Home Home Read Read Shorts Shorts Podcast Podcast WebStories WebStories

ટીમ ઈન્ડિયાનો ઈડન ગાર્ડન્સમાં 4 વિકેટે વિજય , સિરીઝ 2-0થી પોતાના નામે કરી

08:00 PM Apr 21, 2023 | Vipul Pandya

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચોની વનડે સિરીઝ રમાઈ રહી છે. જેની બીજી મેચ કોલાકાના ઈડન ગાર્ડનમાં રમાઈ હતી. આ મેચ ભારતે 44મી ઓવરમાં 4 વિકેટથી જીતી લઈને સિરીઝ 2-0થી પોતાના નામે કરી લીધી છે. શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. શરુઆતમાં તો શ્રીલંકન બેટ્સમેનોએ સારી રમત બતાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિરાજ અને કુલદીપ યાદવના આક્રમણ થી માત્ર 40મી ઓવરમાં જ 215 રનમાં જ શ્રીલંકન બેટિંગ ઈનીંગ સમેટાઈ ગઈ હતી.
વિકેટકીપર બેટ્સમેન કેએલ રાહુલે અડધી સદી નોંધાવી હતી. રાહુલે 63 રનની જવાબદારી ભરી અણનમ ઈનીંગ રમી હતી. જવાબમાં પિછો કરતા ભારતીય બેટિંગ ઈનીંગની શરુઆત સારી રહી નહોતી. ગુવાહાટીના હિરો આજે ઈડન ગાર્ડન્સમાં ઝીરો રહ્યા હતા. ફરી એકવાર એજ સમસ્યા જોવા મળી હતી અને ટોપ ઓર્ડર ખાસ કમાલ કરી શક્યો નહોતો.
રાહુલ અને હાર્દિકે સંભાળી જવાબદારી
કેએલ રાહુલ અને હાર્દિક પંડ્યાએ બેટિંગની જવાબદારી પોતાના ખભે સંભાળી હતી. બંને વચ્ચે સારી ભાગીદારીભરી રમતે એક સમયે મુશ્કેલ લાગી રહેલી સ્થિતીને ટાળીને ભારતને લક્ષ્ય તરફ આગળ વધાર્યુ હતુ. બંને વચ્ચે 79 રનની મહત્વની ભાગીદારી રમત નોંધાઈ હતી. રાહુલે અડધી સદી નોંધાવી હતી. તેણે 93 બોલમાં પોતાના 50 રન પુરા કર્યા હતા. તેણે સુઝબુઝ સાથે ધૈર્યપૂર્ણ રમત રમી હતી. હાર્દિક પંડ્યાએ 53 બોલમાં 36 રનની ઈનીંગ રમી હતી. આ દરમિયાન તેણે 4 ચોગ્ગા ફટકાર્યા હતા.

ઓપનિંગ જોડી 33 રનના સ્કોર પર જ તૂટી ગઈ હતી. ભારતે પ્રથમ વિકેટ સુકાની રોહિત શર્માના રુપમાં ગુમાવી હતી. રોહિત શર્મા પાંચમી ઓવરના અંતિમ બોલ પર કરુણારત્નેના બોલ પર કેચ આઉટ ઝડપાયો હતો. આ દરમિયાન રોહિતે ગતિ પકડી હતી. તેણે 2 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 17 રનનુ યોગદાન 21 બોલનો સામનો કરીને આપ્યુ હતુ. ઓપનર શુભમન ગિલ પણ તુરત જ તેના ત્રણ બોલ બાદ વિકેટ ગુમાવી બેઠો હતો. ગિલે 12 બોલનો સામનો કરીને 21 રન નોંધાવ્યા હતા. તેણે 5 ચોગ્ગા ફટકાર્યા હતા.
કોહલી સસ્તામાં પરત ફર્યો
ગુવાહાટીમાં સદી નોંધાવી ફોર્મમાં આવેલ વિરાટ કોહલી આજે ખાસ કરી શક્યો નહોતો. તે લાહિરુ કુમારાના બોલને સમજવામાં નિષ્ફળ રહ્યો અને 10મી ઓવરના ત્રીજા બોલ પર વિકેટ ગુમાવી બેઠો હતો. એ વખતે કોહલી માત્ર 4 રનના વ્યક્તિગત સ્કોર પર હતો. ભારતે 62 રનના સ્કોર પર આ સાથે જ ત્રીજી વિકેટ ગુમાવી હતી. ત્યાર બાદ ચોથી વિકેટ 15 ઓવરમાં શ્રેયસ અય્યરના રુપમાં ગુમાવી હતી. અય્યર 33 બોલનો સામનો કરીને 28 રન નોંધાવી પરત ફર્યો હતો. અક્ષર પટેલે 21 બોલમાં 21 રન નોંધાવ્યા હતા. આ દરમિયાન તેણે 1 છગ્ગો અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. કુલદીપ યાદવ 10 રન સાથે અણનમ રહ્યો હતો.