Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ગાંધીનગર પાસેના પાલજ ગામે પ્રગટાવવામાં આવે છે સૌથી મોટી હોળી

03:02 PM Mar 24, 2024 | Harsh Bhatt

રાજ્યમાં ગાંધીનગરના પાલજમાં સૌથી મોટી હોળી પ્રગટાવવા માં આવે છે.આ હોળીના દર્શન કરવા દૂર દૂરથી લોકો આવે છે, 35 ફૂટ ઊંચી હોળી પ્રગટાવ્યા બાદ તેના દર્શન કરવા માટે દૂર દૂરથી આવ્યા હતા. ખાસ ગાંધીનગરના પાલજ ગામે  ફાગણી સુદ પૂનમના દિવસે  હોળી પ્રગટાવવામાં આવે છે જે હોળીનું વિશેષ મહત્વ છે. અહીંયા હોળી પ્રગટાવીને વર્ષો જૂની પરંપરા  લોકો તેના અંગારા પર ચાલે છે અને જેમાં બાળકોથી લઈને મોટેરાંઓ બધા જ જોડાય છે.

ચમત્કાર જેવી  લાગતી આ પરંપરા ગામના લોકો માટે વર્ષો જૂની પરંપરા છે અને જ્યાં 200 ટન લાકડાના મદદથી 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટાવવામાં આવે છે અને  અંગારા  પર ચાલીને લોકોએ પરંપરા આજે પણ જાળવી રાખે છે. હોળીના 15 દિવસ પહેલેથી તૈયારીઓ આરંભી  દેવામાં આવે છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામમાં મહાકાળી માતાનું મંદિર છે તેના શ્રદ્ધાના કારણે ધગધગતા અંગારા ઉપર ચાલતા હોય આજદિન સુધી એક પણ શ્રદ્ધાળુઓને ઈજા પહોંચી નથી કે કોઈ દઝ્યું નથી. હોળી પ્રાગટ્ય પછી પહેલા મહાકાળી મન્દિરના પૂજારી અને ત્યાર બાદ ગ્રામજનો અંગારા પર ચાલે છે.

7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં હોળીના દિવસે દિવસ દરમ્યાન લાડવા બનાવીને ઉજવણી કરવામાં આવતી હોય છે,હોળીના પ્રાગટ્ય માટે દસ દિવસ પહેલા જ તૈયારીઓ આરંભી દેવામાં આવતી હોય છે. ગામના યુવાનો 200થી 300 ટન લાકડાં ભેગાં કરીને ગામના પાદરે 35 ફૂટ ઊંચી હોળીને પ્રગટવા કરવા માટેની વ્યવસ્થા કરાય છે.

એટલું જ નહિ ગામના 80 જેટલા યુવાનો 15 દિવસ પહેલેથી લાકડા શોધીને ભેગા કરે છે , હોળી ને પ્રગટાવવા માટે ગ્રામજનો કેરી મહુડો અને રાયસના ડોડાનો હાર બનાવીને લાવે છે. હોળી હોમી દે છે હોળી બાદ લોકો 7 વાર પ્રદક્ષિણા કરે છે.અંગારાઓ સૌ પ્રથમ મહાકાળી માતાજીના પૂજારી ચાલે છે.તેમની પાછળ જય મહાકાળીના નાદ સાથે ભક્તો ચાલે છે.એક માન્યતા મુજબ હોળીના પ્રગટાવ્યા બાદ તેની જ્વાળાઓ ની દિશા થી આવનાર વર્ષ કેવું જાય છે તેની ભવિષ્ય વાણી કરવામાં આવે છે.

અહેવાલ : સચિન કડિયા 

આ પણ વાંચો : VADODARA : ગુનાહિત ઇતિહાસ ધરાવતા શખ્સને રંગેહાથ પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ