Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

Tejashwi Yadav and MLAs: બિહારમાં RJD પાર્ટીના ધારાસભ્યો પહેલા ગાયબ અને હવે, નજરકેદ કરાયા

08:15 PM Feb 10, 2024 | Aviraj Bagda

Tejashwi Yadav and MLAs: લોકસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, ત્યારે દેશના રાજકારણમાં મોટા મોટા અને અવિશ્વશનિય ફેરફારો થતા જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં નીતિશ કુમારે Congress નો સાથ છોડીને NDA સાથે બાથ ભરી લીધી છે.

  • Tejashwi Yadav નો એક્શન મોડ ઓન
  • ફ્લોર ટેસ્ટ પહેલા તમામ ધારાસભ્યો રહેશે નજરકેદ
  • બંગલાની ચારે બાજુ કડક સુરક્ષા તૈનાત કરાઈ

Tejashwi Yadav નો એક્શન મોડ ઓન

હાલમાં બિહારની રાજધાની પટનાથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં પૂર્વ ડેપ્યુટી સીએમ Tejashwi Yadav એપોતાના ધારાસભ્યો અને વિધાન પરિષદના તમામ સભ્યોને તેમના નિવાસસ્થાને નજરકેદ કરી દીધા છે.

ફ્લોર ટેસ્ટ પહેલા તમામ ધારાસભ્યો રહેશે નજરકેદ

એક અહેવાલ અનુસાર, Tejashwi Yadav એ એતેના તમામ ધારાસભ્યો અને MLAs ને 5 દેશ રત્ન માર્ગ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાનમાં વર્ચ્યુઅલ રીતે કેદ કરી દીધા છે. આનો અર્થ એ થયો કે હવે બિહાર વિધાનસભામાં યોજાનાર ફ્લોર ટેસ્ટ પહેલા કોઈપણ ધારાસભ્યને તેજસ્વીના ઘરની બહાર જવા દેવામાં આવશે નહીં. કહેવામાં આવી રહ્યું છે કે 12 ફેબ્રુઆરી સવાર સુધી RJD ના તમામ ધારાસભ્યો અને વિધાન પરિષદના તમામ સભ્યો Tejashwi Yadav સાથે તેમના નિવાસસ્થાને રહેશે.

બંગલાની ચારે બાજુ કડક સુરક્ષા તૈનાત કરાઈ

હાલમાં Tejashwi Yadav ના ઘરે સુરક્ષા કડક કરવામાં આવી છે. મીડિયાના કોઈ પણ કાર્યકરને તેમના નિવાસ સ્થાનની આસપાસ આવવા દેવામાં નહીં આવી રહ્યા. તેમના ઘરના ગેટ પર બેરિકેડ લગાવવામાં આવ્યા છે. તમામ ધારાસભ્યો અને MLAs ને બહાર જવાની મંજૂરી આપવામાં આવી નથી. તે ઉપરાંત પુરૂષ ધારાસભ્યો અને મહિલા ધારાસભ્યો માટે અલગ-અલગ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. Tejashwi Yadav ના ઘરે ભોજનથી લઈને રહેવાની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો: AAP આગામી 15 દિવસમાં પંજાબની 13 અને ચંડીગઢની એક સીટ માટે ઉમેદવાર જાહેર કરશે