+

શ્રીલંકા સામે નવા વર્ષની પ્રથમ T20I મેચ રમવા તૈયાર ટીમ ઈન્ડિયા, જાણો બન્ને વચ્ચે કોનું પલડું છે ભારે

આજે મંગળવાર, 3 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. વળી આજે ટીમ ઈન્ડિયા નવા વર્ષની પ્રથમ મેચ રમવા જઇ રહી છે, જોકે શ્રીલંકા પણ તેની પ્રથમ મેચ રમશે ત્યારે બન્ને ટીમો તેમની આ નવા વર્ષની પ્રથમ મેચ જીતવાની આશાએ જ મેદાને ઉતરશે. શ્રીલંકા સામે મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. જ્યા
આજે મંગળવાર, 3 જાન્યુઆરીએ ભારત અને શ્રીલંકા વચ્ચે T20 શ્રેણીની પ્રથમ મેચ રમાશે. રોહિતની ગેરહાજરીમાં કેપ્ટનશિપ હાર્દિક પંડ્યાના હાથમાં રહેશે. વળી આજે ટીમ ઈન્ડિયા નવા વર્ષની પ્રથમ મેચ રમવા જઇ રહી છે, જોકે શ્રીલંકા પણ તેની પ્રથમ મેચ રમશે ત્યારે બન્ને ટીમો તેમની આ નવા વર્ષની પ્રથમ મેચ જીતવાની આશાએ જ મેદાને ઉતરશે. શ્રીલંકા સામે મેચ આજે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ મેચ રમાશે. જ્યા દર્શકો ટીમ ઈન્ડિયાની જીતની આશાએ મોટી સંખ્યામાં આવશે.
હાર્દિકની પણ T20 કેપ્ટન તરીકેની કસોટી થશે
ભારત અને શ્રીલંકા વચ્ચે આજે સાંજે 7 વાગ્યાથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ T20I મેચ રમાશે. T20 સિરીઝ માટે હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા વરિષ્ઠ ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે. ઘણા યુવા ખેલાડીઓથી સજ્જ ટીમ વર્ષની પ્રથમ મેચમાં મોટી જીત નોંધાવવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઈશાન કિશન પાસેથી પણ મોટી ઇનિંગ્સની અપેક્ષા રાખવામાં આવશે. હાર્દિકની રણનીતિની પણ કસોટી થશે કારણ કે તેને ભવિષ્યમાં નિયમિત T20 કેપ્ટન તરીકે જોવામાં આવી રહ્યો છે. અહીં, શ્રીલંકાની કમાન દાસુન શનાકના હાથમાં છે.  

હાર્દિક T20માં કેપ્ટનશીપ કરશે
હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતો જોવા મળશે. આ સાથે જ સૂર્યકુમાર યાદવ ટીમની વાઇસ કેપ્ટનશિપ સંભાળશે. હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયા માટે 81 T20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. આ દરમિયાન તેણે 1160 રન બનાવ્યા અને 62 વિકેટ પણ લીધી છે.
ભારતનો સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન
શુભમન ગિલ
સૂર્યકુમાર યાદવ (વાઈસ કેપ્ટન)
દીપક હુડ્ડા
હાર્દિક પંડ્યા (કેપ્ટન)
સંજુ સેમસન
યુઝવેન્દ્ર ચહલ
અક્ષર પટેલ
અર્શદીપ સિંહ
હર્ષલ પટેલ
ઉમરાન મલિક
પિચ રિપોર્ટ
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ ખાસ કરીને બેટ્સમેનોને ઘણી મદદ કરે છે. અહીં બેટમાંથી ઘણા બધા રન નીકળે છે અને ઘણી વખત હાઈ સ્કોરિંગ મેચો અહીં જોવા મળી છે. આ મેદાનમાં અત્યાર સુધીમાં સાત T20 આંતરરાષ્ટ્રીય મેચ રમાઈ છે. જેમાંથી ટાર્ગેટનો પીછો કરતી ટીમે પાંચ મેચ જીતી છે. ટોસ જીતનારી ટીમ પહેલા બોલિંગ કરવાનું પસંદ કરે છે.
હવામાન અપડેટ
Accuweather અનુસાર, મેચના સમયે મુંબઈના આકાશમાં થોડા વાદળો જોવા મળી શકે છે, પરંતુ વરસાદની કોઈ શક્યતા નથી. મેચ સાંજે સાત વાગ્યે શરૂ થશે, તે સમયે તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. મેચ પોતાના સમય પર શરૂ થશે અને દર્શકોને શાનદાર મેચ જોવાનો મોકો મળી શકશે.
T20 ફોર્મેટમાં કોણ કોના પર ભારે છે
ભારત અને શ્રીલંકા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 26 T20 ઈન્ટરનેશનલ મેચ રમાઈ છે, જેમાં ભારતીય ટીમે 17 મેચ જીતી છે અને શ્રીલંકાએ 8 મેચ જીતી છે. બંને વચ્ચેની મેચ અનિર્ણિત રહી છે. 2022માં રમાયેલા એશિયા કપમાં શ્રીલંકાએ સુપર-4માં ભારતીય ટીમને હરાવીને ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકી દીધી હતી. આંકડા મુજબ, ભારતીય ટીમનો શ્રીલંકા પર ભારે દબદબો જોવા મળી રહ્યો છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Whatsapp share
facebook twitter