Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Harsh Sanghvi : આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ

01:19 PM Dec 11, 2023 | Vipul Pandya

સાયબર સુરક્ષા અંગે ગાંધીનગરમાં કોન્ફરન્સ
ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી રહ્યાં ઉપસ્થિત
ફોરેન્સિક સાયન્સ, સાયબર સુરક્ષા અંગે ચર્ચા
UK એમ્બેસી અને NFSU દ્વારા આયોજન
સાયબર ક્રાઈમને નાથવા અંગે બે દિવસ ચર્ચા
“આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઈમ”
“ગ્રામીણ વિસ્તારથી વધુ શહેરમાં સાયબર ક્રાઈમની ઘટના”
“સાયબર ક્રાઈમને લોકો ગંભીરતાથી નથી લેતા”

ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સાયબર ક્રાઇમ અને ફોરેન્સિક સાયન્સ મુદ્દે બે દિવસની કોન્ફરન્સ શરુ થઇ છે. આ કોન્ફરન્સમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે UK એમ્બેસી અને NFSU દ્વારા આ ગંભીર સમસ્યાની ઉંડી ચર્ચા થશે અને સાઇબર ક્રાઇમ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે.

ફોરેન્સિક સાયન્સ અને સાયબર સિક્યોરિટી કોંફરન્સનું આયોજન

નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે UK- એમ્બેસી અને નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી દ્વારા ફોરેન્સિક સાયન્સ અને સાઇબર સિક્યોરિટી કોંફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી હાજર રહ્યા હતા. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં ફોરેન્સિક સાયન્સ અને સાયબર સુરક્ષાના મુદ્દે તજજ્ઞો વચ્ચે ચર્ચા થશે.


.
ગુજરાતને ઘણો ફાયદો થશે.

આ તકે સંબોધન કરતાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે આજના સમયની સૌથી મોટી સમસ્યા સાયબર ક્રાઇમ છે અને ગ્રામીણ વિસ્તાર કરતાં શહેરી વિસતારમાં સાયબર ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે. UK એમ્બેસી અને NFSU દ્વારા યોજાયેલી આ કોન્ફરન્સ દ્વારા સાયબર ક્રાઈમ અંગે ચર્ચા થશે. જેનાથી ગુજરાતને ઘણો ફાયદો થશે.

સાયબર ક્રાઈમને લોકો ગંભીરતાથી લેતા નથી

તેમણે એમ પણ કહ્યું કે UK અને ભારતની અલગ અલગ સમસ્યાઓ છે. બંને દેશોની કોઈ તુલના ન કરી શકાય. ભારતની સમસ્યાઓ અને પડકારો અલગ છે અને અહીં સાયબર ક્રાઈમને લોકો ગંભીરતાથી લેતા નથી.

આ પણ વાંચો—AHMEDABAD : AMCના ડમ્પરે ફૂટપાથ પર રહેતા દંપતીને લીધું અડફેટે,મહિલાનું કમકમાટીભર્યું મોત