+

ટીમ ઈન્ડિયાએ ત્રીજી ODIમાં રચ્યો ઈતિહાસ, હાંસલ કરી સૌથી મોટી જીત

India vs Sri Lanka 3rd ODI: ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી ODIમાં ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે 317 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતના નામે હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે.ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત બાદ વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોક
India vs Sri Lanka 3rd ODI: ટીમ ઈન્ડિયાએ તિરુવનંતપુરમમાં રમાયેલી ત્રીજી ODIમાં ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ ત્રીજી વનડે 317 રને જીતી લીધી છે. આ સાથે જ ભારતના નામે હવે ODI ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીત નોંધાવવાનો રેકોર્ડ બની ગયો છે.
ટીમ ઈન્ડિયાએ પ્રથમ રમત બાદ વિરાટ કોહલીના અણનમ 166 અને શુભમન ગિલના 116 રનની મદદથી 50 ઓવરમાં 5 વિકેટે 390 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમ માત્ર 73 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જોકે, શ્રીલંકાની માત્ર 9 વિકેટ પડી હતી, કારણ કે તેમનો એક ખેલાડી ઈજાગ્રસ્ત હતો, તેથી ટીમને ઓલઆઉટ ગણવામાં આવી હતી. ODI ક્રિકેટમાં રનની દ્રષ્ટિએ આ સૌથી મોટી જીત છે. આ પહેલા ન્યૂઝીલેન્ડે 2008માં આયર્લેન્ડ સામે 290 રનથી જીત મેળવી હતી.

શ્રીલંકાને જીતવા માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો હતો
ત્રીજી વનડેમાં ભારતીય ટીમે ઘણા રન બનાવ્યા હતા. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને જીતવા માટે 391 રનનો ટાર્ગેટ આપ્યો હતો. કોહલીએ 166 રનની અણનમ ઇનિંગ રમી હતી. તે જ સમયે, શુભમન ગિલે પણ વિપક્ષી બોલરોને પછાડતા 116 રન બનાવ્યા હતા. પરિણામે ભારતીય ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટે 390 રન બનાવ્યા હતા. 
કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા આ સીરિઝમાં ક્લીન સ્વીપ કરવા માટે ઊતરેલ ટીમ ઈન્ડિયા હાલમાં 3 મેચની આ શ્રેણીમાં 2-0થી આગળ છે અને આ મેચમાં પણ 390 જેટલો મોટો સ્કોર બનાવીને આ પણ જીતી લીધી છે.

પ્લેયર ઑફ ધ મેચ અને પ્લેયર ઑફ ધ સિરીઝ


કોહલીએ વનડેમાં 46મી સદી ફટકારી હતી
આ પહેલા વિરાટ કોહલીની 110 બોલમાં અણનમ 166 રનની ઈનિંગની મદદથી ટીમ ઈન્ડિયાએ 50 ઓવરમાં 390 રન બનાવ્યા હતા. ભારત તરફથી કોહલી ઉપરાંત શુભમન ગિલે પણ સદી ફટકારી હતી. જ્યાં કોહલીએ 13 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ ગિલે 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય કેપ્ટન રોહિત શર્માએ 42 અને શ્રેયસ અય્યરે 38 રન બનાવ્યા હતા.

સૂર્યકુમાર યાદવ નિરાસા
ત્રીજી વનડેમાં સૂર્યકુમાર યાદવ કંઈ ખાસ કરી શક્યો નહતો અને તે ચાર રનના અંગત સ્કોર પર કસુન રાજિતાનો શિકાર બન્યો હતો. આ સાથે જ  કેએલ રાહુલ પણ 7 રનની ઇનિંગ રમી આઉટ થઈ ગયો હતો.  ભારતીય ટીમને ત્રીજો ફટકો ત્યારે પડ્યો જ્યારે શ્રેયસ અય્યર 38 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે જ ટીમ ઈન્ડીયાનો હિટ મેન કહેવાતો કેપ્ટન રોહિત શર્મા જોરદાર ટચમાં દેખાઈ રહ્યો હતો પણ તેને એ 42 રનના સ્કોર પર પોતાની વિકેટ ગુમાવી દીધી હતી.  

શુભમન ગિલે 14 ચોગ્ગા બે છગ્ગા ફટકાર્યા

15 વર્ષ જુનો રેકોર્ડ તોડ્યો
ટીમ ઈન્ડિયાએ વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ભારતે ત્રણ મેચની સિરીઝની છેલ્લી મેચમાં શ્રીલંકાને 317 રનથી હરાવ્યું હતું. ભારતે આ મામલે ન્યૂઝીલેન્ડનો 15 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કિવી ટીમે 2008માં આયર્લેન્ડને 290 રનથી હરાવ્યું હતું.


છેલ્લી ODIમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમ માટે શુભમન ગિલે કેપ્ટન રોહિત શર્મા સાથે ઓપનિંગમાં જબરદસ્ત ડેબ્યૂ કર્યું હતું. બંને વચ્ચે 96 રનની ભાગીદારી થઈ હતી એનએ પછી રોહિત શર્માની વિકેટે આ ભાગીદારી તોડી હતી. જોકે ગિલ સ્થિર રહ્યો. આ પછી ગિલે પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી સાથે મળીને ઇનિંગને આગળ ધપાવી અને સાથે જ પોતાની સદી તરફ આગળ વધ્યો હતો.  ગિલની વનડે કારકિર્દીની આ બીજી સદી છે. ગિલે 89 બોલમાં 100 રન પૂરા કર્યા. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 2 સિક્સર ફટકારી છે.  આ મેચમાં શુભમન ગિલ 116 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો  હતો અને તેને કસુન રાજિતાએ બોલ્ડ કર્યો હતો. ગિલે પોતાની ઇનિંગમાં 14 ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા હતા.

આપણ  વાંચો- વિરાટ અને ગીલની જોડીએ કરી કમાલ, શ્રીલંકા સામે ખડક્યો સ્કોરનો પહાડ, આટલા રનનો આપ્યો ટાર્ગેટ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Whatsapp share
facebook twitter