+

યુદ્ધના માહોલ વચ્ચે 7 કલાક સુધી ચાલ્યા 80 વર્ષના વૃદ્ધા

રશિયા અને યુક્રેન વચ્ચે આજે 14માં દિવસે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનના સામાન્ય નાગરિકો પોતાનું જ ઘર છોડવા મજબૂર બન્યા છે. ઘણા એવા અહેવાલ આવી રહ્યા છે કે જેમા લોકો લાંબી મુસાફરી કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચી રહ્યા છે. તેવામાં એક વૃદ્ધ મહિલા 7 કલાક ચાલ્યા હતા. સતત મળી રહેલા અહેવાલ મુજબ રશિયન સેના રહેણાંક વિસ્તારોમાં હુમલો કરી રહી છે. બીજી તરફ રાજધાની કીવને કબજે કરવા માટે સàª
રશિયા અને યુક્રેન વચ્ચે આજે 14માં દિવસે પણ યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે યુક્રેનના સામાન્ય નાગરિકો પોતાનું જ ઘર છોડવા મજબૂર બન્યા છે. ઘણા એવા અહેવાલ આવી રહ્યા છે કે જેમા લોકો લાંબી મુસાફરી કરીને સુરક્ષિત જગ્યાએ પહોંચી રહ્યા છે. તેવામાં એક વૃદ્ધ મહિલા 7 કલાક ચાલ્યા હતા. 
સતત મળી રહેલા અહેવાલ મુજબ રશિયન સેના રહેણાંક વિસ્તારોમાં હુમલો કરી રહી છે. બીજી તરફ રાજધાની કીવને કબજે કરવા માટે સતત બોમ્બમારો થઈ રહ્યો છે. આ દરમિયાન યુક્રેનના ઘણા નાગરિકોએ પોતાના દેશની સુરક્ષા માટે બંદૂકો હાથમાં લીધી છે અને યુદ્ધના મેદાનમાં ઉતર્યા છે. દેશ માટે મરવાની ભાવના વૃદ્ધોમાં પણ સ્પષ્ટ દેખાય છે. જોકે, યુનાઇટેડ નેશન્સ અનુસાર, યુદ્ધ શરૂ થયું ત્યારથી મોટી સંખ્યામાં લોકોએ યુક્રેન છોડી દીધું છે. જીહા, અને આ યાદીમાં ચોમોનિન ગામની 80 વર્ષીય દાદી પિરોસ્કા બક્સાનો પણ સમાવેશ થાય છે, જેઓ લડાઈથી બચવા માટે 7 કલાક ચાલ્યા હતા. 1942માં જન્મેલી પિરોસ્કા બક્સાએ સોમવારે પોતાની પુત્રી અને 14 વર્ષની પૌત્રી સાથે હંગેરિયન સરહદ પાર કરી હતી. અહેવાલો અનુસાર, શરૂઆતમાં તે પોતાનો દેશ, પોતાનું ઘર છોડવા માટે રાજી ન હતી, પરંતુ પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તે સંમત થઈ હતી.
પિરોસ્કા બક્સા કહે છે કે, “મને લાગ્યું કે મારે કોઈ પણ ભોગે દેશ છોડવો જોઈએ નહીં. જ્યારે તમારે તમારું ઘર, બધું છોડવું પડે છે, તે ખૂબ જ દુઃખદ લાગણી હોય છે.” આ સાથે, તેઓ આગળ કહે છે કે, “મારી પુત્રી પાસે એક કૂતરો છે, પરંતુ અમારે તેને છોડવો પડ્યો. તેની સાથે રહેવા માટે કોઈ નથી. દરેક લોકો ઘર છોડીને જીવ બચાવવા દોડી રહ્યા છે. વળી તાજેતરમાં મળી રહેલી માહિતી અનુસાર, સ્થિતિ સતત ખરાબ બની રહી છે. જોકે, આ ખરાબ સમયે પણ ઘણા એવા લોકો છે કે જેઓ અન્ય લોકોની કોઇને કોઇ રીતે મદદ કરી રહ્યા છે. 
Whatsapp share
facebook twitter