Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

અટારી વાઘા બોર્ડરથી પાકિસ્તાન જવા માટે હવે સ્પેશિયલ પરવાનગી નહીં લેવી પડે, ભારત સરકારે કર્યો મોટો નિર્ણય

09:56 AM Apr 22, 2023 | Vipul Pandya

ભારત અને પાકિસ્તાન વચ્ચે દુશ્મની પણ છે અને તણાવ પણ છે. અવાર નવાર
પાકિસ્તાન તરફથી ભારતને લઈને ભાતભાતના નિવેદનો આપવામાં આવે છે. તો બીજી તરફ ભારત
પણ આતંકવાદને લઈને પાકિસ્તાન પર વરસી પડે છે. 
ભારતની દુશ્મની પાકિસ્તાનને મોંઘી પડી છે. આજે દુનિયામાંથી મોટા ભાગના દેશો
પાકિસ્તાનની વિરૂદ્ધ નિવેદનો આપે છે. આતંકવાદના પગલે પાકિસ્તાનનો ચારે બાજુ વિરોધ
થવા લાગ્યો છે. ત્યારે આજે ભારત દ્વારા એક નવી પહેલ કરવામાં આવી છે.


પાકિસ્તાન સાથેનો તણાવ દૂર કરવા માટે ભારત સરકાર દ્વારા એક
મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. હવે પાકિસ્તાન જવા માટે સ્પેશિયલ પરમિશનની
જરૂર પડશે નહીં. ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધમાં પડેલી તિરાડ હવે પૂરવાના
પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે લોકો અટારી વાઘા બોર્ડર દ્વારા પાકિસ્તાન જવા
ઈચ્છતા હોય તે હવે માત્ર વીઝા હશે તો પણ પાકિસ્તાન જઈ શકશે. હવે અટારી વાઘા
બોર્ડરના રસ્તે પાકિસ્તાન જવા માટે ભારત સરકાર પાસેથી સ્પેશિયલ પરવાનગીની જરૂરીયાત
નહીં રહે. આ નિર્ણય આજે ભાજપ સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. જેના પગલે આશા છે કે
ભારત પાકિસ્તાનના સંબંધમાં એક મિઠાશ ઉમેરાશે અને તણાવ ઓછો થશે.