+

બોલરે ફેંક્યો એવો બોલ બેટ્સમેનના હાથમાં રહી ગયું બેટનું હેન્ડલ, Video

ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સીરીઝની બીજી મેચ યુનિવર્સિટી ઓવલ ખાતે રમાઈ હતી. પ્રથમ મેચ સુપર ઓવરમાં હારી ગયેલી ન્યુઝીલેન્ડ માટે આ મેચ ખુબ જ મહત્વની હતી અને…
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે 3 T20 મેચની સીરીઝની બીજી મેચ યુનિવર્સિટી ઓવલ ખાતે રમાઈ હતી. પ્રથમ મેચ સુપર ઓવરમાં હારી ગયેલી ન્યુઝીલેન્ડ માટે આ મેચ ખુબ જ મહત્વની હતી અને સીરીઝમાં ટકી રહેવા માટે જીત ખુબ જ જરૂરી હતી અને કીવી ટીમે જીત મેળવી સીરીઝ 1-1 થી પોતાના નામે કરી હતી. ન્યૂઝીલેન્ડની આ જીતનો હીરો ફાસ્ટ બોલર એડમ મિલ્ને રહ્યો હતો. મિલ્નેએ પોતાની તોફાની બોલિંગથી શ્રીલંકાની ઈનિંગ્સને હલાવી દીધી હતી. તેટલું જ નહીં તેણે કંઈક એવું પણ કર્યું જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મિલ્નેેએ એવી ફેંકી બોલ કે બેટ્સમેનને બીજુ બેટ લેવુ પડ્યું
ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ મેચની T20 સીરીઝની બીજી મેચ આજે રમાઈ હતી. ન્યુઝીલેન્ડના ઓવલમાં રમાયેલી આ મેચમાં યજમાન ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી હતી. આ જીતમાં એડમ મિલ્ને મહત્વની ભૂમિકા ભજવી હતી, જેણે 5 વિકેટ સાથે પોતાની ઝડપી ગતિથી તબાહી મચાવી હતી. ન્યૂઝીલેન્ડનો બોલર એડમ મિલ્ને તેની ઝડપી ગતિ માટે દરેક જગ્યાએ જાણીતો છે. આ મેચમાં પણ તેણે શ્રીલંકાની ઇનિંગ્સની પહેલી જ ઓવરનો પાંચમો બોલ ઝડપી ગતિએ ફેંક્યો હતો. બેટ્સમેન પથુમ નિસાન્કાએ આ બોલનો બચાવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ તેના બેટ સાથે અથડાતા જ બેટ બોલની ગતિ સામે ટકી શક્યું નહીં જેના કારણે બેટ તૂટી ગયું. આટલું જ નહીં, બેટ એટલી ખરાબ રીતે તૂટી ગયું જેના કારણે પથુમે તેની આગામી ઇનિંગ બીજા બેટથી શરૂ કરવી પડી. તેનો વીડિયો પણ સામે આવ્યો છે, જ્યારે ICCએ તેનો ફોટો ટ્વિટર પર શેર કર્યો છે.
એડમ મિલ્નેનું શાનદાર પ્રદર્શન
ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે રમાયેલી બીજી T20 મેચમાં એડમ મિલ્નેને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. મિલ્નેએ મેચમાં 4 ઓવરમાં માત્ર 26 રન આપીને 5 વિકેટ લીધી હતી. આ તેની T20 કારકિર્દીની પ્રથમ પાંચ વિકેટ હતી. આ સાથે તેની T20 કારકિર્દીની 42 વિકેટ પણ પૂરી થઈ ગઈ. મિલ્ને 37 મેચની કારકિર્દીમાં એક વખત 4 વિકેટ પણ લીધી છે. ઉલ્લેખનીય છે કે, મેચમાં પ્રથમ બેટિંગ કરતા શ્રીલંકાની ટીમ 19 ઓવરમાં માત્ર 141 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. શ્રીલંકાના કોઈપણ બેટ્સમેન મોટી ઇનિંગ્સ રમી શક્યા ન હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે માત્ર 1 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ટિમ સેફર્ટે 43 બોલમાં 79 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter