+

અબુધાબીમાં તૈયાર થઇ રહ્યું છે અદ્ધૂત BAPS મંદિર….!

દેશના મીડિયા ઈતિહાસમાં પહેલીવાર અરબ રાષ્ટ્રમાં તૈયાર થઇ રહેલા સૌ પ્રથમ હિન્દુ મંદિરના પ્રાંગણમાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. આ મંદિરમાં ભારતના કારીગરો દ્વારા પથ્થરની કોતરણી કરવામાં આવી છે અને ભવ્ય…
દેશના મીડિયા ઈતિહાસમાં પહેલીવાર અરબ રાષ્ટ્રમાં તૈયાર થઇ રહેલા સૌ પ્રથમ હિન્દુ મંદિરના પ્રાંગણમાં ગુજરાત ફર્સ્ટ પહોંચ્યું છે. આ મંદિરમાં ભારતના કારીગરો દ્વારા પથ્થરની કોતરણી કરવામાં આવી છે અને ભવ્ય સુંદર મંદિરનું નિર્માણ યુએઇમાં કરવામાં આવી રહ્યું છે. આ મંદિરના નિર્માણથી વિશ્વમાં પ્રેમ, શાંતિ અને સંવાદિતા સ્થાપિત કરવામાં આવશે.
UAEમાં પણ પ્રથમ મંદિર બનાવવાનો રેકોર્ડ BAPS સંસ્થાના નામે
અબુધાબીમાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા હિન્દુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.આમ તો વિશ્વભરમાં 1 હજારથી પણ વધુ મંદિરોનું નિર્માણ BAPS એટલે કે બોચાસણવાસી અક્ષર પુરષોત્તમ સંસ્થાન દ્વારા કરવામાં આવ્યું છે. પરમ પૂજ્ય શ્રી પ્રમુખસ્વામી મહારાજે મંદિર નિર્માણનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.. અને હવે UAEમાં પણ પ્રથમ મંદિર બનાવવાનો રેકોર્ડ BAPS સંસ્થાના નામે થયો છે.
7 શિખર ધરાવતા મંદિરનું નિર્માણ
અબુધાબી અને દુબઈની વચ્ચે 7 શિખર ધરાવતા મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.. દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રાહબા નજીક મંદિર બની રહ્યું છે, જે મધ્ય પૂર્વમાં પથ્થરોથી બનેલું પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર છે. ભારતના કારીગરો દ્વારા પથ્થરની કોતરણી કરવામાં આવી અને ભવ્ય સુંદર મંદિરનું નિર્માણ યુએઇમાં કરવામાં આવ્યું.
શ્રી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અબુ ધાબીમાં મંદિર બનશે
 5 એપ્રિલ 1997ની જ્યાં શારજહાંના રણ પ્રદેશમાં શ્રી પ્રમુખ સ્વામી મહારાજે સંતો સાથે ઉપસ્થિત હતા અને તે દરમિયાન શ્રી પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે અબુ ધાબીમાં મંદિર બનશે, બસ ત્યારથી વિશ્વના ધર્મો નજીક આવે અને અબુ ધાબીમાં હિન્દુ મંદિર બને તે માટે પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજે સંકલ્પ લીધો અને આખરે સ્વામીજીનું સ્વપ્ન પૂરું થયું. UAE સરકારે ઓગસ્ટ 2015માં નરેન્દ્ર મોદીની પ્રથમ સત્તાવાર મુલાકાત દરમિયાન મંદિર બનાવવા માટે જમીન આપવાની જાહેરાત કરી હતી. શાહી પરિવારની હાજરીમાં ભારત અને UAE દ્વારા એક સમજૂતી પત્ર પર હસ્તાક્ષર થયા. અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સે BAPS સાધુઓ અને મંદિર સમિતિનું સ્વાગત કર્યું અને બાદમાં ફેબ્રુઆરી 2018માં મંદિર માટે શિલા પૂજન સમારોહ યોજાયો.
સ્ટીલને બદલે, ફ્લાય એશનો ઉપયોગ
મહત્વનું છે કે આબુ ધાબીનું હિન્દુ મંદિર નિર્માણમાં અદભૂત કારીગરી પણ જોવા મળી રહી છે. મંદિરના નિર્માણ માટે 50°C સુધીના ઉનાળુ તાપમાનનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા પથ્થરો પસંદ કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સ્ટીલ-લોખંડની સામગ્રીના ઉપયોગ વિના મંદિરના પાયાનું નિર્માણ. તો બીજી બાજુ કોંક્રિટમાં મજબૂતીકરણ માટે સ્ટીલને બદલે, ફ્લાય એશનો ઉપયોગ કરવામાં આવ્યું છે. કુલ 27 એકર જમીનમાં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે જેમાં 13.5 એકરમાં મંદિર સહિતના અન્ય ભવનોનો સમાવેશ થાય છે જ્યારે 13.5 એકરમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે.
BAPS હિન્દુ મંદિરને વધુ 14 એકર જમીન ફાળવાઇ
આ ઉપરાંત જાન્યુઆરી 2019માં BAPS હિન્દુ મંદિરને વધુ 14 એકર જમીન ફાળવાઇ અને ત્યાર બાદ 20 એપ્રિલ 2019 ના રોજ, જ્યારે અબુ ધાબીમાં મહંત સ્વામી મહારાજની હાજરીમાં વૈદિક વિધિ મુજબ પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિરનો શિલાન્યાસ સમારોહ યોજાયો હતો.  બાદમાં 27 મે 2022ના રોજ મહાપીઠ પૂજન સમારોહનું આયોજન કરાયું હતું. જોકે, આજ દિન સુધી દેશ-વિદેશની ખ્યાતનામ હસ્તીઓ મંદિરના નિર્માણ કાર્યને જોવા માટે આવી ચૂકી છે. જ્યારે આ મંદિર તૈયાર થઈ જશે ત્યારે ખરા અર્થમાં પ્રમુખ સ્વામી મહારાજનું સ્વપ્ન સાકાર થશે.
અર્થક્વેક આવે તો પણ મંદિર ઊભું રહી શકશે
ભુજમાં જે લેવલનો અર્થક્વેક આવ્યો હતો એ લેવલનો અર્થક્વેક આવે તો પણ મંદિર ઊભું રહી શકે એ રીતની મંદિરની ડિઝાઇન કરવામાં આવી છે. આ મંદિરમાં એકપણ લોખંડનો ટુકડો કોઇપણ રેનફોર્સમેન્ટ યુઝ કર્યો નથી. શિલ્પશાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે ઇંટો અને પથ્થરના માધ્યમથી આ મંદિર તૈયાર થઇ રહયું છે  તેમ છતાં આટલો મોટો અર્થક્વેક આવે તોપણ મંદિર સારી રીતે ઊભું રહી શકે એ રીતની ડિઝાઇન કરી છે.

Whatsapp share
facebook twitter