેશો સાથે ભુજમાં વનવિભાગ દ્વારા બનાવાયેલ બાયો ડાયવર્સીટી પાર્ક આજે ખંડેર બન્યો છે. જોગીંગ ટ્રેક સહિત અનેક સુવિધાઓ સાથે  વન ખુલ્લુ મુકાયો હતો  પરંતુ જાળવણીના અભાવે આજે લોકો મુલાકાત લેતા ધટ્યા છે. વનવિભાગ ખુદ સ્વીકારે છે.જેટલી જોઈએ તેટલી   જાળવણી નથી પરંતુ ગ્રાન્ટ જે રીતે મળે છે તે રીતે જાળવણી થઈ રહી છે.

જાળવણીના અભાવે પાર્ક ખંડેર 
કચ્છની વન્ય જીવસૃષ્ટ્રી, વનસ્પતિ અને કુદરતી સૌદર્યને લોકો સારા સ્વાસ્થય સાથે માણી શકે તે માટે એક દાયકા પહેલા વનવિભાગે ભુજમાં  બાયો ડાયવર્સીટી પાર્ક બનાવ્યો હતો. પરંતુ આજે જાળવણીના અભાવે પાર્ક ખંડેર બન્યો છે. જોંગીગ ટ્રેક પર બાવળોનુ સામ્રાજ્ય છે. બેઠક વ્યવસ્થા તુટી ગઇ છે.  લોકોને વિવિધ જાણકારી માટે બનાવાયેલ કૃતિઓ આજે તુટેલી સ્થિતી છે ત્યારે પાર્કની યોગ્ય જાળવણી થાય તો ફરી લોકો આવતા થાય તેવી આસપાસના રહિસો અને પાર્કની મુલાકાતે આવતા લોકોની માંગ છે. બીજી તરફ  અસામાજીક તત્વો આ બાગમાં વધુ આવતા હોવાથી સુરક્ષાની પણ યોગ્ય વ્યવસ્થાની પણ અપેક્ષા છે.

અસામાજિક તત્વો તેમજ નસેડીઓનો અડ્ડો
ભુકંપ બાદ કચ્છના મુખ્યમથક ભુજમાં લોકો કચ્છની વન્ય સંપદાઓ અને કચ્છના જંગલમાં વિચરતા પ્રાણીઓ વિષે માહિતી મેળવી શકે તે મોડ્યુલથી આખુ વન ઉભુ કરાયુ હતુ. અહીં  સનસેટ પોઇન્ટ પણ બનાવાયો હતો. હેનરી જેમ્સ ચાકોના જણાવ્યા પ્રમાણે લોકો કુદરતી સૌદર્ય વચ્ચે જ્ઞાન સાથે મનોરંજન મેળવી શકે તેવા અનેકવિદ્દ ઉદ્દેશ સાથે આ પાર્ક તો બન્યો હતો.. પરંતુ સમય જતા તે આજે એક વેરાન બાગ બન્યો છે.અહીં અસામાજિક તત્વો તેમજ નસેડીઓ દારૂ પીતા હોવાનું પણ લોકો કહી રહ્યા છે, ત્યારે કરોડો ખર્ચે પછી ફરી પાર્ક જીવંત થાય તેવી સ્થાનીક લોકોની માંગણી છે. જોકે જોવુ એ રહ્યુ અત્યાર સુધી પાર્કની જાળવણીમાં ઉંણું ઉતરેલુ વનવિભાગ હવે ક્યારે પાર્કને ફરી જીવંત બનાવે છે.

ખાનગી સંસ્થાને પાર્કનું સંચાલન સોંપવામાં આવે 
 નાયબ વન સંરક્ષક યુવરાજસિંહ ઝાલાના જણાવ્યા પ્રમાણે અહીં પોલીસ અને હોમગાર્ડની પણ અવરજવર હોય છે.તેમજ પાર્કની જાણવણી પણ થઈ રહી હોવાનું જણાવ્યું હતું.પથરાળ જગ્યા હોવાથી અમુક વૃક્ષોનો વિકાસ થતો ન હોવાનું જણાવ્યું હતું.આ પાર્કમાં એક 24 કલાક ગાર્ડ મુકાય તેવું લોકો ઇચ્છી રહ્યા છે. ખાનગી સંસ્થાને પાર્કનું સંચાલન સોંપવામાં આવે તો યોગ્ય માવજત પણ થશે અને લોકોની અવરજવરમાં વધારો થશે તે એક હકીકત છે.