Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટેસ્લા કાર નહિ લોન્ચ થાય ભારતમાં, જાણો શું આવી સમસ્યા

09:10 AM Apr 18, 2023 | Vipul Pandya

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કની કંપની ટેસ્લાએ ભારતમાં તેની ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાની યોજના હાલ પુરતી મુલતવી રાખી છે. કંપની થોડા દિવસો પહેલા સુધી ભારતમાં તેની ઇલેક્ટ્રિક કાર માટે શોરૂમ શોધી રહી હતી. જો કે, સરકાર તરફથી આયાત કર ઘટાડવાના વચનના અભાવે, કંપનીએ હવે તેની યોજના હાલ માટે બંધ કરી દીધી છે.
રિપોર્ટ અનુસાર લગભગ એક વર્ષથી સરકારી પ્રતિનિધિઓ અને ટેસ્લા વચ્ચેની વાતચીત આગળ વધી રહી ન હતી જેને પરિણામે  કંપનીએ આ નિર્ણય લીધો છે. ટેસ્લા ઇચ્છે છે કે ભારત સરકાર ચીન અને યુએસમાં બનેલી તેની કારોને ઓછી આયાત ડ્યુટી સાથે દેશમાં લોન્ચ કરવાની મંજૂરી આપે. જેથી તે બજારમાં વર્તમાન માગને માપી શકે.  સરકાર ઇચ્છતી હતી કે ટેસ્લા આયાત કર ઘટાડતા પહેલા ભારતમાં પ્લાન્ટ સ્થાપીને તેની કારનું ઉત્પાદન કરવાનું વચન આપે. વિદેશથી આયાત કરાયેલા વાહનો પર 100% સુધીની આયાત જકાત લાદવામાં આવે છે.
ટેસ્લાએ તેની તરફેણમાં લોબિંગ કરવામાં આવ્યું છે કે નહીં તે જોવા માટે 1 ફેબ્રુઆરીની સમયમર્યાદા નક્કી કરી હતી. આ દિવસે કેન્દ્ર સરકારે બજેટ રજૂ કર્યું અને ઘણા ક્ષેત્રો માટે ટેક્સમાં ફેરફારની જાહેરાત કરી. જ્યારે વડાપ્રધાન મોદીની આગેવાની હેઠળની સરકારે બજેટમાં કારની આયાત પર કોઈ છૂટની જાહેરાત કરી ન હતી. ત્યારે ટેસ્લાએ ભારતમાં તેની કાર વેચવાની યોજના બંધ કરી દીધી હતી.
છેલ્લા ઘણા મહિનાઓથી, ટેસ્લા નવી દિલ્હી, મુંબઈ અને બેંગલુરુ સહિત દેશના કેટલાક મોટા શહેરોમાં તેના શોરૂમ અને સેવા કેન્દ્રો માટે સ્થાનો શોધી રહી હતી. જોકે હવે તેને અટકાવી દેવામાં આવ્યું છે. ભારત સરકાર અને ટેસ્લાએ આ સમાચાર પર કોઈ ટિપ્પણી કરી નથી.
ટેસ્લાએ ભારતમાં તેની કાર લોન્ચ કરવા માટે એક નાની ટીમ પણ હાયર કરી હતી. જો કે હવે આ ટીમને અન્ય દેશોના બજારો માટેની જવાબદારી સોંપવામાં આવી છે. કંપનીના ઈન્ડિયા પોલિસી એક્ઝિક્યુટિવ મનુજ ખુરાનાની LinkedIn પ્રોફાઇલ દર્શાવે છે કે તેઓ માર્ચ મહિનાથી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોમાં ‘પ્રોડક્ટ’ ટીમને સંભાળી રહ્યા છે.