Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tharad : PM મોદી પર ખેડૂતે સંભળાવી એવી અદ્ભુત કવિતા, સૌ કોઈ થયા મંત્રમુગ્ધ, જુઓ Video

07:04 PM Apr 26, 2024 | Vipul Sen

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની (PM Narendra Modi) લોકપ્રિયતા માત્ર દેશમાં જ નહિં પણ સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. વિશ્વના સૌથી લોકપ્રિય નેતાઓમાં પીએમ મોદીનું નામ સામેલ છે. પીએમ મોદીની રેલીઓમાં પણ લોકોની વિશાળ જનમેદની જોવા મળે છે. રેલીમાં તેમના ચાહકો અલગ અલગ રીતે પોતાની ભાવનાઓ પ્રકટ કરતા હોય છે. કોઈ પીએમ મોદીની તસવીર બનાવીને તો કોઈ વસ્તુ ભેટ આપીને PM મોદીને આવકારે છે. ત્યારે હવે થરાદના (Tharad) એક ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે જેમાં ખેડૂત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કવિતા સંભળાવતા નજરે પડી રહ્યા છે.

ખેડૂતની કવિતાએ સૌ ને મંત્રમુગ્ધ કર્યાં

પ્રાપ્ત માહિતી મુજબ, થરાદ (Tharad) ખાતે ભાજપના (BJP) લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીનાં (Rekhaben Chaudhary) સમર્થનમાં જાગીદાર રાજપૂત સમાજના આગેવાનો દ્વારા એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં સર્વે સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન, ગગજી બારોટ (Gagaji Barot) નામના એક ખેડૂતે મંચ પરથી PM મોદીને સંબોધિ અદ્ભુત કવિતાનું વર્ણન કર્યું હતું. ગગજી બારોટની આ કવિતા સાંભળીને ત્યાં હાજર સૌ કોઈ મંત્રમુગ્ધ થયા હતા. ગગજી બારોટે કવિતામાં PM એ કરેલા વિકાસનાં કામોનો ઉલ્લેખ કર્યો હતો. ગગજી બારોટની કવિતાનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. લોકો ગગજી બારોટની ગાયકીના પણ વખાણ કરી રહ્યા છે.

PM મોદીને મત આપવા કરાઈ અપીલ

જણાવી દઈએ કે, થરાદ ખાતે જાગીદાર રાજપૂત સમાજના (Jagidar Rajput Samaj) આગેવાનો દ્વારા ભાજપના લોકસભા ઉમેદવાર રેખાબેન ચૌધરીના સમર્થનમાં એક સભાનું આયોજન કરાયું હતું. માહિતી મુજબ, સભામાં જાતિવાદને નહિ પરંતુ વિકાસનાં કામો કર્યા તેવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મત આપવા અંગે સમાજના આગેવાનોએ અપીલ કરી હતી.

 

આ પણ વાંચો – Jitu Vaghani : ચૂંટણી ટાણે નોનસ્ટોપ વાણીવિલાસ! હવે જીતુ વાઘાણીએ કર્યો બફાટ, જુઓ Video

આ પણ વાંચો – સસ્પેન્ડ થયા બાદ Nilesh Kumbhani એ કોની પર લગાવ્યા આરોપ ?

આ પણ વાંચો – Surat Lok Sabha : બિનહરીફનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં….